મંત્રીમંડળ
મંત્રીમંડળે મેડિસિન અને હોમિયોપેથીની પરંપરાગત વ્યવસ્થા ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને બોલિવિયા વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી
Posted On:
15 APR 2019 12:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને બોલિવિયા વચ્ચે મેડિસિન અને હોમિયોપેથીની પરંપરાગત વ્યવસ્થાનાં ક્ષેત્રમાં થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ એમઓયુ પર બોલિવિયામાં માર્ચ, 2019માં હસ્તાક્ષર થયા હતા.
અસરઃ
આ સમજૂતી કરાર સહકાર માટે માળખું પ્રદાન કરશે અને બંને દેશો વચ્ચે મેડિસિન અને હોમિયોપેથીની પરંપરાગત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે પારસ્પરિક લાભદાયક બનશે. આ બોલિવિયામાં મેડિસિન અને હોમિયોપેથીની પરંપરાગત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અને પ્રસાર તરફ દોરી જશે તથા બોલિવિયામાં મેડિસીનની વ્યવસ્થામાં આયુષ (આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી)ના મહત્વને પ્રોત્સાહન આપશે. આ એમઓયુ સહિયારું સંશોધન હાથ ધરવા માટે ડૉક્ટર અને વૈજ્ઞાનિકોને તાલિમ આપવા નિષ્ણાતોનાં આદાન-પ્રદાનની સુવિધાને સુલભ કરશે.
NP/J.Khunt/GP/RP
(Release ID: 1570658)
Visitor Counter : 153