મંત્રીમંડળ

મંત્રીમંડળે વ્યવસાયિક સુરક્ષા અને આરોગ્યના ક્ષેત્રમાં સહયોગ વધારવા અંગે ભારત અને જર્મની વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 07 MAR 2019 2:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે વ્યવસાયિક સુરક્ષા અને આરોગ્ય (ઓએસએચ)ના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત અને જર્મની વચ્ચેના સમજુતી કરારો (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે. આ એમઓયુનું 13 નવેમ્બર 2018ના રોજ નવીકરણ કરવામાં આવ્યું હતું.

ફાયદાઓ:

અત્યાર સુધી કરવામાં આવેલ આ જોડાણે આર્થિક પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં વ્યવસાયિક સુરક્ષા અને આરોગ્યના વિવિધ પાસાઓ અંગે આધુનિક તાલીમ ટેકનિકને અપનાવવામાં ઘણી મદદ કરી છે. આ એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા એસોસિયેશન (આઈએસએસએ)ના માધ્યમથી જર્મન સોશ્યલ એક્સીડેન્ટ ઈન્સ્યોરન્સ (ડીજીયુવી) ઓએસએચ પડકારોને કેવી રીતે પહોંચી વળવું, ખાસ કરીને બાંધકામાં અને ઉત્પાદન ક્ષેત્રની અંદર તે અંગેની માહિતી આપે છે. આ ઉપરાંત તે વિશાળ વર્ક ફોર્સને પણ તેમની સુરક્ષા અને આરોગ્યમાં સુધારો કરીને તેમજ વ્યવસાયિક ઈજાઓ અને રોગો અટકાવીને લાભ આપશે. આ જોડાણ વડે ભારત સરકારનાં શ્રમ મંત્રાલયની ટેકનિકલ પાંખ ડાયરેક્ટરેટ જનરલ ફેક્ટરી એડવાઈઝ સર્વિસ એન્ડ લેબર ઇન્સ્ટીટયુટ (DGFLSAI) અને ઓએસએચના ક્ષેત્રમાં ચીફ ઇન્સ્પેકટર ઑફ ફેક્ટરીઝ ઓફિસર્સ (સીઆઈએફ)ની ક્ષમતા નિર્માણમાં વધારો થવાની આશા છે. તે આગામી પડકારોને પહોંચી વળવા માટે નિરીક્ષણ વ્યવસ્થાને મજબુત બનાવે, ઓએસએચના ક્ષેત્રમાં અમલીકૃત સંશોધનને આગળ વધારવા માટે પ્રયોગશાળાઓનું આધુનિકીકરણ કરશે, ઓએસએચ માનાંકોનો વિકાસ કરશે તેમજ ભારતીય કાર્યકરોના કલ્યાણમાં વધારો કરવા માટે સુરક્ષા સંસ્કૃતિનો વિકાસ કરે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

NP/J.Khunt/GP/RP

 



(Release ID: 1568106) Visitor Counter : 179