મંત્રીમંડળ

મંત્રીમંડળે અનિયંત્રિત ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધ મૂકતાં બિલ, 2019ને મંજૂરી આપી


બિલ સંસદનાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે

Posted On: 10 JUL 2019 6:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળીની બેઠકમાં અનિયંત્રિત ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પર પ્રતિબંધ મૂકવાનાં બિલ, 2019ને મંજૂરી આપી હતી. આ બિલ અનિયંત્રિત ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પર પ્રતિબંધ મૂકતાં વટહુકમ, 2019નું સ્થાન લેશે.

અનિયંત્રિત ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પર પ્રતિબંધ મૂકતા બિલ, 2019 હવે 21 તારીખે લાગુ કરેલા વટહુકમનું સ્થાન લેશે, અન્યથા સંસદની બેઠકમાં ફરી છ અઠવાડિયા પછી આ વટહુકમ રદ થઈ જશે.

અસર :

આ બિલ દેશમાં ગેરકાયદેસર રીતે જમા થઈ રહેલા નાણાંની સમસ્યાનું સમાધાન કરવામાં મદદરૂપ થશે. હાલ ગેરકાયદેસર ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓનું નિયમનકારી ખામીઓનો લાભ ઉઠાવીને અને કડક વહીવટી નિયમોનાં અભાવે ગરીબ લોકોની પરસેવાની કમાણીમાંથી થતી બચતની ઉચાપત કરી જાય છે.

પૃષ્ઠભૂમિ :

અનિયંત્રિત ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પર પ્રતિબંધ મૂકતું બિલ, 2018 પર લોકસભાએ 13 ફેબ્રુઆરી, 2019ની પોતાની બેઠકમાં વિચારણા કરી હતી અને એને ચર્ચાવિચારણા પછી પ્રસ્તાવિત સરકારી સંશોધનોનાં માધ્યમથી અનિયંત્રિત ફિક્સ્ડ ડિપોઝિટ પર પ્રતિબંધ મૂકતાં બિલ, 2019 સ્વરૂપે પસાર કરવામાં આવ્યું હતું. પણ એનાં પર રાજ્યસભા વિચાર ન કરી શકી અને બિલ પસાર ન કરી શકી, કારણ કે એ જ દિવસે રાજ્યસભાની બેઠક અનિશ્ચિત મુદ્દત માટે મોકૂફ કરવામાં આવી હતી.

 

RP



(Release ID: 1578286) Visitor Counter : 164