મંત્રીમંડળ
મંત્રીમંડળે રેલવેમાં સંગઠિત ગ્રુપ ‘એ’ની 8 સવાઓની કેડર સમીક્ષા કરવા માટે મંજૂરી આપી
प्रविष्टि तिथि:
19 FEB 2019 8:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રેલવેમાં સંગઠિત જૂથ ‘એ’ની 8 સેવાઓની કેડર સમીક્ષા કરવા માટેની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ સેવાઓમાં ભારતીય રેલવે એકાઉન્ટ સેવા (આઈઆરએએસ), ભારતીય રેલવે કાર્મિક સેવા (આઈઆરપીએસ), ભારતીય રેલવે ટ્રાફિક સેવા (આઈઆરટીએસ), ભારતીય રેલવે એન્જીનીયરીંગ સેવા (આઈઆરએસઈ), ભારતીય રેલવે ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ સેવા (આઈઆરએસઈઈ), ભારતીય રેલવે મીકેનીકલ એન્જીનીયરીંગ સેવા (આઈઆરએસએમઈ), ભારતીય રેલવે સ્ટોર્સ સેવા (આઈઆરએસએસ), ભારતીય રેલવે સિગ્નલ એન્જીનીયરીંગ સેવા (આઈઆરએસએસઈ).
મંત્રીમંડળે આઈઆરપીએસ માટે એક કેડર સ્થાન સભ્ય (કર્મચારી)ના પદને સંવર્ગિત કરવા અને મહાનિદેશક (સિગ્નલ અને દૂરસંચાર), મહાનિદેશક (સ્ટોર્સ) અને મહાનિદેશક (સુરક્ષા)ના પદનું નામ બદલીને ક્રમશઃ સભ્ય (સિગ્નલ અને દૂરસંચાર), સભ્ય (સામગ્રી વ્યવસ્થાપન) અને મહાનિદેશક (સુરક્ષા) કરવા માટે મંજૂરી આપી દીધી છે.
આ કેડર સમીક્ષાની 2012થી રાહ જોવાઈ રહી હતી, આ પરિવર્તનથી સેવાઓના આશરે 900 અધિકારીઓ લાભાન્વિત થશે.
RP
(रिलीज़ आईडी: 1565368)
आगंतुक पटल : 199