લઘુમતિ બાબતોનું મંત્રાલય

શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર ‘આ સરકાર ઇકબાલ, ઇંસાફ અને ઇમાનની સરકાર’ પૂરવાર થઈ છે : લઘુમતિ બાબતોના મંત્રી શ્રી નકવી


મોદી સરકારે ‘તંદૂરસ્ત, સમાવેશી વિકાસ પૂરો પાડશે’ : લઘુમતી બાબતોના મંત્રી

મોદી સરકાર ‘સમાવેશી વિકાસ અને સર્વસ્પર્શી વિકાસ’ પ્રત્યે સમર્પિત સરકાર છે.

Posted On: 11 JUN 2019 3:04PM by PIB Ahmedabad

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ 11 જૂનના રોજ મંથન અયોધ્યા ભવન, સીજીઓ સંકુલ નવી દિલ્હી ખાતે મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના અધ્યક્ષપદેથી સામાન્ય સભાને સંબોધન કર્યું હતું.

કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અભ્બાસ નક્વીએ જણાવ્યું હતું કે મોદી સરકારે તંદુરસ્ત, સમાવેશી વિકાસ માટેનાં વાતાવરણનુ નિર્માણ કર્યું છે.

અહીં મૌલાના આઝાદ ફાઉન્ડેશનની 112મી ગવર્નીંગ બોડીની બેઠક અને 65મી સામાન્ય સભાની બેઠકને સંબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મોદી સરકાર ઇકબાલ (નિર્ણાયક), ઇંસાફ (ન્યાય) અને ઈમાન (પ્રમાણિકતા) ધરાવતી સરકાર છે. મોદી સરકાર સમાવેશી વિકાસ અને સર્વસ્પર્શી વિશ્વાસ માટે પ્રતિબદ્ધ છે.

શ્રી નકવીએ વધુમાં જણાવ્યું હતું કે લઘુમતી સમુદાયની શાળા છોડી દેનાર કન્યાઓને દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ મારફતે બ્રિજ કોર્સ પૂરા પાડીને શિક્ષણ અને રોજગારી સાથે જોડવામાં આવશે.

દેશભરના મદ્રેસા શિક્ષકોને કેન્દ્ર અને રાજ્યની વહિવટી સેવાઓ મારફતે હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર વગેરે મુખ્ય પ્રવાહના વિષયોનુ શિક્ષણ આપવામાં આવશે જેથી તે મદ્રેસાના વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહનુ શિક્ષણ આપી શકે. આ કાર્યક્રમનો પ્રારંભ આવતા મહિનાથી કરવામાં આવશે.

શ્રી નકવીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વહિવટી સંસ્થાઓ, બેંકીંગ સેવાઓ, સ્ટાફ સિલેકશન કમિશન, રેલવે અને અન્ય સ્પર્ધાત્મક સેવાઓ માટે આર્થિક રીતે પછાત લઘુમતી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન બૌદ્ધ અને પારસી યુવાનોને તાલીમ આપવામાં આવશે.

કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે લઘુમતીઓને અને ખાસ કરીને કન્યાઓને આર્થિક – સામાજિક શૈક્ષણિક સશક્તીકરણ પૂરૂ પાડવા માટે ત્રણ ઇ (શિક્ષણ, રોજગારી અને સશક્તીકરણ)ને અનુસરવામાં આવશે. આગામી 5 વર્ષમાં પ્રી-મેટ્રીક, પોસ્ટ મેટ્રીક, મેરિટ–કમ-મીન્સ વગેરે શિષ્યવૃત્તિઓ 5 કરોડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને આ સંખ્યામાં 50 ટકા કન્યાઓનો સમાવેશ કરવામાં આવશે. આ શિષ્યવૃત્તિઓમાં આગામી 5 વર્ષમાં આર્થિક રીતે પછાત વર્ગોને 10 લાખથી વધુ બેગમ હઝરત મહલ કન્યા શિષ્યવૃત્તિઓનો સમાવેશ થાય છે.

શ્રી નકવીએ વધુમાં જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં આવી શૈક્ષણિક માળખાગત સુવિધાઓ હજુ વિકસી નથી તેવા વિસ્તારોમાં પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (પીએમવીજેકે) હેઠળ શાળાઓ, કોલેજો, વિવિધ આઈટીઆઈ, પોલિટેકનિક્સ, કન્યા છાત્રાલયો, ગુરૂકુલ પ્રકારની નિવાસી શાળાઓ, કોમન સર્વિસ સેન્ટર્સ વગેરેનુ યુદ્ધના ધોરણે નિર્માણ કરવામાં આવશે.

લઘુમતી બાબતોના મંત્રીશ્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે દેશના જે વિસ્તારોમાં આર્થિક- સામાજિક કારણોથી બાળકોને અને ખાસ કરીને લઘુમતી સમુદાયની કન્યાઓને શાળામાં મોકલવામાં આવતી નથી ત્યાં શિક્ષણને પ્રોત્સાહન માટે પઢો-બઢો કાર્યક્રમ શરૂ કરવામા આવશે. આ કાર્યક્રમમાં કન્યાઓ ઉપર ઝોક આપવામાં આવશે. આ જાગૃતિ કાર્યક્મોમાં નુક્કડ નાટકો, ટૂંકી ફિલ્મો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્મ પ્રથમ તબક્કામાં જ્યાં લઘુમતીઓની વસતી કેન્દ્રીત થયેલી છે તેવા 60 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે.



(Release ID: 1574406) Visitor Counter : 249


Read this release in: Urdu , English , Marathi , Hindi