ચૂંટણી આયોગ

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠક ભરવા માટે પેટાચૂંટણી યોજવાનો કાર્યક્રમ

પોસ્ટેડ ઓન: 15 MAR 2019 10:51AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 15-03-2019

 

ભારતીય ચૂંટણી પંચે ગુજરાતની રાજ્ય વિધાનસભામાં ખાલી પડેલી એક બેઠક ભરવા પેટાચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે.

ક્રમ

રાજ્ય

નંબર અને બેઠકનું નામ

1

ગુજરાત

77 - જામનગર ગ્રામીણ વિધાનસભાની બેઠક

 

તહેવારો, મતદારયાદી હવામાનની પરિસ્થિતિ વગેરે જેવા વિવિધ પરિબળો ધ્યાનમાં લીધા પછી પંચે આ વિધાનસભા બેઠક માટે લોકસભાની ચૂંટણી સાથે પેટાચૂંટણીઓ યોજવાનો નિર્ણય કર્યો છે, જેનો કાર્યક્રમ નીચે મુજબ છેઃ

ચૂંટણીનો કાર્યક્રમ

તારીખ

ગેઝેટ નોટિફિકેશન ઇશ્યૂ કરવાની તારીખ

28.03.2019 (ગુરુવાર)

ઉમેદવારની નોંધાવવાની છેલ્લી તારીખ

04.04.2019 (ગુરુવાર)

ઉમેદવારોની ચકાસણી માટે તારીખ

05.04.2019 (શુક્રવાર)

ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ

08.04.2019 (સોમવાર)

મતદાનની તારીખ

23.04.2019 (મંગળવાર)

મતગણતરીની તારીખ

23.05.2019 (ગુરુવાર)

ચૂંટણી પૂર્ણ થશે એ અગાઉની તારીખ

27.05.2019 (સોમવાર)

 

મતદારયાદી

જ્યાં પેટાચૂંટણીઓ યોજાવાની છે એ વિધાનસભા બેઠકોની મતદારયાદી લાયકાત ધરાવતી તારીખ 01.01.2019નાં સંદર્ભમાં સુધારવામાં આવી છે.

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVMs) અને વીવીપેટ

પંચે તમામ મતદાન મથકોમાં પેટાચૂંટણીઓમાં ઇવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. પર્યાપ્ત સંખ્યામાં ઇવીએમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે તથા આ મશીનોની મદદ સાથે સરળતાપૂર્વક ચૂંટણીઓ હાથ ધરવામાં આવે એ સુનિશ્ચિત કરવામાં આવે એવા તમામ પગલાં સુનિશ્ચિત કરવામાં આવ્યાં છે.

મતદારોની ઓળખ

અગાઉની રીતને સુસંગત પંચે નિર્ણય કર્યો છે કે, મતદારોની ઓળખ ચૂંટણીનાં સમયે ઉપર ઉલ્લેખિત પેટાચૂંટણીમાં ફરજિયાત કરવામાં આવશે. મતદાતાઓનાં ફોટો ઓળખપત્રો (ઇપીઆઇસી) મતદારોની ઓળખનો મુખ્ય પુરાવો બનશે. જોકે મતદાર પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવાથી વંચિત ન રહી જાય એ સુનિશ્ચિત કરવા જો તેમનું નામ મતદારયાદીમાં નહીં હોય તો કથિત પેટાચૂંટણીનાં સમયે મતદારોની ઓળખ માટે વધારાનાં દસ્તાવેજોને મંજૂરી આપવા અલગ સૂચના જાહેર કરવામાં આવશે.

આદર્શ આચારસંહિતા

આદર્શ આચારસંહિતા તાત્કાલિક અસર સાથે જિલ્લા(ઓ)માં અમલમાં આવી જશે, જેમાં પેટાચૂંટણીઓ યોજાવાની છે એ વિધાનસભા વિસ્તારોનો સંપૂર્ણ કે કોઈ પણ ભાગ સામેલ છે, જે 29 જૂન, 2017નાં રોજ પંચની સૂચના નંબર 437/6/INST/2016/CCSનાં ઇશ્યૂ દ્વારા આંશિક સુધારાને આધિન છે (જે પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે). આદર્શ આચારસંહિતા તમામ ઉમેદવારો, રાજકીય પક્ષો અને રાજ્ય સરકારોને લાગુ પડશે. આદર્શ આચારસંહિતા સંબંધિત રાજ્યો માટે કેન્દ્ર સરકારને પણ લાગુ પડશે.

NP/GP/RP                                                          


(રીલીઝ આઈડી: 1568883) મુલાકાતી સંખ્યા : 376
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Bengali