મંત્રીમંડળ
મંત્રીમંડળે ભારત દ્વારા મધ્યસ્થતાનાં પરિણામ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય સમાધાન સમજૂતીઓ પરની સંયુક્ત રાષ્ટ્ર સંધિ પર હસ્તાક્ષરને મંજૂરી આપી
Posted On:
31 JUL 2019 3:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય ગણરાજ્ય દ્વારા 7 ઓગસ્ટ, 2019નાં રોજ સિંગાપોરમાં કે સંયુક્ત રાષ્ટ્રીય મુખ્યાલયમાં થનારી મધ્યસ્થતાનાં પરિણામે આંતરરાષ્ટ્રીય સમાધાન સમજૂતીઓ પરની સંયુક્ત રાષ્ટ્ર સંધિ (યુએનઆઈએસએ) પર હસ્તાક્ષર માટે મંજૂરી આપી દીધી છે.
લાભઃ
આ સંધિ પર હસ્તાક્ષરથી રોકાણકારોનો આત્મવિશ્વાસ વધશે અને વિદેશી રોકાણકારોને વૈકલ્પિક વિવાદ સમાધાન (એડીઆર) પર આંતરરાષ્ટ્રીય પ્રક્રિયાનાં પાલનની ભારતની કટિબદ્ધતાને લઈને સકારાત્મક સંદેશ મોકલી શકાશે.
એડીઆર વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની પહેલ
ભારતમાં આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક મધ્યસ્થતાને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક તંત્ર વિકસિત કરવા માટે સરકાર એક કાયદેસર સંસ્થા સ્વરૂપે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર (એનડીઆઈસી) સ્થાપિત કરવા જઈ રહી છે. વાણિજ્યિક અદાલત ધારા, 2015માં સંશોધન કરવામાં આવ્યું છે અને મધ્યસ્થતા અને સુલેહ ધારા, 1996માં સંશોધન માટે કાયદેસર પ્રક્રિયા અત્યાર ચાલુ છે. આ પહેલોનો ઉદ્દેશ ભારતમાં મધ્યસ્થતા અને સુલેહનાં એડીઆર તંત્રનાં માધ્યમથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક વિવાદોનાં સમાધાનને પ્રોત્સાહન આપવાનું છે. કેટલીક પસંદગીની શ્રેણીનાં કેસોમાં પૂર્વસંસ્થાનાં સ્તરે મધ્યસ્થતા અને સમાધાનને ફરજિયાત બનાવવા માટે વાણિજ્યિક અદાલત ધારા, 2015માં એક નવું પ્રકરણ (3એ) સામેલ કરવામાં આવ્યું છે. આ પ્રકારે ‘સંધિ’ની જોગવાઈ ઘરગથ્થું કાયદા અને વૈકલ્પિક વિવાદ સમાધાન તંત્રોને મજબૂત બનાવવાનાં પ્રયાસોને અનુરૂપ છે.
પૃષ્ઠભૂમિઃ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 20 ડિસેમ્બર, 2018નાં રોજ મધ્યસ્થતા (“સંધિ”)ના પરિણામ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય સમાધાન સમજૂતી પર સંયુક્ત રાષ્ટ્ર સંધિનો સ્વીકાર કર્યો હતો. મહાસભાને 7 ઓગસ્ટ, 2019નાં રોજ સિંગાપોરમાં આયોજિત એક સમારંભમાં હસ્તાક્ષર કરાવવા માટે અધિકૃત કરવામાં આવી હતી અને તેને “મધ્યસ્થતા પર સિંગાપોર સંધિ” (સંધિ) નામથી ઓળખવામાં આવશે.
સંધિ, મધ્યસ્થતાનાં પરિણામ સ્વરૂપે થનાર આંતરરાષ્ટ્રીય સમાધાન સમજૂતીઓને લાગુ કરવા માટે એક સમાન અને કુશળ તંત્ર ઉપલબ્ધ કરાવે છે અને વિવિધ પક્ષો માટે આ પ્રકારની સમજૂતીઓ, મધ્યસ્થાનાં ચુકાદા આપવા માટે વિદેશ લવાદ ચૂકાદાઓને માન્યતા આપવા અને લાગુ કરવા પર સંધિ (ન્યૂયોર્ક, 1958) (“ન્યૂયોર્ક સંધિ”) સાથે સંબંધિત તંત્રનાં અમલીકરણનાં માર્ગે પ્રશસ્ત કરે છે. સંધિ બે વધારાનાં આધારનું પણ વર્ણન કરે છે, જેનાં આધારે અદાલત રાહત આપવાનો ઇનકાર કરી શકે છે. આ આધાર એ વાસ્તવિકતા સાથે સંબંધિત હશે કે વિવાદની મધ્યસ્થતા દ્વારા સમાધાન નહિં આવે અથવા આ જાહેર નીતિની વિરૂદ્ધ છે.
(Release ID: 1580922)
Visitor Counter : 307
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam