મંત્રીમંડળ

ચિકિત્સા સંબંધિત શિક્ષણમાં સુધારાને વેગ મળ્યો

મંત્રીમંડળે ભારતીય ચિકિત્સા પરિષદ (સંશોધન) વિધેયક, 2019ને મંજૂરી આપી

આ વિધેયક સંસદનાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે

Posted On: 12 JUN 2019 7:54PM by PIB Ahmedabad

દેશનાં નાગરિકોને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય કવરેજ પ્રદાન કરવાનાં ઉદ્દેશને આગળ વધારવા માટે ચિકિત્સા સાથે સંબંધિત શિક્ષણનાં ક્ષેત્રમાં સુધારો કરવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એનડીએ સરકારનો આ મુખ્ય કાર્યક્રમ છે.

આ ભાવનાને જીવંત રાખવા અને સરકારનાં અન્ય એક વચનને પૂર્ણ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય ચિકિત્સા પરિષદ (સંશોધન) ખરડો, 2019ને મંજૂરી આપી દીધી છે. આ ખરડો સંસદનાં નિયમો દ્વારા ભારતીય ચિકિત્સા પરિષદ (સંશોધન) બીજા વટહુકમ, 2019નું સ્થાન લેશે. આ ખરડો સંસદનાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.

આ પગલાથી દેશમાં ચિકિત્સા સાથે સંબંધિત શિક્ષણમાં પારદર્શકતા, જવાબદારી અને ચિકિત્સા સાથે સંબંધિત શિક્ષણનાં સંચાલનમાં ગુણવત્તા સુનિશ્ચિત થઈ શકશે.

અસર :

  • નવા ખરડામાં 26.9.2018થી બે વર્ષનાં ગાળા માટે ભારતીય ચિકિત્સા પરિષદનાં અધિક્રમણની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • આ સમયગાળા દરમિયાન શાસક મંડળ ભારતીય ચિકિત્સા પરિષદ કાયદા, 1956 અંતર્ગત ભારતીય ચિકિત્સા પરિષદને સુપરત કરેલા અધિકારો અને કાર્યો કરશે.
  • વહીવટી મંડળનાં સભ્યોની હાલની સંખ્યા 7થી વધારીને 12 કરવામાં આવી છે.

પૃષ્ઠભૂમિ :

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આઈએમસી કાયદો, 1956ની જોગવાઈઓ અને એ અંતર્ગત બનેલા નિયમોની ઉપેક્ષા કરી રહેલા ભારતીય ચિકિત્સા પરિષદનાં કેટલાંક મનમરજીથી થતાં કાર્યોનો સામનો કરવો પડતો હતો. સાથે સાથે એમસીઆઈનાં કામકાજ પર નજર રાખવા માટે માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા સ્થાપિત સમીક્ષા સમિતિએ પણ એનાં સૂચનોનું પાલન ન કરવાનાં ઉદાહરણ આપ્યાં અને સમીક્ષા સમિતિનાં તમામ સભ્યોએ રાજીનામું આપ્યું હતું.

આ ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને પારદર્શકતા, જવાબદારી અને ભારતમાં ચિકિત્સા શિક્ષણનાં સંચાલનમાં ગુણવત્તા પ્રદાન કરવાનાં ઉદ્દેશ સાથે ભારતીય ચિકિત્સા પરિષદનાં સ્થાને 26.09.2018નાં રોજ લાગુ ભારતીય ચિકિત્સા પરિષદ (સંશોધન) વટહુકમનાં સ્થાને એક વૈકલ્પિક તંત્ર સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, એનું કામકાજ વહીવટી બોર્ડને સુપરત કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા ડૉક્ટર સામેલ હશે. વહીવટી બોર્ડની રચના નીતિ આયોગનાં સભ્ય ડૉ. વી કે પાલની અધ્યક્ષતામાં કરવામાં આવી છે અને એમાં અન્ય 6 સભ્યો છે.

કાયદેસર પ્રક્રિયા :

ત્યારબાદ આ વટહુકમનાં સ્થાને ભારતીય ચિકિત્સા પરિષદ (સંશોધન) ખરડો, 2019 નામનું બિલ રજૂ કરવામાં આવ્યું હતુ, જેને 14 ડિસેમ્બરનાં રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. લોકસભાએ 31 ડિસેમ્બર, 2018નાં રોજ એને પસાર કર્યું હતું. જોકે સંસદનાં શિયાળુ સત્ર દરમિયાન તમામ પ્રયાસો કરવા છતાં આ ખરડાને રાજ્યસભામાં વિચારણા માટે રજૂ કરી શકાયો નહોતો, જેથી એને પસાર કરી શકાયો નહોતો. ગૃહની બેઠક 9 જાન્યુઆરી, 2019નાં રોજ ગૃહની કામગીરી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ એક નવો વટહુકમ લાવીને નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી એમસીઆઈનાં અધિક્રમણમાં નિયુક્ત વહીવટી બોર્ડમાં એમસીઆઈ અને કેન્દ્ર સરકારનાં અધિકારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકાય. પરિણામે અગાઉનાં વટહુકમોની જોગવાઈઓ અનુસાર વહીવટી બોર્ડ દ્વારા થયેલા કાર્યને કાયદેસર ગણવામાં આવ્યાં છે અને એને ચાલુ રાખવામાં આવ્યાં છે.

લોકસભા દ્વારા પસાર થયેલો ભારતીય ચિકિત્સા પરિષદ (સંશોધન) ખરડો, 2018 પર સંસદનાં બજેટ સત્ર – 2019માં રાજ્યસભામાં ચર્ચા થઈ શકી નહોતી અને એ પસાર થઈ શક્યો નહોતો. ભારતીય ચિકિત્સા પરિષદ (સંશોધન) બીજા વટહુકમ 21.02.2019ને લાગુ કરવામાં આવ્યો છે.

16મી લોકસભા ભંગ થવા પર સંસદમાં વિલંબિત ભારતીય ચિકિત્સા પરિષદ (સંશોધન) ખરડો, 2018 રદ થઈ ગયો હતો. ત્યારબાદ મંત્રીમંડળે સંસદનાં આગામી સત્રમાં નવો ભારતીય પરિષધ (સંશોધન) ખરડો, 2019 લાવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ સંસદનાં નિયમો દ્વારા ભારતીય ચિકિત્સા પરિષદ (સંશોધન) બીજા વટહુકમ, 2019નું સ્થાન લેશે.

 

 

J. Khunt/RP



(Release ID: 1574332) Visitor Counter : 186