મંત્રીમંડળ

ફિલ્મ પાયરસી અને કોપીરાઈટ ઉલ્લંઘનને રોકવું


મંત્રીમંડળે અનધિકૃત કેમકોર્ડીંગ અને ફિલ્મોની કોપી બનાવનારાઓ માટે ત્રણ વર્ષની જેલ અથવા 10 લાખ રૂપિયાનો દંડ અથવા બંનેને સંલગ્ન જોગવાઈઓ માટે સિનેમેટોગ્રાફ કાયદા, 1952માં સુધારાને મંજૂરી આપી

Posted On: 06 FEB 2019 9:39PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળે સિનેમેટોગ્રાફ અધિનિયમ, 1952માં સુધારો કરવા માટે સિનેમેટોગ્રાફ સુધારા અધિનિયમ, 2019ને પ્રસ્તુત કરવા માટેની માહિતી અને પ્રસારણ મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ અધિનિયમનો ઉદ્દેશ્ય અનધિકૃત કેમકોર્ડીંગ અને ફિલ્મોની નકલ કરવા સામે દંડાત્મક જોગવાઈઓનો સમાવેશ કરીને ફિલ્મ પાયરસીને રોકવાનો છે.

વિગતો:

ફિલ્મ પાયરસીને રોકવા માટે સુધારામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  • અનધિકૃત રેકોર્ડીંગને અટકાવવા માટે નવા વિભાગ 6એએનો ઉમેરો કરવો,

સિનેમેટોગ્રાફ અધિનિયમ, 1952ના વિભાગ 6એ બાદ નીચેના વિભાગોનો ઉમેરો કરવામાં આવશે.

6એએ: “અન્ય કોઈ લાગુ થયેલા કાયદા છતાં કોઈ વ્યક્તિને લેખકની લેખિત મંજૂરી વિના કોઈ દ્રશ્ય શ્રાવ્ય રેકોર્ડીંગ સાધનોના ઉપયોગ કરીને કોઈ ફિલ્મ અથવા તેના કોઈ ભાગને પ્રસારિત કરવા અથવા પ્રસારિત કરવાનો પ્રયાસ કરવાની કે પ્રસાર કરવામાં સહાયતા પૂરી પાડવાની મંજૂરી આપવામાં નથી આવતી.”

*અહી લેખકનો અર્થ સિનેમેટોગ્રાફ અધિનિયમ 1957ની કલમ 2 ઉપકલમ-ડીમાં આપવામાં આવેલી વ્યાખ્યા અનુસાર છે.

  • વિભાગ7માં સુધારાનો ઉદ્દેશ્ય વિભાગ 6એએની જોગવાઈઓના ઉલ્લંઘનની બાબતમાં દંડાત્મક જોગવાઈઓને રજૂ કરવાની છે: મુખ્ય કાયદાના વિભાગ 7માં ઉપવિભાગ-1 પછી નીચેનો ઉપવિભાગ (1એ) જોડવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ વિભાગ 6એએની જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે તો તેને ૩ વર્ષ સુધી જેલમાં અથવા તો 10 લાખ રૂપિયા સુધીના દંડ અથવા બંનેની સજા આપી શકાય તેમ છે.”

પ્રસ્તાવિત સુધારાથી ઉદ્યોગની આવકમાં વધારો થશે, રોજગારીનું નિર્માણ થશે, ભારતના રાષ્ટ્રીય આઈપી નીતિના મુખ્ય ઉદ્દેશ્યો પુરા થશે અને પાયરસી તેમજ ઓનલાઈન વિષયવસ્તુની કોપીરાઈટ ઉલ્લંઘનની બાબતમાં રાહત મળશે.

સમયની સાથે એક માધ્યમના રૂપમાં સિનેમા, તેની ટેકનોલોજી, તેના સાધનો અને ત્યાં સુધી કે પ્રેક્ષકોમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા છે. સમગ્ર દેશમાં ટીવી ચેનલો અને કેબલ નેટવર્કના વિસ્તૃતીકરણથી મીડિયા અને મનોરંજનના ક્ષેત્રમાં અનેક પરિવર્તનો થયા છે. નવી ડિજિટલ ટેકનોલોજીનું આગમન થયું છે અને ખાસ કરીને ઈન્ટરનેટ પર પાયરેટેડ ફિલ્મોના પ્રદર્શન વડે પાયરસીના જોખમો વધ્યા છે. તેનાથી ફિલ્મ ઉદ્યોગ અને સરકારને મહેસુલ અંગેનું મોટુ નુકસાન થાય છે.

ફિલ્મ ઉદ્યોગની લાંબા સમયથી માંગણી રહી હતી કે સરકાર કેમકોર્ડીંગ અને પાયરસીને રોકવા માટે કાયદામાં સુધારા અંગે વિચારણા કરે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19 જાન્યુઆરી 2019ના રોજ રાષ્ટ્રીય ભારતીય સિનેમા સંગ્રહાલયના ઉદઘાટન પ્રસંગે જાહેરાત કરી હતી કે કેમકોર્ડીંગ અને પાયરસીના દુષ્કર્મને રોકવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ત્રણ અઠવાડિયામાં કેન્દ્રીય મંત્રીમંડળ સામે વિચારણા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

 

J.Khunt/RP

 



(Release ID: 1563455) Visitor Counter : 345