માહિતી અને પ્રસારણ મંત્રાલય

પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા પત્રકારત્વમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અપાતા રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી છે


અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ, 2019

प्रविष्टि तिथि: 12 JUL 2019 3:39PM by PIB Ahmedabad

પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા નેશનલ એવોર્ડ ફોર એકસેલન્સ ઇન જર્નલિઝમ-2019 (પત્રકારત્વમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ) માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ એવોર્ડમાં રોકડ ઇનામ તથા પ્રશસ્તિ પત્રનો સમાવેશ થાય છે. આ એવોર્ડ અલગ અલગ આઠ શ્રેણીમાં આપવામાં આવશે.

શ્રેણી                                                                       રોકડ પુરસ્કાર

  1. પત્રકારત્વમાં ઉત્કૃષ્ટતા માટે  રાજારામ મોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર         રૂ. 100000
  2. ગ્રામીણ પત્રકારત્વ                                                         રૂ. 50000
  3. વિકાસ સંબંધિત રિર્પોટીંગ                                                   રૂ. 50000
  4. ફોટો પત્રકારત્વ

સીંગલ ન્યુઝ પિક્ચર                                                રૂ. 50000

ફોટો ફીચર                                                                 રૂ. 50000

  1. સર્વોત્તમ સમાચાર પત્ર કળા: જેમા કાર્ટુન, વ્યંગ ચિત્રો તથા

ચિત્રકળા સામેલ હોય                                                       રૂ. 50000

  1. રમત-ગમતનું રિપોર્ટીંગ/ સ્પોર્ટસ ફોટો ફીચર                               રૂ. 50000
  2. આર્થિક રિપોર્ટીગ                                                           રૂ. 50000
  3. લૈંગિક બાબતોનું રિપોર્ટીગ                                                  રૂ. 50000

પત્રકારત્વમાં ઉત્કૃષ્ટતા માટે રાજા રામ મોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર શ્રેણીમાં માટે નામાંકન જ્યુરી કમિટિ પોતે નક્કી કરશે, આથી આ શ્રેણી માટે અરજીઓ આવકાર્ય નથી.

આ પુરસ્કાર માટે અરજી ભરવા અંગેની પ્રક્રિયા, પાત્રતા, માપદંડો, અરજી માટેનું ફોર્મ વગેરે પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ www.presscounsil.nic.in પરથી મેળવી શકાશે. અરજી બંધ કવરમાં પ્રતિ - સેક્રેટરી, પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, સૂચના ભવન, 8-સીજીઓ કોમ્પ્લેક્ષ, લોધી રોડ, નવી દિલ્હી-110003 ખાતે મોકલવાની રહેશે. અરજીઓ 30 ઓગસ્ટ, 2019 સાંજે પાંચ વાગ્યા સુધી મળી રહે તે રીતે મોકલવાની રહેશે. અરજીની એડવાન્સ કોપી secy-pci[at]nic[dot]in પર ઇ-મેઇલ કરી શકાશે.

પૃષ્ઠભૂમિ

પ્રિન્ટ જર્નલિઝમ ક્ષેત્રે ભારતીય નાગરિકતા ધરાવતા પત્રકાર/ફોટો પત્રકારોના ઉત્કૃષ્ઠ યોગદાનને બિરદાવવા આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી છે. 16 નવેમ્બર, નેશનલ પ્રેસ ડે (રાષ્ટ્રીય અખબાર દિવસ) પ્રસંગે આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.

 

DK/NP/J.Khunt/RP      


(रिलीज़ आईडी: 1578597) आगंतुक पटल : 407
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , हिन्दी , Marathi , Punjabi , Malayalam