પ્રધાનમંત્રીનું કાર્યાલય

આયુષ્માન ભારત અંતર્ગત 50 લાખથી વધુ નાગરિકોને લાભ મળ્યો

Posted On: 15 OCT 2019 10:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પ્રયાસોની પ્રશંસા કરી હતી, કારણ કે ભારતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 50 લાખથી વધારે લોકોને લાભ થયો છે, ઉપરાંત આ દિશામાં ભારતે એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

તેમણે કહ્યું હતું કે, સ્વસ્થ ભારતનું નિર્માણ કરવાની સફરમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન! એક વર્ષની અંદર 50 લાખથી વધારે નાગરિકોને આયુષ્માન ભારતને કારણે નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો છે એનાં પર દરેક ભારતીયને ગર્વ થશે. સારવાર ઉપરાંત આ યોજનાથી કેટલાંક ભારતીયો સક્ષમ બની રહ્યાં છે.

વર્ષ 2018માં બરાબર એક વર્ષ અગાઉ શરૂ થયેલી આયુષ્માન ભારત દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે, જેનો ઉદ્દેશ દેશમાં 10.74 કરોડથી વધારે ગરીબોને સરળતાપૂર્વક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય (પીએમ-જેએવાય) યોજના અંતર્ગત 16,085 હોસ્પિટલોને પેનલમાં સામેલ કરવામાં આવી છે અને 10 કરોડ ઇ-કાર્ડ ઇશ્યૂ થયા છે.

આયુષ્માન ભારત અંતર્ગત સમગ્ર દેશમાં આશરે 17,150 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત થયા છે.

 

DK/J. Khunt/DS/RP

 



(Release ID: 1588113) Visitor Counter : 175