મંત્રીમંડળ
મંત્રીમંડળે અનિયમિત ડિપોઝિટ યોજના વટહુકમ, 2019 પર પ્રતિબંધની ઘોષણને મંજૂરી આપી
Posted On:
19 FEB 2019 9:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અનિયમિત ડિપોઝિટ યોજના વટહુકમ, 2019 પર પ્રતિબંધની ઘોષણને પોતાની મંજૂરી આપી દીધી છે.
લાભ :
પ્રસ્તાવિત વટહુકમથી દેશમાં લાલચી સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ધનરાશિ જમા કરાવવા સાથે સંબંધિત મુશ્કેલીઓમાંથી ઝડપથી છૂટકારો મળી શકશે. આ પ્રકારનાં સંચાલકો અત્યારે નિયમન સંબંધિત ખામીઓ તથા કડક વહીવટી ઉપાયોનાં અભાવનો લાભ ઉઠાવી ગરીબ અને સીધાસાદા લોકોની આકરી મહેનતની કમાણી પચાવી પાડે છે. સંપૂર્ણપણે જોઈએ તો નિયમન ન થતી હોય એવી ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધ લગાવવા અને ગેરકાયદેસર રીતે રકમ એકત્ર કરવાનાં મામલે દંડ અને ધન પરત કરવા માટે પર્યાપ્ત જોગવાઈ થવાથી પીડિત લોકોને રાહત મળશે.
RP
(Release ID: 1565683)