પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ મંદિરમાં જનસભાને સંબોધિત કરી

Posted On: 08 MAR 2019 11:56AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજાઅર્ચના કરી હતી. તેમણે પ્રતિકાત્મક ભૂમિપૂજન કર્યા પછી કાશી વિશ્વનાથ મંદિરમાં એકત્ર જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કાશી વિશ્વનાથ ધામનાં પ્રોજેક્ટ સાથે જોડાવું તેમનાં માટે ખરેખર આશીર્વાદરૂપ છે. તેમણે સમર્પણ સાથે પોતાની કામગીરી કરવા બદલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓની પ્રશંસા કરી હતી. તેમણે મંદિરની આસપાસ મિલકત ધરાવતાં અને પ્રોજેક્ટ માટે એનું સંપાદન કરવાની મંજૂરી આપનાર લોકોનો આભાર માન્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, કાશી વિશ્વનાથનાં મંદિરે સદીઓથી અનેક ચડતીપડતી વચ્ચે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. તેમણે બે સદી અગાઉ કાશી વિશ્વનાથ મંદિર પર કામ કરનાર મહારાણી અહિલ્યાબાઈ હોલ્કરને યાદ કરીને તેમની પ્રશંસા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ત્યારથી સત્તામાં આવેલા લોકોએ આ મંદિરની આસપાસનાં સંપૂર્ણ ક્ષેત્ર વિશે વધારે વિચાર કર્યો નહોતો.

તેમણે જણાવ્યું હતું કે, કાશી વિશ્વનાથ મંદિરની નજીક આશરે 40 મંદિર છે, જેમાં અતિક્રમણ થયું હતું અને હવે તેઓ આ અતિક્રમણથી મુક્ત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, હવે કાશી વિશ્વનાથનું સંપૂર્ણ સંકુલ નવેસરથી આકાર લઈ રહ્યું છે, જેનાં પરિણામો દેખાઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, ગંગા નદી અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચે સીધું જોડાણ પણ સ્થાપિત થયું છે.

તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અન્ય જગ્યાઓમાં આવા જ અન્ય પ્રોજેક્ટ માટે મોડલ બનશે તથા કાશીને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ આપશે.

 

NP/J.Khunt/GP



(Release ID: 1568241) Visitor Counter : 160