મંત્રીમંડળ

મંત્રીમંડળે “કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન (શિક્ષક સંવર્ગમાં અનામત) વિધેયક-2019”ને મંજૂરી આપી


200 પોઈન્ટ રોસ્ટરના આધારે વિશ્વવિદ્યાલય/કોલેજો એક જ એકમ ગણાશે

શિક્ષણ સંવર્ગમાં સીધી ભરતી દ્વારા હાલની 7000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે

આ નવા વિધેયકને સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે

Posted On: 12 JUN 2019 7:48PM by PIB Ahmedabad

શિક્ષણ ક્ષેત્રે સુધારાને મહત્વની ગતિશીલતા બક્ષવા તથા તેને સમાવેશી બનાવવા તેમજ પ્રજાના વિવિધ વર્ગોની મહત્વાકાંક્ષા સંતોષવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી મંત્રીમંડળની બેઠકમાં “કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન (શિક્ષક સંવર્ગમાં અનામત) વિધેયક-2019 ને મંજૂરી આપવામાં આવી છે.

કેબિનેટના આ નિર્ણયથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક તથા આર્થિક રીતે પછાત વર્ગોના વ્યક્તિઓની લાંબા ગાળાથી પડતર માંગ સંતોષાશે અને બંધારણે આપેલા હક્કો જળવાવાની ખાતરી પ્રાપ્ત થશે. આ વિધેયકથી આર્થિક રીતે પછાત વર્ગને 10 ટકા અનામતની ખાતરી મળશે.

અસરઃ

આ નિર્ણયથી

· 200 પોઈન્ટ રોસ્ટર વાળા શિક્ષક સંવર્ગમાં હાલની 7000 ખાલી જગ્યાઓમાં સીધી ભરતી કરવામાં આવશે.

  • બંધારણના અનુચ્છેદ 14, 26, અને 21નું પાલન સુનિશ્ચિત કરવામાં આવશે.
  • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક તથા આર્થિક રીતે પછાત વર્ગોના વ્યક્તિઓની શિક્ષક સંવર્ગમાં સીધી ભરતીથી સંપૂર્ણ પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરી શકાશે.

· અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક તથા આર્થિક રીતે પછાત વર્ગોના પ્રતિભાશાળી અને લાયકાત ધરાવતા તમામ ઉપલબ્ધ ઉમેદવારો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આકર્ષવાને કારણે શિક્ષણનાં સ્તરમાં સુધારો થશે

અસર

આ વિધેયક કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ (શિક્ષક સંવર્ગમાં અનામત) વટહૂકમ 2019નુ સ્થાન લેશે અને તેને સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.

અમલીકરણ

આ વિધેયકને આધારે શિક્ષક સંવર્ગમાં સીધી ભરતી દરમિયાન અનામત માટે વિશ્વવિદ્યાલયો/કોલેજોની એક એકમ ગણવામાં આવશે, વિભાગ/વિષયને નહીં.

મંત્રીમંડળના આ નિર્ણયથી અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/સામાજિત અને શૈક્ષણિક પછાત વર્ગોની ઘણી જુની માગનું સમાધાન થશે અને સંવિધાન પ્રમાણે તેમના અધિકારો સુનિશ્ચિત થશે. આ સાથે આર્થિક રીતે પછાત લોકો માટે પણ 10 ટકાની અનામત સુનિશ્ચિત થશે.

 

J.Khunt/RP



(Release ID: 1574158) Visitor Counter : 184