માહિતી અને પ્રસારણ મંત્રાલય

"ભારત છોડો" ચળવળની વર્ષગાંઠ પ્રસંગે શ્રી પ્રકાશ જાવડેકરે ભારતના રાષ્ટ્રપતિને ગાંધીજીના આલ્બમ ભેટમાં આપ્યાં


રાષ્ટ્રપતિજીએ સરકારી અધિકારીઓને મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી પ્રસંગે ઉજવણીમાં સક્રિય રીતે સામેલ થવા અનુરોધ કર્યો.


ગાંધી આલ્બમ ભારતના આઝાદીના સંઘર્ષનાં કેલિડોસ્કૉપ છે : શ્રી પ્રકાશ જાવડેકર

Posted On: 09 AUG 2019 1:47PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 09-08-2019

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને ભારત છોડો ચળવળની વર્ષગાંઠ પ્રસંગે "મહાત્મા ગાંધી : ચિત્રમય જીવન કથા" પુસ્તક ભેટ આપ્યું હતું. આ પુસ્તકમાં 550 તસવીરો મારફતે મહાત્મા ગાંધીજીના જીવન અને સમયની ચિત્ર કથા આલેખવામાં આવી છે. આ પુસ્તકનુ પ્રકાશન માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગે કર્યું છે.

પુસ્તકો અંગે ટૂંકી માહિતી

આ પુસ્તકોમાં કેટલીક જ્વલ્લેજ ઉપલબ્ધ તસવીરો મારફતે મહાત્મા ગાંધીજીના જીવન અને સમયની ચિત્ર કથા આલેખવામાં આવી છે. આ પુસ્તકમાં આ શરમાળ છોકરા (ગાંધીજી)ના જન્મ અને તેમનાં શરૂઆતનાં વર્ષો, મહાત્મા તરીકેની ઓળખ (દક્ષિણ આફ્રિકામાં), તેમની વિવિધ ચળવળો મારફતે તેમના સત્યના પ્રયોગો - પ્રથમ દક્ષિણ આફ્રિકામાં અને ત્યાર પછી ભારતમાં- આ ઉપરાંત તે જેના મુખ્ય ઘડવૈયા હતા તે 20મી સદીમાં ભારતની આઝાદીની ચળવળનો ઘનિષ્ઠ ચિતાર તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો છે.

સૌ પ્રથમ વખત આ પુસ્તકની હિન્દી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેથી તેનો વ્યાપ વધે તેમજ વધુને વધુ વાચકો સુધી પહોંચી શકે.

આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ જાન્યુઆરી 1949માં મહાત્મા ગાંધીજીની પ્રથમ મૃત્યુ તિથી પ્રસંગે રાજઘાટ ખાતે યોજાયેલ સર્વોદય દિવસ પ્રદર્શનમાંથી તસવીરો લઈને સૌ પ્રથમ વાર 1954માં બહાર પાડવામાં આવી હતી. આ અમૂલ્ય વારસો તેની હિન્દી આવૃત્તિ સાથે રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાંથી તસવીરોનો સહયોગ પ્રાપ્ત કરીને હવે વધુ સારી ડિઝાઈન તથા વધુ સારી પ્રોડકશન ક્વોલિટી સાથે પુન: મુદ્રિત કરીને બહાર પાડવામાં આવ્યો છે.

શ્રી પ્રકાશ જાવડેકરે ભારતના રાષ્ટ્રપતિજીને માહિતી અને પ્રસારણ મંત્રાલય #ગાંધી_150 ની ઉજવણી માટે હાથ ધરાયેલા પ્રયાસો અંગે માહિતગાર કર્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આ પુસ્તકને રાષ્ટ્રપતિજી સમક્ષ આઝાદીની ચળવળનુ કેલિડોસ્કોપિક આલ્બમ ગણાવ્યું હતુ અને તેનો ચિતાર આપ્યો હતો. શ્રી પ્રકાશ જાવડેકરે ભારતના રાષ્ટ્રપતિજીને માહિતી અને પ્રસારણ મંત્રાલય અને પ્રકાશન વિભાગ દ્વારા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી માટે હાથ ધરાયેલા પ્રયાસો અંગે માહિતગાર કર્યા હતા. તેમના મંત્રાલયની કામગીરી તેના ખુદના પ્રયાસો પૂરતી સિમિત ન રહેતા લોકો સુધી અસરકારક રીતે પહોંચી શકાય તે માટેના પ્રયાસો વિશે તેમણે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે અન્ય મંત્રાલયોનાં મિડીયા યુનિટને પણ આ કામગીરીમાં સામેલ કરવામાં આવશે.

મંત્રીશ્રીએ કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધીજી કે જેનુ ઈ-વર્ઝન પણ ઉપલબ્ધ છે તે અંગે રાષ્ટ્રપતિજીને માહિતગાર કર્યા હતા. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે પ્રકાશન વિભાગે, કસ્તુરબા ગાંધી અંગેના પુસ્તક સહિત 20થી વધુ પુસ્તકો અને 50 ઈ-બુક્સ પ્રકાશિત કરી છે. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે, ગાંધીજી જે મૂલ્યો અને વિચારો માટે પ્રસિદ્ધ છે તે પ્રસરાવવા અંગેના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રયાસોને બિરદાવ્યા હતા. રાષ્ટ્રપતિજીએ વધુમાં સરકારી અધિકારીઓને આ વર્ષે ગાંધી જયંતિ પછીના સપ્તાહમાં તેમના પ્રયાસો સતેજ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ સરકારી કર્મચારીઓને પણ અનુરોધ કર્યો હતો કે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં સક્રિય રીતે સામેલ થાય.

ડીપીડીની ટીમ રાષ્ટ્રપતિજીને મળી

આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અમિત ખરેએ આ પુસ્તકો માટે કામગીરી બજાવનાર પ્રકાશન વિભાગની ટીમનો રાષ્ટ્રપતિજીને પરિચય કરાવ્યો હતો, જેમાં પ્રિન્સીપલ ડાયરેક્ટર જનરલ, ડૉ. સાધના રાઉત, ડાયરેક્ટર શ્રી રાજેન્દ્ર ભટ્ટ, જોઈન્ટ ડાયરેક્ટર શ્રી વી કે મીણા અને ડિઝાઈનર શ્રી નિરજ સહાયનો સમાવેશ થતો હતો.

DK/NP/J.Khunt/GP



(Release ID: 1581661) Visitor Counter : 720