પ્રધાનમંત્રીનું કાર્યાલય

ડીડી ફ્રી ડિશ પર પોતાના રાજ્યની દૂરદર્શન ચેનલ મેળવવા બદલ પ્રધાનમંત્રીએ લોકોને અભિનંદન પાઠવ્યાં

प्रविष्टि तिथि: 09 MAR 2019 6:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડીડી ફ્રી ડિશ પર પ્રથમ વખત તેમની પોતાની દૂરદર્શન ચેનલ મળવા બદલ રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યાં હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “એ બાબત જાણીને આનંદ થાય છે કે પ્રસાર ભારતી ડીડી ફ્રી ડિશ થકી ભારતીય ઉપગ્રહ પ્રણાલી પર વધુ 11 રાજ્યો માટે ડીડી ચેનલો લાવી રહી છે. તેમાં પૂર્વોત્તર રાજ્યો માટેની પાંચ ચેનલોનો સમાવેશ થાય છે. આ બાબત પ્રાદેશિક સંસ્કૃતિઓને મજબૂત કરવામાં અને લોકોની આકાંક્ષાઓ પરીપૂર્ણ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

ડીડી ફ્રી ડિશ પર પ્રથમ વખત પોતાની દૂરદર્શન ચેનલ મેળવવા બદલ છત્તિસગઢ, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને ઉત્તરાખંડના લોકોને અભિનંદન!”


RP


(रिलीज़ आईडी: 1568455) आगंतुक पटल : 358
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil