પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 'પ્રગતિ' દ્વારા ચર્ચાવિચારણા કરી
મહત્વકાંક્ષી જિલ્લાઓમાં યુવાન અધિકારીઓની નિમણૂક કરો; મહત્વકાંક્ષી જિલ્લાઓનો વિકાસ રાષ્ટ્રીય સરેરાશનાં સ્તર સુધી લાવવા સમયરેખા નક્કી કરોઃ પ્રધાનમંત્રી
પરિવહન અને કૃષિ મંત્રાલયોએ કૃષિ ઉત્પાદનો માટે લોજિસ્ટિક્સ સપોર્ટનાં ઇ-મોડલને વિકસાવવા સંયુક્તપણે કામ કરવું જોઈએઃ પ્રધાનમંત્રી
અનાજનાં ઠૂંઠાનાં બાળવાની સમસ્યાનું સમાધાન કરવા કૃષિ મંત્રાલયે પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશનાં ખેડૂતોને પ્રાથમિકતાનાં ધોરણએ ઉપકરણઓ પૂરાં પાડેઃ પ્રધાનમંત્રી
Posted On:
06 NOV 2019 7:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'પ્રગતિ' હેઠળ 31મી ચર્ચાની અધ્યક્ષતા કરી હતી, જેનો હેતુ સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પૂરો પાડવાનો છે.
પ્રગતિની અગાઉની બેઠકોમાં કુલ રૂ. 12.15 લાખ કરોડનાં કુલ રોકાણનાં કુલ 265 પ્રોજેક્ટ, 47 કાર્યક્રમો/યોજનાઓ મંજૂર થઈ હતી તથા 17 સેક્ટર (22 વિષયો) સાથે સંબંધિત ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું હતું.
આજે પ્રગતિની બેઠકમાં 16 રાજ્યો અને જમ્મુ અને કાશ્મીરનાં કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત રૂ. 61,000 કરોડથી વધારે મૂલ્યનાં 9 પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં રાષ્ટ્રીય કૃષિ બજાર અને મહત્વકાંક્ષી જિલ્લા કાર્યક્રમની સાથે વિદેશમાં કામ કરતાં ભારતીય નાગરિકોની ફરિયાદોઅંગે પણ ચર્ચા થઈ હતી.
મહત્વકાંક્ષાઓની પરિપૂર્તિ
મહત્વકાંક્ષી જિલ્લા કાર્યક્રમની 'પ્રગતિ'ની સમીક્ષામાં પ્રધાનમંત્રીને કામગીરીનાં 49 સંકેતો પર આધારિત ડેશબોર્ડ વિશે જાણકારી આપવામાં આવી હતી. પોષણની સ્થિતિ જેવા સૂચકાંકો પર ધીમી ચાલે આગળ વધતા માપદંડોમાં પણ જબરદસ્ત પ્રગતિ જોવા મળી હતી. ઉત્તરપ્રદેશનાં કેટલાંક જિલ્લાઓએ પણ જબરદસ્ત વૃદ્ધિ કરી છે એવી નોંધ પણ લેવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ આદિવાસી બાળકોનાં શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને એને રાષ્ટ્રીય સેવાની કામગીરી ગણાવી હતી. તેમણે પછાત જિલ્લાઓને નિશ્ચિત સમયરેખામાં રાષ્ટ્રીય સરેરાશ સુધી પહોંચાડવાનો નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે મહત્વકાંક્ષી જિલ્લાઓમાં યુવાન અધિકારીઓની નિમણૂક પર પણ ભાર મૂક્યો હતો.
કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ
પ્રધાનમંત્રીને રાષ્ટ્રીય કૃષિ બજારનાં પ્લેટફોર્મમાં પ્રગતિ વિશે જાણકારી આપવામાં આવી હતી, જે શ્રેષ્ઠ કિંમત મેળવવામાં મદદરૂપ થાય છે. ઇ-પેમેન્ટ્સ હવે સીધું ખેડૂતોનાં ખાતામાં થઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં બે ઇન્ટિગ્રેટેડ ઇ-મંડીઓનાં વિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ સૂચના આપી હતી કે, કુલ માગનાં ઇ-મોડલને આધારે માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે લોજિસ્ટિક્સ સપોર્ટ, ખાસ કરીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કૃષિ ઉત્પાદનોનાં હસ્તાંતરણનાં સંબંધમાં, કામ કરવું પડશે. તેમણે કહ્યું હતું કે, તમામ રાજ્યોએ એકમંચ પર આવવું જોઈએ તથા સરળ કામગીરી માટે સામાન્ય, સંકલિત પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ.
પ્રધાનમંત્રીએ કૃષિ મંત્રાલયને અનાજનાં ઠૂંઠાને બાળવાનાં મુદ્દે ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણાનાં ખેડૂતો વચ્ચે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે ઉપકરણનું વિતરણ કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવાની સૂચના આપી હતી.
માળખાગત સુવિધાઓનો વિકાસ
પ્રધાનમંત્રીએ કટરા-બનિહાલ રેલવે લાઇન સહિત માળખાગત જોડાણનાં વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે આગામી વર્ષ સુધીમાં પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા પર સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
ઐઝવાલ-તુઇપાંગ હાઇવે પ્રોજેક્ટનાં અપગ્રેડેશન અને એને પહોળા જેવા ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં કેટલાંક પ્રોજેક્ટ પર પણ ચર્ચા કરી હતી. દિલ્હી અને મેરઠ વચ્ચે ઝડપી અને સલામત જોડાણ પૂરું પાડવા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેને મે, 2020ની સંશોધન સમયમર્યાદામાં પૂર્ણ કરવો પડશે.
પ્રધાનમંત્રીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે, સંબંધિત રાજ્યો સરકારોએ લાંબા સમયથી વિલંબમાં મૂકાયેલા વિવિધ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી કરવી જોઈએ. તેમણે સૂચના આપી હતી કે, આ પ્રકારનાં વિવિધ પ્રોજેક્ટની પ્રગતિ પર નિયમિત રિપોર્ટ એમની ઓફિસને મોકલવા પડશે.
ઊર્જાની માગને પરીપૂર્ણ કરવી
નવીનીકરણ ઊર્જાનાં મોરચે પ્રધાનમંત્રીએ નવીનીકરણ ઊર્જાથી સમૃદ્ધ આઠ રાજ્યો એટલે કે તમિલનાડુ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, હિમાચલપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ ઊભી કરવા વિશેની ચર્ચાની અધ્યક્ષતા પણ કરી હતી. તેમણે નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં સૌર અને પવન ઊર્જા કંપનીઓને પડતી મુશ્કેલીઓ વિશે પૂછપરછ કરી હતી, જેમાં જમીન સંપાદન કરવાની પ્રક્રિયા સામેલ છે.
પ્રધાનમંત્રીએ કર્ણાટક અને આંધ્રપ્રદેશની રાજ્ય સરકારોને વેમાગિરીથી પર ટ્રાન્સમિશન સિસ્ટમને મજબૂત કરવા સાથે સંબંધિત પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા માટે થયેલી પ્રગતિ બદલ અભિનંદન આપ્યાં હતાં.
DS/RP
(Release ID: 1590759)
Visitor Counter : 292