સંરક્ષણ મંત્રાલય

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ પર રાષ્ટ્રીય યુદ્ધ સમારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી

Posted On: 26 JUL 2019 1:21PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 26-07-2019

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠના અવસર પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (નેશનલ વોર મેમોરિયલ) પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

આ અવસર પર સંરક્ષણ મંત્રીએ મુલાકાતી પુસ્તકમાં એક સંદેશ લખ્યો. સંરક્ષણ મંત્રીએ મુલાકાતી પુસ્તકમાં લખ્યું, ‘ભારતનું સન્માન, પ્રતિષ્ઠા તેમજ ગર્વ માટે પોતાના પ્રાણોની બલિદાન આપનારા કારગિલ યુદ્ધના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ. તેમના પરાક્રમ અને ત્યાગ પ્રત્યેક ભારતવાસી માટે પ્રેરણાદાયક છે. કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ પર, આપણે એ સંકલ્પ લઈએ છીએ કે કૃતજ્ઞ રાષ્ટ્ર દેશના સન્માન માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોને ક્યારેય નહીં ભૂલે.’

સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી શ્રીપદ યેશો નાઈક, ઉપ સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ દેવરાજ અંબૂ, નૌસેના ઉપ-પ્રમુખ વાઈસ એડમિરલ જી. અશોકકુમાર તેમજ વાયુસેના ઉપ-પ્રમુખ એર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ પણ ‘ઑપરેશન વિજય’ના વીરોના સાહસ, પરાક્રમ તેમજ બલિદાન માટે તેમના સન્માનમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પ અર્પણ કર્યા હતા.

ભારત-પાકિસ્તાનની વચ્ચે મે-જુલાઈ, 1999 દરમિયાન પશ્ચિમમાં જોજિલાથી લઈ પૂર્વમાં તૂરતોક સુધી નિયંત્રણ રેખાની પાસે સૌથી દુર્ગમ વિસ્તારમાં કારગિલ યુદ્ધ થયું હતું. પાકિસ્તાન દ્વારા પોતાના સૈનિકોની ઘૂષણખોરી કરાવી, ખાલી કરાયેલી મહત્વપૂર્ણ ચોકીઓ પર કબજો કરી, રાષ્ટ્રીય રાજમાર્ગની સુરક્ષાને અવગણી ઉપરાંત રાષ્ટ્રની ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન કરી આ વિવાદીત પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં આવી હતી. ભારતીય સેનાના સૈનિકોએ અદમ્ય સાહસ અને સહનશીલતાનું પ્રદર્શન કરતા 1200 ફૂટ થી વધુ ઉંચાઈ પર દ્રાસ, કાકસર, બટાલિક અને તૂરતોક સેક્ટરમાં યુદ્ધ કર્યું અને પાકિસ્તાની ઘુસણખોરોને મારી ભગાડ્યા. ભારતીય વાયુ સેનાએ પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન કરીને સૈન્ય કાર્યવાહીમાં મદદ કરી હતી.

DK/NP/J.Khunt/GP



(Release ID: 1580408) Visitor Counter : 272