મંત્રીમંડળ

મંત્રીમંડળે કેન્સર સંશોધન પહેલ અંગેના ભારત અને યૂકે વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 07 MAR 2019 2:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્સર સંશોધન પહેલ અંગેના ભારત અને યૂકે વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી કરાર પર તા. 14 નવેમ્બર 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

વિગતો:

ભારત – યૂકે કેન્સર સંશોધન પહેલ તબીબી સંશોધન, વસતિ વિષયક સંશોધન, નવી ટેકનોલોજી અને શરીર વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત અને યૂકેના અગ્રણી નિષ્ણાંતોને સાથે લઈને પરવડી શકે તેવું એક મંચ પર લાવી કેન્સરની સારવાર, નિવારણ અને ખર્ચ જેવા પડકારોની ઓળખ કરશે. આ પહેલ નવા સંશોધન જોડાણો વિક્સાવવા અને કેન્સર પરિણામો સામે નોંધપાત્ર પ્રગતિ સાધવા અસરકારક સંશોધન હાથ ધરવા માટે ભંડોળ પૂરું પાડશે.

ભંડોળની વ્યવસ્થાઃ

પાંચ વર્ષોમાં આ પહેલ માટે કુલ સંશોધન ભંડોળ 10 મિલિયન પાઉન્ડ (લગભગ 90 કરોડ રૂપિયા) રહેશે. આ ભંડોળમાં કેન્સર રિસર્ચ યૂકે (સીઆરયૂકે)નો હિસ્સો 5 મિલિયન પાઉન્ડ (લગભગ 45 કરોડ રૂપિયા) અને જૈવ પ્રૌદ્યોગિકી વિભાગનો હિસ્સો 5 મિલિયન પાઉન્ડ (લગભગ 45 કરોડ રૂપિયા) રહેશે. બંનેના ભંડોળ નાણાકીય વર્ષના પ્રારંભમાં પ્રવર્તનમાન દર મુજબ ગણાશે.

પ્રભાવઃ

કેન્સર પરિણામોમાં સુધારાના ઉદ્દેશ્ય સાથે પ્રૌદ્યોગિકી, બાયોમેડિકલ, ક્લિનીકલ તથા ફાર્માસ્યુટીકલ ઈનોવેશનમાં વૃદ્ધિ છતાં કેન્સર સારવારમાં વધતા ખર્ચને પૂર્ણ કરવામાં વિશ્વની ભાર નીચે દબાયેલી આરોગ્ય પ્રણાલી પૂર્ણ રીતે સજ્જ થઈ શકી નથી. ભારત યૂકે કેન્સર સંશોધન પહેલે શોધકર્તાઓ, વૈજ્ઞાનિકો, સ્વાસ્થ્ય સેવા સંગઠનો તથા સંસ્થાનોને એકબીજા સાથે જોડવામાં સહયોગ માટે રૂપરેખા તૈયાર કરી છે. જેથી કેન્સર સારવાર માટે ઉચ્ચ મૂલ્ય અને ઓછા ખર્ચવાળો બહુ વિષયક સંશોધન મંચ તૈયાર કરી શકાય. આ પહેલથી ડોક્ટરલ, પોસ્ટ ડોક્ટરલ સ્તરના સંશોધનકર્તાઓ અને પ્રારંભિકસ્તરના વૈજ્ઞાનિકોની સંખ્યા વધશે. આવા સંશોધનકર્તાઓ ન માત્ર અત્યાધૂનિક ટેકનોલોજીમાં પ્રશિક્ષિત કરવામાં આવશે પરંતુ તેમને જરૂરી નેતૃત્વ અને પરિયોજના પ્રબંધન કૌશલ્યમાં પણ પ્રશિક્ષિત કરવામાં આવશે. જેનાથી તેમને શૈક્ષણિક ક્ષેત્ર અને સંબંધિત બાયોફાર્મા ઉધ્યોગમાં નિશ્ચિત સમયગાળાના સંશોધન કાર્યો પ્રાપ્ત કરવામાં સહાયતા પ્રાપ્ત થશે.

પૂર્વભૂમિકા:

ભારત યૂકે કેન્સર સંશોધન પહેલ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ તથા કેન્સર રિસર્ચ યૂકે (સીઆરયૂકે)નો પાંચ વર્ષો સહયોગી દ્રિપક્ષીય સંશોધન કાર્યક્રમ છે. આ કાર્યક્રમ કેન્સરના પરવડી શકે તેવા દ્રષ્ટિકોણ પર કેન્દ્રિત રહેશે. પાંચ વર્ષમાં સીઆરયૂકે અને જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ બંને પાંચ-પાંચ મિલિયન પાઉન્ડ (લગભગ 45 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે અને સંભવિત સક્ષમ સહયોગી પાસેથી વધુ ભંડોળ મળી રહે તે માટે પ્રયાસ કરશે. ભારત યૂકે કેન્સર શોધ કાર્યક્રમની જાહેરાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલ, 2018ના રોજ યૂકે યાત્રા દરમિયાન બંને દેશના પ્રધાનમંત્રીઓ દ્વારા રજૂ કરાયેલા સંયુક્ત નિવેદનમાં કરી હતી. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે,

"બે ધમધમતા લોકશાહી દેશ તરીકે આપણે ઘનિષ્ઠ રીતે સાથે કામ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. આપણો ઉદ્દેશ સંમતિ ધરાવતાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, વિશ્વ શાંતિ અને સ્થિરતાનો છે. આ અનિશ્ચિત દુનિયામાં યુકે અને ભારતનું સાથે હોવું સારી બાબત માટેની શક્તિ સમાન છે આપણે આપણા અનુભવ અને જ્ઞાનનુ વિશ્વના પડકારોનો સામનો કરવા માટે આદાન-પ્રદાન કરી રહ્યા છીએ. ભારતનો બાયો ટેકનોલોજી વિભાગ અને કેન્સર રિસર્ચ યુકે (સીઆરયુકે) સાથે મળીને 10 મિલિયન પાઉન્ડનાં ખર્ચે (અંદાજે રૂ. 90 કરોડના) સંશોધન માટે પ્રયાસ કરશે, જેમાં ઓછા ખર્ચે કેન્સરની સારવારનાં અભિગમ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે."

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1567984) Visitor Counter : 165