પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ

ઈસી-પીએમએ આર્થિક સમીક્ષામાં નાણાંકીય મજબૂતી, નાણાંકીય શિસ્તપાલન અને રોકાણ પર મૂકાયેલા ભારતને આવકાર્યો

આર્થિક સમીક્ષામાં આગામી પાંચ વર્ષ માટે વિકાસ અને રોજગારીની બ્લ્યૂ-પ્રિન્ટ: ડૉ. બિબેક દેબરાય

ડૉ. બિબેક દેબરાયે કહ્યું કે સરકારનો દ્રષ્ટિકોણ સંઘવાર, વ્યયમાં સુધારો, એમએસએમઇ માટે નીતિઓ, જીએસટી અને પ્રત્યક્ષ કરવેરામાં સુધારા દ્વારા ઉજાગર થાય છે

ન્યાયિક સુધારા અને ડેટાની ભૂમિકા આવકાર્ય; ઇસી-પીએમ અધ્યક્ષ

Posted On: 04 JUL 2019 2:00PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-07-2019

પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (ઇસી-પીએમ)ના અધ્યક્ષ ડૉ. બિબેક દેબરાયે આર્થિક સમીક્ષામાં નાણાકીય મજબૂતી, નાણાકીય શિસ્તપાલન અને રોકાણ પર મૂકવામાં આવેલા આગ્રહને આવકાર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતનો વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો સરેરાશ દર 7.5 રહ્યો છે. આર્થિક સમીક્ષાનું આકલન છે કે 4 ટકા વાર્ષિક ઇન્ફ્લેશન સાથે 2024-25 સુધીમાં અર્થતંત્ર 5 ટ્રિલિયન અમેરિકી ડૉલર થઇ જશે જેમાં વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ 8 ટકા રહેશે. લક્ષ્ય હાંસલ થઇ શકે છે પરંતુ આપણે નાણાકીય મજબૂતના માર્ગથી હટવાનું નથી, જે મધ્યકાલિન નાણાકીય નીતિમાં વ્યક્ત કરવામાં આવ્યું છે. તેને નાણા ખાધ/ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગુણોત્તર અને દેવું/ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગુણોત્તરમાં પણ દર્શાવવામાં આવ્યો છે. વધેલી ખોટથી ખાનગી રોકાણને નુકસાન પહોંચે છે, ખાનગી મૂડીના ખર્ચમાં વધારો થાય છે અને સ્થાનિક ક્ષેત્ર નાણાકીય બચતમાં અવરોધ આવે છે. આકલન અનુસાર 2018-19માં ભારતનો વિકાસદર 6.8 ટકા રહેશે તેમજ ચક્રીય જાહેર ખર્ચ ઓછો કરવાની તક મળશે. આથી ડૉ. બિબેક દેબરાયે સમીક્ષામાં નાણાકીય મજબૂતી અને રોકાણને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલી જોગવાઇઓને આવકારી છે.

સમીક્ષામાં આગામી પાંચ વર્ષ દરમિયાન વિકાસ અને રોજગારીની બ્લ્યૂ-પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે. 2014 અને 2019 દરમિયાન પહેલી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને અનુરૂપ છે, જેમાં વ્યવહારમાં પરિવર્તનની પહેલોને સામેલ કરવામાં આવી છે. વર્ષ 2014 થી 2019 દરમિયાન નીતિઓમાં નિરંતરતા છે અને 2019 થી 2024 સુધી પ્રસ્તાવિત નીતિઓ તેમાં સામેલ છે. સમીક્ષાથી સંઘવાદ, વ્યયમાં સુધારો, એમએસએમઈ માટે નીતિઓ, જીએસટી અને પ્રત્યક્ષ કરમાં સુધારા દ્વારા સરકારનો દ્રષ્ટિકોણ ઉજાગર થાય છે. ડૉ. બિબેક દેબરાયે કહ્યું હતું કે, વર્ષની આર્થિક સમીક્ષામાં એક અભિનવ અને આવકાર્ય પક્ષ છે કે, તે અંતર્ગત ન્યાયિક સુધારા અને ડેટાની ભૂમિકાની જોગવાઇ કરવામાં આવી છે. એકંદરે સમીક્ષામાં અતિતથી દૂર હટીને કામ કરવાના દ્રષ્ટિકોણનો હવાલો આપવામાં આવ્યો છે, જેને સંસ્કૃતના ઉદાહરણોથી વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉદાહરણોમાં શિસ્ત સંબંધિત અનેક માહિતીઓ ઉપલબ્ધ છે અને સમીક્ષા પૂરી કરવા માટે માત્ર કૌટિલ્યનું ઉદાહરણ આપવા સુધી સીમિત નથી રહેવાનું પરંતુ કમંડકીય નીતિસાર પણ ધ્યાનમાં રાખવાનો છે.

DK/NP/J.Khunt/GP


(Release ID: 1577223) Visitor Counter : 211