માહિતી અને પ્રસારણ મંત્રાલય

ભારતીય ફિલ્મ અને ટેલીવિઝન સંસ્થાએ ફિલ્મ વિવેચન અને સમીક્ષામાં અભ્યાસક્રમની જાહેરાત કરી

Posted On: 10 APR 2019 12:42PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 10-04-2019

ફરી એક વાર નવી ઊંચાઈઓને સ્પર્શ કરીને ભારતીય ફિલ્મ એન્ડ ટેલીવિઝન સંસ્થા (એફટીઆઈઆઈ), પૂણેએ પહેલી વાર સમાલોચના અને સમીક્ષા કળામાં એક અભ્યાસક્રમની જાહેરાત કરી છે.

ભારતીય જનસંચાર સંસ્થા (આઈઆઈએમસી), દિલ્હીનાં સહયોગથી દિલ્હીમાં 28 મે થી 19 જૂન, 2019 વચ્ચે 20 દિવસનાં અભ્યાસક્રમનું સંચાલન કરવામાં આવશે.

અભ્યાસક્રમ વિશે ચર્ચા કરતાં એફટીઆઈઆઈનાં નિર્દેશક શ્રી ભૂપેન્દ્ર કેંથોલાએ કહ્યું હતું કે, એનાથી સિનેમાનાં સમાલોચકો, ફિલ્મ સમીક્ષકો, ફિલ્મ બ્લોગર્સ, સંશોધનકર્તાઓ, ફિલ્મ જગત સાથે જોડાયેલા શિક્ષાવિદો અને સિનેમામાં વિશેષ રસ ધરાવતી કોઈ વ્યક્તિની એક જૂની માંગ પૂરી થઈ છે. તેમણે કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ માટે એ સમજવું જરૂરી છે કે, કોઈ ફિલ્મની સમીક્ષાને ક્રમમાં કઈ રીતે વાંચવી જોઈએ. આ ઉદ્દેશ પૂર્ણ કરવા માટે આ અભ્યાસક્રમનાં માધ્યમની રીતો બતાવવામાં આવશે.

આ અભ્યાસક્રમ ભોપાલનાં ફિલ્મ નિર્માતા સુશ્રી રાજુલા શાહ દ્વારા સંચાલિત કરવામાં આવશે, જેઓ એફટીઆઈઆઈની પૂર્વ વિદ્યાર્થીની છે. તેમણે એફટીઆઈઆઈમાં 1997 થી 2000 સુધી ફિલ્મ નિર્દેશનનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસક્રમ વિશે ચર્ચા કરતાં સુશ્રી શાહે કહ્યું હતું કે, ફિલ્મ સમાલોચનાનાં વિષયમાં આધારભૂત જાણકારી પ્રદાન કરવા માટે અને સિનેમાને એક ગંભીર માધ્યમ બનાવવાનાં ઉદ્દેશ સાથે ભાગીદારોને તાલીમ આપવાનાં ઉદ્દેશ સાથે આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, વિવેચન મારફતે સિનેમાનાં ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ફિલ્મોનો અભ્યાસ કરવો આ અભ્યાસક્રમમાં સામેલ છે.

એફટીઆઈઆઈનાં દેશવ્યાપી ફિલ્મી શિક્ષણ માટે એસકેઆઈએફટી (ફિલ્મ અને ટેલીવિઝનનાં ક્ષેત્રમાં ભારતને કૌશલ્ય) અંતર્ગત આ અભ્યાસક્રમ સંચાલિત કરવામાં આવે છે. આ અંતર્ગત દેશભરનાં 37 મહાનગરોમાં 135 અલ્પકાલિન અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5800 તાલીમાર્થીઓ સામેલ થયાં હતાં.

આ અભ્યાસક્રમ તમામ માટે ઉપલબ્ધ છે અને આ માટે મહત્તમ ઉંમર નક્કી કરવામાં આવી નથી. અરજી કરવાની અંતિમ તારીખ 22 એપ્રિલ, 2019 છે. દિલ્હીની બહાર પસંદગીનાં ભાગીદારો માટે                         આવાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અભ્યાસક્રમ સંબંધિત વિગત વેબસાઇટ www.ftii.ac.in પર ઉપલબ્ધ છે.

 

NP/ GP                



(Release ID: 1570366) Visitor Counter : 277