પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે ઝારખંડની મુલાકાત લશે


હઝારીબાગ, દુમ્કા અને પલામુમાં મેડિકલ કોલેજોનું ઉદઘાટન કરશે

હઝારીબાગમાં આદિજાતિ અભ્યાસ કેન્દ્ર, આચાર્ય વિનોબા ભાવે વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કરશે

અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – આયુષ્માન ભારતનાં લાભાર્થીઓ સાથે વાત કરશે

Posted On: 16 FEB 2019 7:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 17 ફેબ્રુઆરીનાં રોજ ઝારખંડમાં હઝારીબાગ અને રાંચીની મુલાકાત લેશે. તેઓ સ્વાસ્થ્ય, શિક્ષણ, પાણીનો પુરવઠો અને સ્વચ્છતા સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પરિયોજનાઓથી ઝારખંડનાં આદિવાસીઓને લાભ થશે એવી અપેક્ષા છે.

પ્રધાનમંત્રી હઝારીબાગમાં નીચેનાં પ્રોજેક્ટનું લોકાર્પણ કરશેઃ

પ્રધાનમંત્રી હઝારીબાગ, દુમ્કા અને પલામુમાં ત્રણ મેડિકલ કોલેજના ભવનોનું ઉદઘાટન કરશે. તેઓ હઝારીબાગ, દુમ્કા, પલામુ અને જમશેદપુરમાં 500-500 બેડની ચાર હોસ્પિટલોનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી રામગઢ અને હઝારીબાગ જિલ્લાઓમાં ગ્રામીણ પાણી પુરવઠા સાથે સંબંધિત ચાર યોજનાઓનું ઉદઘાટન કરશે. તેઓ આ બંને જિલ્લાઓમાં ગ્રામીણ પાણી પુરવઠાની વધુ છ યોજનાઓ માટે તથા હઝારીબાગમાં પાણી પુરવઠાની શહેરી યોજનાનું શિલારોપાણ પણ કરશે.

પ્રધાનમંત્રી નમામી ગંગે પહેલ હેઠળ સાહિબગંજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મધુસુદન ઘાટનું ઉદઘાટન કરશે.

પ્રધાનમંત્રી રામગઢમાં વિમેન એન્જિનીયરિંગ કોલેજ ભવનનું પણ ઉદઘાટન કરશે.

પ્રધાનમંત્રી વંચિત જનજાતિય સમુદાયોનાં રહેણાક વિસ્તારોમાં પાણી પુરવઠા સાથે સંબંધિત યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રી હઝારીબાગમાં અદિજાતિ અભ્યાસ કેન્દ્ર, આચાર્ય વિનોબા ભાવે વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન પણ કરશે.

પ્રધાનમંત્રી ઇ-નામ હેઠળ મોબાઇલ ફોનથી ખરીદી કરવા ખેડૂતો માટે ડીબીટી યોજનાનાં શુભારંભનાં પ્રતિકરૂપે પસંદ કરેલા લાભાર્થીઓને ચેકનું વિતરણ કરશે.

પ્રધાનમંત્રી શાળાનાં બાળકોમાં પોષક દ્રવ્યનું સ્તર સુધારવા ગિફ્ટ મિલ્ક સ્કીમનાં પ્રારંબનાં પ્રતિકરૂપે પસંદ કરેલા શાળાનાં બાળકોને પેક કરેલા દૂધનું વિતરણ કરશે.

પ્રધાનમંત્રી રાંચીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારતનાં લાભાર્થીઓ સાથ વાત કરશે.

RP


(Release ID: 1564902) Visitor Counter : 187