મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

સ્મૃતિ ઝુબીન ઇરાનીએ પોષણ અભિયાન પુરસ્કારો એનાયત કર્યા

Posted On: 23 AUG 2019 7:14PM by PIB Ahmedabad

નવી દિલ્હીમાં આજે (23 ઓગસ્ટ, 2019) વર્ષ 2018-19 માટે યોજાયેલા પોષણ અભિયાન પુરસ્કાર કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી (WCD)એ રાજ્ય સરકારો, જિલ્લાની ટીમો, બ્લોક સ્તરની ટીમો અને ક્ષેત્રમાં કામ કરતા કાર્યકરોના નોંધપાત્ર યોગદાનને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સંબંધિત મંત્રાલયો અને વિકાસના સહભાગીઓની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરવામાં આવી હતી અને તેમને પણ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઇરાની, રાજ્ય મંત્રી દેવશ્રી ચૌધરી, WCDના સચિવ રવિન્દ્ર પંવાર, અધિક સચિવ અજય તિર્કી, સંયુક્ત સચિવ સજ્જન સિંહ યાદવે પોષણ અભિયાન પુરસ્કાર કાર્યક્રમને શોભાવ્યો હતો.

Smriti Irani 02.jpg

પુરસ્કાર કાર્યક્રમ દરમિયાન, નવ રાજ્યો – આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તરાખંડ તેમજ ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ – ચંદીગઢ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીને 23 શ્રેષ્ઠતા પુરસ્કારથી બિરદાવવામાં આવ્યા હતા જેમાં પ્રમાણપત્રો અને પ્રથમ વિજેતાને રૂપિયા 1 કરોડ, દ્વિતિય વિજેતાને રૂપિયા 50 લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. સામુદાયિક ગતિશિલતામાં ICDS-CASના અમલીકરણ, ક્ષમતા નિર્માણ, સંપાત અને વર્તણૂકમાં પરિવર્તન માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. એકંદરે શ્રેષ્ઠ કામગીરી માટે પ્રથમ વિજેતાને રૂપિયા 1.5 કરોડ, દ્વિતિય વિજેતાને રૂપિયા 75 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. જિલ્લા સ્તરે અલગ-અલગ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 19 જિલ્લાના 53 અધિકારીઓને પુરસ્કાર પેટે પ્રમાણપત્રો અને ચંદ્રકો આપવામાં આવ્યા હતા. બ્લોક સ્તરે, અલગ અલગ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના 24 બ્લોકના 50 અધિકારીઓને પણ પુરસ્કારના રૂપમાં પ્રમાણપત્રો અને ચંદ્રકો આપવામાં આવ્યા હતા.

વધુમાં, દૃષ્ટાંતરૂપ સેવા આપવા બદલ, 273 ક્ષેત્ર કાર્યકરોને દરેકને રૂ. 50,000નું રોકડ ઇનામ અને પ્રમાણપત્રો તેમજ ચંદ્રકો આપવામાં આવ્યા હતા જેમાં આંગણવાડી કાર્યકરો, આંગણવાડી હેલ્પર, મહિલા સુપરવાઇઝરો, એક્રિડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ (ASHA) અને સહાયક નર્સ અને દાયણો (ANM)નો પણ સમાવેશ થાય છે. કુલ 363 પોષણ અભિયાન પુરસ્કારો આપવામાં આવ્યા હતા જેમાં કુલ રૂપિયા 22 કરોડના રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. સંબંધિત મંત્રાલયો અને વિકાસ સહભાગીઓને પણ બાવીસ પ્રશંસાપત્રોથી બિરદાવવામાં આવ્યા હતા.

અધિક સચિવ અજય તિર્કીએ આ પ્રસંગે પ્રધાનમંત્રીનો સંદેશો વાંચ્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંદેશોમાં આ બાબતો પર પ્રકાશ પાડ્યો હતો કે, “સ્વાસ્થ્ય અને પોષણ અમારી સરકાર માટે પ્રાથમિકતાની બાબતો છે. સહિયારા અને નવા ભારતના નિર્માણના અમારા પ્રયાસોમાં સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ બાબત રહી છે. અમારી દૂરંદેશીમાં વર્ષ 2022 સુધીમાં ‘કુપોષણ મુક્ત ભારત’નો દરજ્જો હાંસલ કરવો એ એક અભિન્ન હિસ્સો છે. કુપોષણને નાથવા માટે અને લક્ષિત લાભાર્થીઓના પોષણની સ્થિતિમાં સુધારો લાવવા માટે પોષણ (POSHAN)નો અમલ કરવામાં આવ્યો છે. કુપોષણ ઘટાડવા માટે ડિજિટલ ટેકનોલોજી, સંપાત અને લક્ષિત અભિગમનો ઇષ્ટત્તમ ઉપયોગ થઇ રહ્યો છે. ભવિષ્યમાં બીમારીઓ રોકવા માટે બહુવિધ મોડેલના હસ્તક્ષેપ દ્વારા કુપોષણને નાથવાના પ્રયાસો પોતાની રીતે એક અનોખી પહેલ છે. અમે ગરીબો, જરૂરિયાતમંદો અને સમાજના વંચિત વર્ગના લોકોને પોષાય તેવા દરે અને ગુણવત્તાપૂર્ણ સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે પ્રબળપણે પ્રતિબદ્ધ છીએ. સ્વાસ્થ્ય અને પોષણનો આગ્રહ રાખવાથી ચોક્કસપણે દેશના દરેક શેરી અને મહોલ્લાના ખૂણે ખૂણા સુધી સ્વાસ્થ્ય સંભાળમાં યોગદાન આપવાનું સુનિશ્ચિત થશે. જોકે, આવી યોજનાઓ માત્ર ત્યારે જ સફળ થઇ શકે છે જ્યારે વિશાળ સંખ્યામાં જનસમુદાય તેમાં ભાગ લે. પોષણ માટે પ્રોત્સાહક પુરસ્કારો આપવાની આ પહેલ આંગણવાડી કાર્યકરો અને હેલ્પર, સહાયક નર્સો, દાયણો, મહિલા સુપરવાઇઝરો અને આશા વર્કરો જેવા પાયાના સ્તરના કાર્યકરોએ કરેલા સઘન પ્રયાસોની સ્વીકૃતિ અને કદરના ભાગરૂપે છે. પ્રધાનમંત્રીએ પોષણ અભિયાન પુરસ્કારના તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને સૌને શુભેચ્છાઓ આપી હતી.

પુરસ્કાર સમારંભમાં, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબીન ઇરાનીએ #ThankyouAnganwadiDidi નામની એક ટૂંકી ફિલ્મ પ્રસ્તુત કરી હતી જેમાં તંદુરસ્ત બાળકોના વિકાસમાં આંગણવાડી કાર્યકરોના યોગદાનને દર્શાવવામાં આવ્યું છે. માનનીય મંત્રીએ દરેકને આ અભિયાનમાં જોડાવાની વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, એક રાષ્ટ્ર તરીકે આપણે આંગણવાડીની દીદીઓના કૃતજ્ઞ છીએ કે તેઓ આપણા બાળકોની સંભાળ લે છે અને તેમની બહેતર આવતીકાલના નિર્માણ માટે એક મજબૂત પાયો બનાવી રહી છે.

 

WCD મંત્રીએ જણાવ્યુ હતું કે પોષણ અભિયાનના પાંચ સ્તંભ છે જે, “પ્રથમ 1000 દિવસનું મહત્વ, એનેમિયા અને અતિસારનું નિદાન અને સાચી સારવાર, અંગત સ્વચ્છતા, સફાઈ અને પૌષ્ટિક આહાર” છે. સુપોષિત ભારતનું સપનું ત્યારે જ સાકાર થઇ શકે જ્યારે આપણે સૌ એકબીજા સાથે હાથ મિલાવીને સહિયારો પ્રયાસ કરીએ. મહિલા અને બાળ વિકાસ મંત્રીએ આવી રહેલા રાષ્ટ્રીય પોષણ માહને શ્રેષ્ઠ સફળતા અપાવવા માટે સૌને વિનંતી કરી હતી.

 

રાજ્ય મંત્રી દેવશ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, કુપોષણ એ આંતર-પેઢીય ચક્ર છે. પોષણ અભિયાન અંતર્ગત લક્ષ્યો હાંસલ કરવા માટે તમામ સંબંધિત વિભાગો દ્વારા સમન્વયિત પ્રયાસો કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરો, આંગણવાડી હેલ્પરો, મહિલા સુપરવાઇઝરો, એક્રિડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ (ASHA) અને સહાયક નર્સો અને દાયણો (ANM) પોષણ અભિયાન અંતર્ગત આપવામાં આવતી સેવાઓને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડનારા મહત્વપૂર્ણ ક્ષેત્ર કાર્યકરો છે.

 

WCDના સચિવ રવિન્દ્ર પંવારે તેમની પ્રારંભિક ટિપ્પણીમાં ટાંક્યું હતું કે, 2018નું વર્ષ સીમાચિહ્નરૂપ વર્ષ રહ્યું કારણ કે આ સમય દરમિયાન ભારત સરકારે રાષ્ટ્રીય વિકાસના એજન્ડામાં પોષણને કેન્દ્ર સ્થાને રાખ્યું હતું. માનનીય પ્રધાનમંત્રી દ્વારા પોષણ અભિયાનનો પ્રારંભ આ દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. તમામ સહભાગીઓના સમન્વયિત પ્રયાસોના કારણે આ અભિયાન આજે એક જન આંદોલનમાં ફેરવાઇ ગયું છે.

 

પોષણ અભિયાન પુરસ્કારમાં ગુજરાત તથા દમણ અને દીવ

 

જિલ્લા સ્તરે નેતૃત્વ અને સંપાત પુરસ્કાર

જિલ્લાનું નામ: મહેસાણા

પ્રાપ્ત કરનારનું નામ - એમ.વાય. દક્ષિણી (જિલ્લા વિકાસ અધિકારી)

 

જિલ્લાએ કુપોષિત બાળકોને ઓળખી કાઢવા પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. 1 લાખની વધુ બાળકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કુલ 246 કુપોષિત બાળકોને  ઓળખી કાઢવામાં આવ્યા હતા. આ બાળકો પૈકી 90થી વધુ બાળકોની સારવાર કરવામાં જિલ્લાને સફળતા મળી હતી. બાળકોમાં કુપોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે અને તેમાંથી બહાર આવવા માટે સુરક્ષાત્મક પગલાં માટે, જિલ્લા દ્વારા સમગ્ર જિલ્લામાં વિશેષ સામુદાયિક જાગૃતિ અભિયાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા દ્વારા પોષણ અભિયાન જન આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આંગણવાડી કેન્દ્રો, બ્લોક અને જિલ્લા સ્તરોએ પોષણ સાથે સામાજિક તહેવારોને સાંકળવામાં આવ્યા હતા. અંદાજે 9000 સહભાગીઓ અને લાભાર્થીઓને ભોજનમાં પોષણ અંગે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. મહિલાઓ અને કિશોરીઓ માટે રસોઇ શો અને રેસિપી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેથી કેવી રીતે રસોઇની પ્રક્રિયા દરમિયાન ભોજન અને શાકભાજીમાં પોષણ મૂલ્યો જાળવી રાખવા તે અંગેનું શિક્ષણ આપી શકાય. જિલ્લામાં AWC ખાતે કિચન ગાર્ડન અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રના સહકારથી આંગણવાડીમાં બાળ સાહિત્ય, TLM, ECCE કીટ દાતા આપવામાં આવ્યા હતા.

 

 

બ્લોક સ્તરે નેતૃત્વ અને સંપાત પુરસ્કાર

બ્લોકનું નામ: વઢવાણ 1

પ્રાપ્ત કરનારનું નામ - મીનલબેન વી. વાળા (CDPO)

 

બ્લોક દ્વારા વિવિધ જન આંદોલન પ્રવૃત્તિઓ અને સમુદાય આધારિત કાર્યક્રમો જેમ કે, ગામડાઓમાં પોષણ રેલી, બાળ મેળા ઉજવણી, અન્નપ્રશન, સાસુ-વહુ સંમેલન, બાળતુલા દિવસ, સુપોષણ સંવાદ, અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ, પ્રભાત ફેરી, સ્વાસ્થ્ય ચેકઅપ વગેરે પર પ્રબળણે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બ્લોકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે, બ્લોક દ્વારા તાજેતરમાં નવા આંગણવાડી કેન્દ્રો વિકસાવવામાં આવ્યા હતા અને હાલના કેન્દ્રોને વધુ મજબૂત કરવામાં આવ્યા છે. બ્લોક દ્વારા ધ્યાન આપવામાં આવેલી અન્ય બાબતોમાં 6 મહિનાથી 2 વર્ષ સુધીના બાળકોમાં પોષણની સ્થિતિ બહેતર બનાવવા માટે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓમાં સ્તનપાન અંગે જાગૃતિ ફેલાવવાનો પણ સમાવેશ થાય છે.

 

AAAA અને LS સંપાત પુરસ્કારો

જિલ્લાનું નામ: દાહોદ

બ્લોકનું નામ: દાહોદ-1

પ્રાપ્ત કરનારના નામ:

ટીમ 1

શ્રીમતિ જશુમતી પરમાર (AWW)

શ્રીમતિ મેડા નંદુબેન (ASHA)

શ્રીમતિ અનિતા પરમાર (ANM)

શ્રીમતિ સોનર ડામોર (AWH)

શ્રીમતિ શર્મિષ્ઠા પટેલ (LS)

 

ટીમના સમન્વયિત પ્રયાસોના કારણે સેવાઓને આગામી સ્તર સુધી પહોંચાડી શકાઇ અને પોષણ અભિયાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવાઇ. નિયમિત ધોરણે CBE અને VHSNDનું આયોજન કરવામાં આવ્યું જેના કારણે પોષણ અને સ્વાસ્થ્ય સેવાઓ અને રેફરલ સેવાઓ સહિત સામુદાયિક સેવાઓ ઉભી કરવાની માંગ વધી. યોગ્ય મંચ પર સક્રિય સંપાત સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

 

AAAA અને LS સંપાત પુરસ્કારો

જિલ્લાનું નામ: ભાવનગર

બ્લોકનું નામ: ઘોઘા

પ્રાપ્ત કરનારાઓના નામ

ટીમ 2

શ્રીમતિ કિરણ દુધરેજિયા (AWW)

શ્રીમતિ આશાબેન મકવાણા (ASHA)

શ્રીમતિ પુષ્પાબેન સુમારુ (ANM)

શ્રીમતિ રંજનબેન ધામેલિયા (AWH)

શ્રીમતિ પૂજાબેન ધામેચા (LS)

 

ટીમ દ્વારા મુખ્યત્વે સામુદાયિક સભ્યોમાં જાગૃતિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા પંચાયતી રાજ સંસ્થા સાથે સંપાત અંતર્ગત વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ જેમ કે, સુપોષણ રેલી, ખેડૂતોની સભા, ફૂડ ડીશ સ્પર્ધા, પોષણ ડીશોનું લાઇવ ડેમોસ્ટ્રેશન જેવી વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કમ્યુનિકેશન અંતરાલ દૂર કરવા માટે સૌને સમુદાયમાં સાંકળી શકાય. સમુદાય આધારિત કાર્યક્રમો જેમ કે, કિશોરીઓ માટે મહેંદી સ્પર્ધા, બાળકો માટે ચિત્ર સ્પર્ધા, VHSND વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. SAM/MAM બાળકોને ઓળખી કાઢવા અને તેનું ફોલોઅપ લેવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.

 

દમણ અને દીવ

જિલ્લા સ્તરે નેતૃત્વ અને સંપાત પુરસ્કાર: અરજી કરી નહોતી

બ્લોક સ્તરે નેતૃત્વ અને સંપાત પુરસ્કાર

બ્લોકનું નામ: દમણ

પ્રાપ્ત કરનારનું નામ: સુશ્રી હેમાક્ષી જોષી, CDPO

 

પોષણ અભિયાનના લક્ષ્યો હાંસલ કરવા માટે AWC અનુસાર વ્યૂહરચના ઘડવામાં આવી હતી. તમામ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને સ્વાભિમાન યોજનાસાથે જોડવામાં આવી હતી. ICDS-CAS ડેટા વિશ્લેષણના આધારે, ક્ષેત્રના કાર્યકરો પ્રાથમિકતા ધોરણે ઘરોની મુલાકાત લઇ રહ્યા છે અને SAM/MAM બાળકોનું ફોલોઅપ લઇ રહ્યા છે. બ્લોક દ્વારા ILA અને ICDS-CAS તાલિમ માટેના પ્રયાસો પર ધ્યાન આપવામાં આવ્યું હતું. સંપાત પ્રયાસોના હેતુ સાથે, બ્લોક દ્વારા સંબંધિત સહભાગીઓને સાથે લાવવા માટે સક્રિય મંચ પારખવામાં આવ્યો હતો અને પોષણ અભિયાનનો પ્રચાર કરવામાં આવ્યો હતો. તેના કારણે સેવાઓ પહોંચાડવામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

 

 

AAAA અને LS સંપાત પુરસ્કાર

જિલ્લાનું નામ: દમણ

બ્લોકનું નામ: દમણ

પ્રાપ્ત કરનારાઓના નામ:

ઉર્મિલાબેન સી. રાઠોડ (AWW)

મયુરીબેન નરેશભાઇ પટેલ (ASHA)

શોભના નરોત્તમ જાદવ (ANM)

સંગીતા ભીખુ હળપતી (AWH)

કોકિલાબેન રમેશચંદ્ર માહ્યવંશી (LS)

 

ક્ષેત્ર સ્તરે ICDS-CAS અપનાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા પર ટીમે મહત્વપૂર્ણ પ્રભાવ પાડ્યો છે. ટીમ દ્વારા વજનની કાર્યદક્ષતા વધારવા માટે અને પ્રિ-સ્કૂલમાં બાળકોની હાજરી વધારવા માટે યોગ્ય પગલાં લેવા ICDS-CAS ડેટાનું વિશ્લેષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ટીમ દ્વારા વિચારવિમર્શ પર ધ્યાન આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેથી સ્તનપાનને પ્રોત્સાહન આપી શકાય અને પોષણ સેવાઓ આગળ વધારવામાં મદદ મળી શકે. તેમના નિયમિત પ્રયાસોના કારણે, સમગ્ર બ્લોકમાં પ્રસૂતિ પહેલાં ચેકઅપ અને પ્રસૂતિ વખતે સ્તનપાન કરાવવાની પ્રવૃત્તિમાં સુધારો આવ્યો છે.

RP



(Release ID: 1582941) Visitor Counter : 371