સંરક્ષણ મંત્રાલય

ભારતીય નૌસેનામાં મેટ્રિક પાસ નાવિકોની ભરતી

Posted On: 23 JUL 2019 12:02PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 23-07-2019

ભારતીય નૌસેના સપ્ટેમ્બર 2019માં નાવિકોની ભરતી માટે ભારતીય નૌસેના પ્રવેશ પરીક્ષા (આઈએઈટી) આયોજિત કરશે. જે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા હશે. 1 એપ્રિલ, 2000 અને 31 માર્ચ, 2003 (બંને તારીખો સહિત) ની વચ્ચે જન્મેલા અપરિણિત પુરુષો અરજી કરવા માટે પાત્ર રહેશે. ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલું અનિવાર્ય છે. ભારતીય નૌસેનામાં મેટ્રિક પાસ ભરતી દ્વારા પ્રવેશ મેળનારા નાવિક રસોઈયા, કોષાધ્યક્ષ, સફાઈકર્મચારીના રૂપમાં કાર્ય કરશે.

ઓનલાઈન આવેદન માત્ર www.joinindiannavy.gov.in ના માધ્યમથી જ સ્વીકારાશે. ઓનલાઈન આવેદન કરતા પહેલા સમય બચાવવા માટે, આવેદન કરનાર ઉમેદવારોને www.joinindiannavy.gov.in પર જાતે નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવે છે. નોંધણી કરાવવા માટે કોઈ અન્ય વેબસાઈટ કે એપ નથી. વેબસાઈટ પર પોતાનું અકાઉન્ટ બનાવ્યા બાદ ઉમેદવારને ઓનલાઈન આવેદન નોંધણી કરાવવા માટે ઈમેઈલ એલર્ટ પ્રાપ્ત કરશે. ઓનલાઈન નોંધણી બાદ, ઉમેદવારે પોતાનું વ્યક્તિગત, શૈક્ષણિક અને પત્રવ્યવહારની વિગતો અપડેટ કરવી પડશે. ઉમેદવાર પોતાના સંલગ્ન દસ્તાવેજો પોતાના અકાઉન્ટમાં પણ અપલોડ કરી શકશે. પૂર્વ નોંધણી કરવાને કારણે જ્યારે આવેદન બારી ખુલે ત્યારે ઉમેદવારના સમયનો બચાવ થશે.

આઈએનઈટી પૂર્ણ થયા બાદ, પસંદગી થયેલ ઉમેદવારો બીજા ચરણ એટલે કે શારીરિક સ્વાસ્થ્ય પરીક્ષણ અને પ્રાથમિક આરોગ્ય તપાસ પરીક્ષા માટે બોલાવાશે. આ ચરણ પૂર્ણ થયા બાદ, મેરીટ લિસ્ટ બહાર પડાશે અને સફળ ઉમેદવારોને ઓડિશામાં પ્રશિક્ષણ સંસ્થાન, આઈએનએસ ચિલ્કામાં પ્રવેશ માટે બોલાવાશે. ભારતીય નૌસેનાના આઈએનએસ ચિલ્કામાં છેલ્લો પ્રવેશ ઉમેદવારોની આરોગ્ય પરીક્ષાની સફળતાપૂર્વક ઉતીર્ણતાના આધારે થશે. એપ્રિલ 2020માં પ્રશિક્ષણ શરુ થશે. પાત્રતા અને ચિકિત્સા ધોરણોની વિગતો www.joinindiannavy.gov.in પર જોઈ શકશો.

ઉમેદવારો કોઈપણ સામાન્ય સર્વિસ સેન્ટર પર જઈને ઓનલાઈન અરજી કરવામાં મદદ મેળવી શકે છે. આ સેવા માટે 60 રૂપિયા (જીએસટી વધારા)નો ચાર્જ લેવામાં આવશે. ઓનલાઈન અરજી કરતાં સમયે પરીક્ષા ફીની ચૂકવણી પણ ઓનલાઈન કરવાની રહેશે.

 

DK/NP/J.Khunt/GP



(Release ID: 1579875) Visitor Counter : 233