મંત્રીમંડળ

મંત્રીમંડળે ફેમ ઇન્ડિયા યોજનાનાં બીજા તબક્કાને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 28 FEB 2019 10:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનાં ઉત્પાદન અને તેનાં વપરાશને ઝડપથી વધારવા માટે ફેમ ઇન્ડિયા યોજનાનાં બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે.

કુલ 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ ધરાવતી આ યોજના 1 એપ્રિલ, 2019થી ત્રણ વર્ષ માટે શરૂ કરવામાં આવશે. આ યોજના હાલની ફેમ ઇન્ડિયા વનનું સંવર્ધિત સંસ્કરણ છે. ફેમ ઇન્ડિયા વન યોજના 1લી એપ્રિલ, 2015થી લાગુ કરવામાં આવી હતી.

નાણાકીય અસરઃ

ફેમ ઇન્ડિયા યોજનાનો બીજો તબક્કો 2019-20 થી 2021-22 સુધી ત્રણ વર્ષ માટે લાગુ કરવામાં આવશે. આ માટે કુલ 10,000 કરોડ રૂપિયાની જરૂર પડશે.

અસરઃ

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ઇલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહનોનાં ઉપયોગને ઝડપથી પ્રોત્સાહન આપવાનો છે. આ માટે લોકોને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં શરૂઆતનાં સ્તરે પ્રોત્સાહન રકમ આપવા અને આ પ્રકારનાં વાહનોની ચાર્જિંગ માટે પર્યાપ્ત માળખાગત સુવિધા વિકસિત કરવાનો છે. આ યોજના પર્યાવરણમાં પ્રદૂષણ અને ઇંધણની સુરક્ષા જેવી સમસ્યાઓનું સમાધાન કરશે.

વિગતઃ

  • વીજળીથી ચાલતી જાહેર પરિવહન સેવાઓ પર ભાર.
  • ઇલેક્ટ્રિક બસોનાં સંચાલન પર થનાર ખર્ચ માટે માગ આધારિત પ્રોત્સાહન રકમનું મોડલ અપનાવવું, આ પ્રકારનાં ખર્ચ રાજ્ય અને શહેરી પરિવહન નિગમો દ્વારા કરવામાં આવશે.
  • જાહેર પરિવહન સેવાઓ અને વાણિજ્યિક ઉપયોગ માટે રજિસ્ટર્ડ 3 વૉટ અને 4 વૉટની સીરિઝ ધરાવતાં ઇલેક્ટ્રિક વાહનોનાં માટે પ્રોત્સાહન રકમ.
  • 2 વૉટ શ્રેણી ધરાવતાં ઇલેક્ટ્રિક વાહનોમાં મુખ્ય ધ્યાન ખાનગી વાહનો પર કેન્દ્રિત કરવું.
  • આ યોજના અંતર્ગત 2 વૉટ ધરાવતી બેટરી માટે 10 લાખ, 3 વૉટ ધરાવતી બેટરી માટે 5 લાખ, 4 વૉટ ધરાવતી બેટરી માટે 55,000 વાહન અને 7000 બસોની નાણાકીય પ્રોત્સાહન રકમ આપવાની યોજના છે.
  • નવીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન રકમનો લાભ ફક્ત એ વાહનોને જ આપવામાં આવશે, જેમાં અત્યાધુનિક લિથિયમ આયન કે આવી અન્ય ટેકનિક ધરાવતી બેટરીઓ લગાવવામાં આવી હોય.
  • યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોનાં ચાર્જિંગ માટે પર્યાપ્ત માળખાગત સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ છે. એ અંતર્ગત મહાનગરો, 10 લાખથી વધારે શહેરો, સ્માર્ટ શહેરો, નાના નગરો અને પર્વતીય રાજ્યોનાં શહેરોમાં ત્રણ કિલોમીટરનાં અંતરે 2700 ચાર્જિંગ સ્ટેશનો બનાવવાનો પ્રસ્તાવ છે.
  • મોટા શહેરોનો જોડતા મુખ્ય ધોરીમાર્ગો પર પણ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવાની યોજના છે.
  • આ પ્રકારના ધોરીમાર્ગો પર 25 કિલોમીટરનાં અંતરે બંને તરફ આ પ્રકારનાં ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવાની યોજના છે.

 

RP


(रिलीज़ आईडी: 1566905) आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Marathi , Bengali , Tamil , Kannada