મંત્રીમંડળ

મંત્રીમંડળે રાષ્ટ્રીય ઇલેક્ટ્રૉનિક્સ નીતિ 2019ને મંજૂરી આપી

Posted On: 19 FEB 2019 8:49PM by PIB Ahmedabad

નિર્ણય:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઇલેક્ટ્રૉનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત રાષ્ટ્રીય ઇલેક્ટ્રૉનિક્સ નીતિ 2019 (એનપીઈ 2019)ને પોતાની મંજૂરી આપી દીધી છે. આ નીતિમાં ચિપસેટો સહિત મહત્વપૂર્ણ ઘટકોને દેશમાં વિકસિત કરવાની ક્ષમતાને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક સ્તર પર પ્રતિસ્પર્ધા કરવા ઉદ્યોગ માટે જરૂરી અનુકૂળ વાતાવરણ ઊભું કરી ભારતને ઇલેક્ટ્રૉનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ ઉત્પાદન (ઈએસડીએમ)નાં એક વૈશ્વિક કેન્દ્ર સ્વરૂપે સ્થાપિત કરવાની કલ્પના કરવામાં આવી છે.

એનપીઈ 2019ની મુખ્ય બાબતો:

  1. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક ઈએસડીએમ ક્ષેત્ર માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં આવશે. ઈએસડીએમની સંપૂર્ણ મૂલ્ય શ્રેણીમાં સ્થાનિક ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે.
  2. મુખ્ય ઇલેક્ટ્રૉનિક ઘટકોનાં ઉત્પાદન માટે પ્રોત્સાહન અને મદદ આપવામાં આવશે.
  3. મોટી યોજનાઓ માટે પ્રોત્સાહનોને વિશેષ પેકેજ આપવામાં આવશે, જે અત્યંત  હાઈટેક છે અને જેમાં મોટા પાયે રોકાણની જરૂર છે તેમાં સેમિ કંડક્ટર સુવિધાઓ, ડિસ્પ્લે ફેબ્રિકેશન વગેરે સામેલ છે.
  4. નવા એકમોને પ્રોત્સાહન આપવા અને હાલનાં એકમોનાં વિસ્તરણ માટે ઉચિત યોજનાઓ અને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત વ્યવસ્થાઓ બનાવવામાં આવશે.
  5. ઇલેક્ટ્રૉનિક્સનાં દરેક પેટાક્ષેત્રોમાં ઉદ્યોગની આગેવાનીમાં સંશોધન અને વિકાસ તથા નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવશે, તેમાં મૂળભૂત કે પાયાનાં સ્તરે નવીનતા અને વિકસતા ટેકનોલોજી ક્ષેત્રો, જેમ કે 5જી, આઈઓટી/સેન્સર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), મશીન લર્નિંગ, વર્ચ્યુઅલ રિયલ્ટી (વીઆર), ડ્રોન, રોબોટિક્સ, એડિટિવ મેનુફેક્ચરિંગ, ફોટોનિક્સ, નેનો આધારિત ઉપકરણો વગેરે ક્ષેત્રમાં પ્રારંભિક તબક્કો ધરાવતાં સ્ટાર્ટઅપ પણ સામેલ છે.
  6. કુશળ શ્રમબળની ઉપલબ્ધતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ માટે પ્રોત્સાહન અને સહાયતા આપવામાં આવશે, તેમાં કામદારોનું કૌશલ્ય ફરી સુનિશ્ચિત કરવાની બાબત પણ સામેલ છે.
  7. ફેબલેસ ચિપ ડિઝાઇન ઉદ્યોગ, મેડિકલ ઇલેક્ટ્રૉનિક ઉપકરણ ઉદ્યોગ, ઓટોમોટિવ ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગ અને મોબિલિટી તથા વ્યૂહાત્મક ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગ માટે પાવર ઇલેક્ટ્રૉનિક્સ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
  • viii. ઈએસડીએમ ક્ષેત્રમાં આઈપી વિકાસ અને અધિગ્રહણને પ્રોત્સાહન આપવા માટે સોવેરિયન પેટેન્ટ ફંડ (એસપીએફ) રચવામાં આવશે.
  1. રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વ્યવસ્થાને શ્રેષ્ઠ બનાવવા માટે વિશ્વસનિય ઇલેક્ટ્રૉનિક્સ મૂલ્ય શ્રેણી સાથે સંબંધિત પહેલોને પ્રોત્સાહન આપવામાં આવશે.

પૃષ્ઠભૂમિ:

રાષ્ટ્રીય ઇલેક્ટ્રૉનિક્સ નીતિ 2012 (એનપીઈ 2012)નાં નેજા હેઠળ વિવિધ યોજનાઓ/કાર્યક્રમોનાં અમલીકરણથી એક સ્પર્ધાત્મક ભારતીય ઈએસડીએમ મૂલ્ય શ્રેણી સાથે સંબંધિત પાયો સફળતાપૂર્વક મજબૂત થયો છે. એનપીઈ 2019માં આ પાયાને વધુ મજબૂત કરવાની દરખાસ્ત રજૂ થઈ છે, જેથી દેશમાં ઈએસડીએમ ઉદ્યોગનાં વિકાસની ગતિમાં ઝડપ આવી શકે. રાષ્ટ્રીય ઇલેક્ટ્રૉનિક્સ નીતિ, 2019 (એનપીઈ 2019) એ રાષ્ટ્રીય ઇલેક્ટ્રૉનિક્સ નીતિ 2012 (એનપીઈ 2012)નું સ્થાન લીધું છે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંક:

અમલીકરણની વ્યૂહરચનાઃ આ નીતિમાં કલ્પના કર્યા મુજબ રોડમેપ અનુસાર દેશમાં ઈએસડીએમ ક્ષેત્રનાં વિકાસ માટે અનેક યોજનાઓ, પહેલો તથા ઉપાયોને વાસ્તવિક સ્વરૂપ આપવા માટેનો માર્ગ પ્રશસ્ત થશે.

લક્ષ્યાંકઃ વર્ષ 2025 સુધી 400 અબજ અમેરિકન ડોલર (લગભગ 26,00,000 કરોડ રૂપિયા)નો વેપાર પ્રાપ્ત કરવા માટે આર્થિક વિકાસ સાધવા ઈએસડીએમની સંપૂર્ણ મૂલ્ય શ્રેણીમાં સ્થાનિક ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમાં વર્ષ 2025 સુધી 190 અબજ અમેરિકન ડોલર (લગભગ 13,00,000 કરોડ રૂપિયા)નાં મૂલ્યનાં એક અબજ (100 કરોડ) મોબાઇલ હેન્ડસેટનું લક્ષિત ઉત્પાદન સામેલ હશે, તેમાં નિકાસ માટે 100 અબજ અમેરિકન ડોલર (લગભગ 7,00,000 કરોડ રૂપિયા) મૂલ્યનાં 600 મિલિયન (60 કરોડ) મોબાઇલ હેન્ડસેટોનું ઉત્પાદન કરવાનું પણ સામેલ છે.

મુખ્ય અસર:

એનપીઈ 2019નો અમલ કરવા સાથે સંબંધિત મંત્રાલયો/વિભાગોની સલાહથી દેશમાં ઈએસડીએમ ક્ષેત્રનાં વિકાસ માટે અનેક યોજનાઓ, પહેલો, પરિયોજનાઓ વગેરેને વાસ્તવિક સ્વરૂપ આપવાનો માર્ગ પ્રશસ્ત કરશે. એનાથી ભારતમાં રોકાણ અને ટેકનોલોજીનો પ્રવાહ સુનિશ્ચિત થશે, જેથી દેશમાં નિર્મિત ઇલેક્ટ્રૉનિક ઉત્પાદનોનાં વધારાનાં મૂલ્ય સંવર્ધન અને દેશમાં ઇલેક્ટ્રૉનિક્સ હાર્ડવેરનાં વધારે ઉત્પાદનની સાથે-સાથે તેનાં નિકાસનો માર્ગ પણ પ્રશસ્ત થશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન પણ થશે.

 

RP


(Release ID: 1565425) Visitor Counter : 396