નાણા મંત્રાલય

વર્ષ 2019-20ના વચગાળાના બજેટની મુખ્ય વિશેષતાઓ

Posted On: 01 FEB 2019 1:49PM by PIB Ahmedabad

 

આજે સંસદમાં કેન્દ્રીય નાણાં, કોર્પોરેટ બાબતો, રેલવે અને કોલસા વિભાગના મંત્રી શ્રી પિયૂષ ગોયલે રજૂ કરેલા અંદાજપત્રની રસપ્રદ બાબતો નીચે મુજબ છેઃ

 

નવી જાહેરાતો

ખેડૂતોઃ

  • પીએમ- કિસાન યોજના હેઠળ 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ખાતરીપૂર્વક રૂ. 6,000ની આવક પૂરી પાડવામાં આવશે.
  • નાણાંકિય વર્ષ 2019-20 માટે આ યોજનામાં રૂ. 75,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એમાં વર્ષ 2018-19ના સુધારેલા અંદાજ મુજબ રૂ.  20,000 કરોડનો ખર્ચ થશે.
  • રાષ્ટ્રીય ગોકુલ મિશન માટેનો ખર્ચ વધારીને રૂ.  750 કરોડ કરવામાં આવ્યો છે.
  • ગાયોની ઓલાદના જીનેટીક અપગ્રેડેશન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરવામાં આવશે.
  • દોઢ કરોડ માછીમારોના કલ્યાણ માટે નવા માછીમારી મંત્રાલયની રચના કરવામાં આવશે.
  • ખેડૂતોને પશુપાલન અને માછીમારીની પ્રવૃત્તિ માટે વ્યાજમાં 2 ટકાની રાહત અપાશે. જો સમયસર ચૂકવણી કરવામાં આવે તો વધારાની 3 ટકાની રાહત મળશે.
  • કુદરતી આફતને કારણે અપાતી વ્યાજની 2 ટકાની રાહત  હવે ધિરાણના પુનઃગઠનના સંપૂર્ણ ગાળા માટે પૂરી પાડવામાં આવશે.

શ્રમઃ

  • અસંગઠીત ક્ષેત્રના 10 કરોડ કામદારોને ફિક્સ માસિક પેન્શન આપવા માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના જાહેર કરવામાં આવી છે.
  • દર મહિને રૂ. 100/ 55 નો ફાળો આપવાથી આ યોજનામાં 60 વર્ષની ઉંમર પછી દર મહિને રૂ. 3,000નું પેન્શન મળશે.

આરોગ્યઃ

  • હરિયાણામાં 22મું એઈમ્સ સ્થાપવામાં આવશે.

 

મનરેગાઃ

  • બજેટરી અંદાજ મુજબ વર્ષ 2019-20માં મનરેગા માટે રૂ. 60,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

 

સીધા કરવેરાની દરખાસ્તોઃ

  • રૂ. 5 લાખ સુધીની આવકને આવક વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • 3 કરોડ જેટલા મધ્યમ વર્ગના કરદાતાઓને 23,000 કરોડથી વધુ કર રાહત મળશે.
  • સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 40,000 થી વધારીને રૂ. 50,000 કરવામાં આવ્યું છે.
  • બેંકો અને પોસ્ટ ઓફિસમાં મૂકાયેલી થાપણો પર થતા વ્યાજની કમાણી પર ટીડીએસ કપાતની મર્યાદા રૂ. 10,000 થી વધારીને રૂ. 40,000 કરવામાં આવી.
  • આવક વેરાના હાલના દર ચાલુ રહેશે
  • પોતાના કબજાવાળા બીજા મકાન પર અંદાજીત ભાડા પર લેવાતા વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે.

 

હાઉસિંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ આપવામાં આવશેઃ

  • ભાડા ઉપર લેવાતા વેરાની કપાત માટેની ટીડીએસ મર્યાદા રૂ. 1,80,000 થી વધારીને રૂ. 2,40,000 કરાઈ છે.
  • આવાસ તરીકે ઉપયોગમાં લેવાતા ઘરમાં કેપિટલ ગેઈન રોલઓવર કરવાનો લાભ બે મકાનો માટે રૂ. 2 કરોડ સુધીના કેપિટલ ગેઈન તરીકે આપવામાં આવશે.
  • આવક  વેરા કાયદાની કલમ-80 આઈબીએ હેઠળ પોસાય તેવી આવાસ યોજના માટેનો કર લાભ તા.31 માર્ચ, 2020 સુધી લંબાવવામાં આવ્યો છે.
  • નહીં વેચાયેલા મકાનો માટેના અનુમાનિત ભાડા માટેનો કરમુક્તિનો ગાળો એક વર્ષથી લંબાવીને બે વર્ષનો કરવામાં આવ્યો છે.

 

નાણાંકિય કાર્યક્રમઃ

  • નાણાંકિય વર્ષ 2019-20ની નાણાંકિય ખાધ 3.4 ટકા જેટલી અંદાજવામાં આવી છે.
  • નાણાંકિય વર્ષ 2020-21 સુધીમાં 3 ટકા નાણાંકિય ખાધનો લક્ષ્યાંક હાંસલ થશે.
  • 7 વર્ષ પહેલાં નાણાંકિય ખાધનો સુધારેલોઅંદાજ લગભગ 6 ટકા જેટલો હતો તેને નીચે લાવીને 3.4 ટકા કરાયો છે.
  • વર્ષ 2019-20ના અંદાજપત્રિય અનુમાન મુજબ કુલ ખર્ચ 13 ટકા વધીને રૂ. 27,84,200 કરોડ થશે.
  • નાણાંકિય વર્ષ 2019-20ના મૂડી ખર્ચનો અંદાજપત્રિય અનુમાનરૂ. 3,36,292 કરોડ રહેવાનો અંદાજ છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજીત યોજનાઓ (સીએસએસ)ની ફાળવણી વધારીને વર્ષ 2019-20 માટે રૂ. 3,27,679 કરોડના ખર્ચનું અંદાજપત્રિય અનુમાન.
  • નેશનલ એજ્યુકેશન મિશનમાં ફાળવણી આશરે 20 ટકા જેટલી વધારીને રૂ. 38,572 કરોડ અંદાજપત્રિય અનુમાન છે.
  • ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (આઈસીડીએસ) માટેની ફાળવણીમાં 18 ટકાથી વધુ વધારો કરીને રૂ. 87,584 કરોડનો ખર્ચ થવાનો અંદાજપત્રિય અનુમાન છે.

 

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની ફાળવણીમાં નોંધપાત્ર વધારોઃ

  • અનુસૂચિત જાતિઓ માટે વર્ષ 2018-19ના રૂ. 56,619 કરોડના અંદાજપત્રિય અનુમાનમાં 35.6 ટકાનો વધારો કરીને વર્ષ 2019-20 માટે રૂ. 76,801નું અદાજપત્રિય અનુમાન.
  • અનુસૂચિત જન જાતિઓ માટે વર્ષ 2018-19ના રૂ. 39,135 કરોડના અંદાજપત્રિય અનુમાનમાં 28 ટકાનો વધારો કરીને વર્ષ 2019-20 માટે રૂ. 50,086નું અદાજપત્રિય અનુમાન.
  • રૂ. 80,000 કરોડનો ડીસ-ઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે સરકારનો આત્મવિશ્વાસ.
  • હવે દેવાના એકીકરણ (consolidation) ની સાથે સાથે નાણાંકિય ખાધના એકીકરણ (consolidation) ના કાર્યક્રમ તરફ ધ્યાન કેન્દ્રિત કરાશે.

 

ગરીબો અને પછાત વર્ગોઃ

  • "દેશના સંસાધનો પર ગરીબોનો પ્રથમ હક્ક છે" - નાણાં પ્રધાન
  • ગરીબો માટે 10 ટકા અનામતની જોગવાઈને પહોંચી વળવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં 25 ટકા બેઠકોનો વધારો કરવામાં આવશે.
  • શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનો ભેદ નિવારવા માટે અને ગામડામાં જીવનની ગુણવત્તા સુધારવા માટે લક્ષિત ખર્ચ કરાશે.
  • માર્ચ 2019 સુધીમાં ઈચ્છા ધરાવતા તમામ પરિવારોને વિજળીના જોડાણ અપાશે.

 

ઉત્તર-પૂર્વ

  • વર્ષ 2018-19ના અંદાજપત્રિય ખર્ચની તુલનામાં 21 ટકાનો વધારો કરીને 2019-20માં અંદાજપત્રિય ખર્ચનું અનુમાનરૂ. 58,166 કરોડ કરવામાં આવ્યું છે.
  • અરૂણાચલ પ્રદેશને તાજેતરમાં જ દેશના એર મેપ હેઠળ મૂકવામાં આવ્યું છે.
  • મેઘાલય, ત્રિપૂરા અને મિઝોરમ સૌ પ્રથમ વખત ભારતના રેલવે મેપ હેઠળ મૂકાયું છે.
  • બ્રહ્મપુત્રા નદીમાં વહાણવટાની ક્ષમતા સુધારીને કન્ટેઈનર કાર્ગોની હેરફેર થશે.

 

દયનીય સ્થિતિમાં જીવતા વર્ગો

  • બાકી રહી ગયેલી નોમેડિક અને સેમી-નોમેડિક વર્ગોને ઓળખી કાઢવા માટે નીતિ આયોગ હેઠળ  કમિટીની રચના કરવામાં આવી.
  • સામાજીક ન્યાય મંત્રાલય હેઠળ ડી-નોટિફાઈડ નોમેડિક અને સેમી-નોમેડિક  જાતિઓના વિકાસ અને કલ્યાણ માટે નવું વેલફેર બોર્ડ

સંરક્ષણ

  • સૌ પ્રથમ વખત સંરક્ષણ બજેટ રૂ. 3,00,000 કરોડનો આંક વટાવી ગયુ.

 

રેલવેઃ

  • રેલવે તંત્ર માટે 2019-20ના બજેટમાં રૂ. 64,587 કરોડનો મૂડી સહયોગ પૂરો પાડવામાં આવશે.
  • એકંદર મૂડી ખર્ચ કાર્યક્રમ રૂ. 1,58,658 કરોડ થશે.
  • ઓપરેટીંગ ગુણોત્તર સુધરીને 98.4 ટકા સુધી લઈ જવાશે.

 

મનોરંજન ઉદ્યોગઃ

  • ભારતના ફિલ્મ નિર્માતાઓને સિંગલ વિન્ડો ક્લિયરન્સની તથા શૂટીંગમાં સગવડ મળશે.
  • નિયમોની જોગવાઈઓ મહદ્દ અંશે સેલ્ફ ડેકલેરેશન આધારિત રહેશે.
  • ફિલ્મોની પાયરસી રોકવા માટે સિનેમેટોગ્રાફ એક્ટમાં એન્ટી-કેમ્કોડીંગ જોગવાઈઓ ઉમેરવામાં આવશે.

 

એમએસએમઈ અને ટ્રેડર્સ

  • જીએસટીમાં રજીસ્ટર થયેલા એસએમઈને રૂ. 1 કરોડની વધારાની લોન માટે વ્યાજમાં 2 ટકાની રાહત આપવામાં આવશે.
  • સરકારી એકમો દ્વારા થતી 25 ટકા ખરીદીમાંથી ઓછામાં ઓછી 3 ટકા ખરીદી મહિલાઓની માલિકીના એસએમઈ પાસેથી કરવામાં આવશે.
  • આંતરિક વ્યાપાર ઉપર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ડીઆઈપીપીને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ નામ આપવામાં આવશે.

 

ડિજિટલ ગામડાંઓ

  • આગામી 5 વર્ષમાં સરકાર 1 લાખ ગામડાઓને ડિજિટલ ગામડાં બનાવશે.

 

અન્ય જાહેરાતો

  • નવું નેશનલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પોર્ટલ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નેશનલ પ્રોગ્રામને સહાય કરશે.

 

2014 થી 2019 સુધીની  સિદ્ધિઓ

અર્થતંત્રની સ્થિતિ

  • છેલ્લા 5 વર્ષમાં ભારત વૈશ્વિક અર્થતંત્રના ચમકતા સિતારા તરીકે સાર્વત્રિક ઓળખ પ્રાપ્ત કરી શક્યું છે.
  • 2014 થી 2019 દરમિયાન દેશ મેક્રો-ઈકોનોમિક સ્થિરતાના ઉત્તમ તબક્કાનું સાક્ષી બન્યું છેઃ નાણાં મંત્રી
  • ભારત 2013-14માં 11માંક્રમનું સૌથી મોટું અર્થતંત્ર હતું તે હવે દુનિયાનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે.
  • 1991 પછીની કોઈપણ સરકારની તુલનામાં ભારત 2014 થી 2019 દરમિયાન ઉંચો વાર્ષિક સરેરાશ જીડીપી વૃદ્ધિ દર ધરાવે છે.
  • ભારત સરકારે 2009 થી 2014 દરમિયાન કમરતોડ ફૂગાવાની કમર તોડી નાંખી છેઃ નાણાં મંત્રી
  • સરેરાશ ફૂગાવો ઘટીને 4.6 ટકા થયો છે, જે અન્ય કોઈપણ સરકારની તુલનામાં નીચો છે.
  • ડિસેમ્બર 2018માં ફૂગાવો માત્ર 2.19 ટકા હતો.
  • 7 વર્ષ અગાઉ નાણાંકિય ખાધ સુધારેલા અંદાજ મુજબ 6 ટકા હતી તે ઘટીને 3.4 ટકા સુધી પહોંચી છે.
  • 6 વર્ષ પહેલાં 5.6 ટકા જેટલા ઉંચા સ્તરની તુલનામાં સીએડી જીડીપીના માત્ર 2.5 ટકા રહેવાની સંભાવના છે.
  • ભારત મજબૂત રીતે પાટા પર આવ્યું છે અને વૃદ્ધિ અને સમૃદ્ધિની દિશામાં આગળ ધપી રહ્યું છેઃ નાણાં મંત્રી
  • ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે.
  • ફૂગાવાનો બે આંકડાનો દર અટકાવીને નાણાંકિય સમતુલા પુનઃ સ્થાપિત કરવામાં આવી છે.
  • સીધા વિદેશી મૂડી રોકાણની નીતિ ઉદાર બનાવીને મોટા ભાગનું સીધુ વિદેશી મૂડી રોકાણ ઓટોમેટિક રૂટથી આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

 

ખેડૂતોઃ

  • તમામ 22 પાક માટે ઓછામાં ઓછી 50 ટકા એમએસપીની ખાતરીઆપવામાં આવી છે.
  • છેલ્લા 5 વર્ષમાં વ્યાજની રાહત બમણી કરવામાં આવી છે.
  • સોઈલ હેલ્થ કાર્ડ, નીમ કોટેડ યુરિયા, ખેતી ક્ષેત્રે ગેમ ચેન્જર બન્યા છે.

 

શ્રમઃ

  • નોકરીઓની તકો વિસ્તરી છે. ઈપીએફઓનું સભ્યપદ વધીને 2 કરોડ થયું છે.
  • દરેક કેટેગરીના કામદાર માટે લઘુતમ આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં 42 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

 

ગરીબ અને પછાત વર્ગોઃ

  • શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ગરીબો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
  • સૌભાગ્ય યોજના હેઠળ દરેક પરિવારને વિજળીનું મફત જોડાણ આપવામાં આવશે.
  • અંદાજે 50 કરોડ લોકો માટે વિશ્વનો સૌથી મોટો હેલ્થ કેર પ્રોગ્રામઃ આયુષમાન ભારત.
  • અત્યંત પછાત 115 જીલ્લાઓના વિકાસ માટેનો કાર્યક્રમ
  • વર્ષ 2018-19 દરમિયાન ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે સસ્તુ અનાજ આપવા માટે રૂ. 1,70,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો.
  • ખાનગી ક્ષેત્રના સહયોગથી મિશન મોડમાં આવીને 146 કરોડ એલઈડી બલ્બ પૂરા પાડવામાં આવ્યા.
  • એલઈડી બલ્બના કારણે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોએ વિજળી બીલમાં વાર્ષિક રૂ. 50,000 કરોડની બચત કરી.
  • આયુષમાન ભારત યોજના હેઠળ 10 લાખ દર્દીઓએ સારવારનો લાભ લીધો.
  • વર્ષ 2014 થી અત્યાર સુધીમાં 21માંથી 14 એઈમ્સ કાર્યરત થઈ ગયા છે.
  • સરકારે પીએમજીએસવાય યોજના હેઠળ માર્ગ બાંધકામનું કામ ત્રણ ગણું કર્યું.
  • વર્ષ 2018-19માં રૂ. 15,500 કરોડના અંદાજપત્રિય અનુમાન સામે વર્ષ 2019-20માં રૂ. 19,000 કરોડના ખર્ચનું અંદાજપત્રિય અનુમાન.
  • વર્ષ 2014-18 દરમિયાનપીએમ આવાસ યોજના હેઠળ 1.53 કરોડ મકાનો બાંધવામાં આવ્યા.

 

મહિલા વિકાસ અને મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસઃ

  • ઉજ્જવલા યોજના હેઠળ 6 કરોડ ફ્રી એલપીજી જોડાણ આપવામાં આવ્યા. આવતા વર્ષ સુધીમાં 8 કરોડ જોડાણ અપાશે.
  • 70 ટકા મુદ્રા ધિરાણો મહિલાઓને અપાયા.
  • પ્રસૂતિકાળ દરમિયાનની રજા વધારીને 26 અઠવાડિયાની કરવામાં આવી.
  • પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ સગર્ભા મહિલાઓને નાણાંકિય સહાય.

 

યુવાનો

  • પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ 1 કરોડથી વધુ યુવાનોને તાલિમ આપવામાં આવી.
  • મુદ્રા, સ્ટેન્ડ-અપ અને સ્ટાર્ટ-અપ મારફતે સ્વરોજગારને વેગ અપાયો.

 

એમએસએમઈ અને વેપારીઓઃ

  • રૂ. 1 કરોડ સુધીનાં ધિરાણો 1 કલાકથી ઓછા સમયમાં મેળવી શકાશે.
  • ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસના કારણે 25 ટકાથી 28 ટકા જેટલી સરેરાશ બચત થઈ છે.

 

આવક વેરોઃ

  • પાંચ વર્ષમાં આવક વેરો લગભગ બમણો થયો છે. વર્ષ 2013-14માં આવક વેરો 6.38 લાખ કરોડ હતો તે આ વર્ષે અંદાજે રૂ. 12 લાખ કરોડ સુધી પહોંચી જશે.
  • કર વ્યાપમાં 80 ટકાની વૃદ્ધિ થઈ છે. રૂ. 3.79 કરોડથી રૂ. 6.85 કરોડ સુધી પહોંચી શકાયું છે.
  • કર વહિવટનું સરલીકરણ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 99.54 ટકા જેટલા આવક વેરા રિટર્ન ફાઈલ કરાયા હતા અને સ્વિકારવામાં આવ્યા હતા.
  • કરદાતાલક્ષી વલણ માટે ટેકનોલોજી પ્રચૂર પ્રોજેક્ટ મંજૂર કરાયા છે. બે વર્ષમાં 24 કલાકમાં રિટર્ન પ્રોસેસ કરવામાં આવ્યા છે અને સમાંતરપણે રિફંડ ઈસ્યુ કરવામાં આવ્યા છે.
  • મધ્યમ વર્ગને વહેલા લાભો આપવામાં આવ્યા.
  • કર મુક્તિની બેઝીક મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 2.5 લાખ કરવામાં આવી છે.
  • વેતન મેળવતા વર્ગ માટે રૂ. 40,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન રજૂ કરવામાં આવ્યું.
  • રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખ સુધીના ટેક્સ સ્લેબમાં કરનો દર 5 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે.
  • કલમ-80સી હેઠળ બચતની કપાત રૂ. 1 લાખથી વધારીને રૂ. 1.5 લાખ કરવામાં આવી છે.
  • પોતે કબજો ધરાવતા હોય તેવા નિવાસી અસ્કયામત માટે વ્યાજની કપાત રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી.

 

નાના બિઝનેસ અને સ્ટાર્ટઅપને અપાઈ ચૂકેલા ખાસ પ્રોત્સાહનોઃ

  • કોમ્પલાયન્સની એકંદર પ્રક્રિયા સરળ કરવામાં આવી.
  • બિઝનેસ માટેની પ્રિઝમટીવ કરવેરા મર્યાદા રૂ. 1 કરોડથી વધારીને રૂ. 2 કરોડ કરવામાં આવી.
  • સૌ પ્રથમ વાર પ્રિઝમટીવ ટેક્સેશનનો લાભ નાના પ્રોફેશનલ્સને આપવા માટેની મર્યાદા રૂ. 50 લાખ કરવામાં આવી.
  • ઓછી રોકડ ધરાવતા અર્થતંત્રને પ્રોત્સાહન માટે પ્રિઝમટીવ પ્રોફીટનો દર 8 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો.
  • અંદાજે 99 ટકા કંપનીઓ માટેનો કર દર 25 ટકા સુધી ઘટાડાયો.

 

જીએસટીઃ

  • જીએસટીને કારણે ભારત એક કોમન માર્કેટ બન્યુ.
  • જીએસટીના કારણે કરવેરાના વ્યાપ વધ્યો. કર એકત્ર થવાનું પ્રમાણ વધ્યું અને વેપાર આસાન બન્યો.
  • માલ- સામાનની આંતરરાજ્ય હેરફેર ઝડપી, વધુ કાર્યક્ષમ અને અવરોધમુક્ત બની.
  • પ્રજાની લાગણીને પ્રતિભાવ આપીને સંવેદનશીલતા દાખવી રોજબરોજના વપરાશની મોટાભાગની ચીજોમાં કરવેરાના દર ઝીરો ટકા અથવા 5 ટકાના ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા
  • વિવિધ બિઝનેસ અને સર્વિસ પ્રોવાઈડર્સને રાહત
  • નાના બિઝનેસને જીએસટીમાંથી મુક્તિ મર્યાદા બમણી કરાઈ એટલે કે રૂ. 20 લાખથી વધારીને રૂ. 40 લાખ કરવામાં આવી.
  • નાના બિઝનેસ કે જે રૂ. 1.5 કરોડનું ટર્ન ઓવર ધરાવતા હોય તેમને 1 ટકાનો ફ્લેટ રેટ ચૂકવીને વાર્ષિક એક રિટર્ન ભરવાની સગવડ આપવામાં આવી.
  • રૂ. 50 લાખ સુધીનું ટર્ન ઓવર ધરાવતા નાના સર્વિસ પ્રોવાઈડર્સ હવે કમ્પોઝીશન સ્કીમ પસંદ કરીને 18 ટકાના બદલે 6 ટકા જીએસટી ચૂકવી શકશે.
  • ટૂંક સમયમાં જીએસટીની ચૂકવણી કરતા 90 ટકા બિઝનેસને ત્રિમાસિક રિટર્ન ભરવાની છૂટ આપવામાં આવશે.
  • જીએસટીની આવકમાં પ્રોત્સાહક વધારો- આ વર્ષે જીએસટીની સરેરાશ માસિક આવક રૂ. 97,100 કરોડ રહી છે, જે પ્રથમ વર્ષે દર મહિને  રૂ. 89,700 કરોડની તુલનામાં વધારે છે.

 

ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધાઓ):

નાગરિક ઉડ્ડયન- ઉડાન યોજનાઃ

 

  • કાર્યરત એરપોર્ટની સંખ્યા 100નો આંક વટાવી ગઈ છે.
  • તાજેતરમાં સિક્કીમમાં પેકયાંગ ખાતે એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે.
  • 5 વર્ષમાં સ્થાનિક પેસેન્જર ટ્રાફિક બમણો થયો છે.

 

રસ્તાઓઃ

  • ભારતની ગણના દુનિયામાં સૌથી વધુ ઝડપથી ધોરીમાર્ગો વિકસાવનાર દેશ તરીકે થાય છે.
  • દરરોજ 27 કિ.મી. જેટલા ધોરીમાર્ગનું બાંધકામ કરવામાં આવે છે.
  • અટવાયેલા પ્રોજેક્ટ પૂરા કરવામાં આવ્યા છે. દિલ્હીની આસપાસ પેરિફરલ હાઈવેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત આસામ અને અરૂણાચલ પ્રદેશમાં બોગીબીલ રેઈલ કમ રોડ બ્રીજ પૂરો કરવામાં આવ્યો છે.

 

જળમાર્ગોઃ

  • ભારતના સાગરકાંઠે ફ્લેગશીપ સાગરમાલા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.
  • ભારતમાં સૌ પ્રથમ વખત કોલકતાથી વારાણસી સુધીના ઈનલેન્ડ વોટર વે મારફતે કન્ટેઈનર દ્વારા માલ સામાનની હેરફેર શરૂ કરવામાં આવી.

 

રેલવેઃ

  • રેલવેના ઈતિહાસમાં સૌથી સલામત વર્ષ
  • બ્રોડગેજ નેટવર્ક ઉપરથી તમામ માનવ રહિત ક્રોસિંગ દૂર કરવામાં આવ્યા.
  • ભારતમાં જ તૈયાર વિકસાવાયેલી અને ઉત્પાદન કરાયેલી સ્વદેશી સેમી-હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી.

 

જળવાયુ પરિવર્તનઃ

ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ

  • રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન મળશે.
  • કરાર આધારિત સૌ પ્રથમ ઈન્ટરનેશનલ, ઈન્ટર ગવર્નમેન્ટલ સંસ્થાનું વડુ મથક ભારતમાં શરૂ કરવામાં આવ્યું.
  • છેલ્લા 5 વર્ષમાં સૌર ઊર્જા ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા વધીને 10 ગણી થઈ.
  • આ ક્ષેત્રમાં લાખો લોકોને નવી રોજગારી મળી.

 

ડિજિટલ ઇન્ડિયા રિવોલ્યુશન

  • નાગરિકોને સર્વિસીસ આપવા માટે 3 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર હાલમાં અસ્તિત્વ ધરાવે છે.
  • મોબાઈલ ડેટાના ઉપયોગમાં ભારત હવે વિશ્વમાં અગ્ર સ્થાને છે.
  • મોબાઈલ ડેટાનો માસિક વપરાશ છેલ્લા 5 વર્ષમાં 50 ગણો વધ્યો છે.
  • મેક ઈન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ મોબાઈલનું ઉત્પાદન કરતી કંપનીઓની સંખ્યા 2 થી વધીને 268 થઈ અને એ દ્વારા નોકરીની જંગી તકો ઉભી થઈ.

 

જનધન-આધાર- મોબાઈલ (જેએએમ) અને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફરઃ

  • છેલ્લા 5 વર્ષમાં આશરે 34 કરોડ જનધન બેંક ખાતા ખૂલ્યા.
  • આધાર હવે સાર્વત્રિક રીતે અમલી બન્યું છે.
  • ગરીબો અને મધ્યમ વર્ગને સરકારી યોજનાઓના લાભ મળી રહે તે માટે વચેટિયાઓને નાબૂદ કરીને આ રકમ તેમના ખાતામાં સીધી જમા કરવાની યોજના અમલી બની.

 

કસ્ટમ્સ અને સરહદેથી વેપારઃ

  • 36 કેપિટલ ગુડ્ઝની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી.
  • આયાત અને નિકાસના વ્યવહારોનું ડીજીટાઈઝેશન કરવામાં આવ્યું.
  • આરએફઆઈડી ટેકનોલોજીને કારણે લોજીસ્ટીક વ્યવસ્થામાં સુધારો.

 

ભ્રષ્ટાચાર સામેનાં પગલાઃ

  • સરકારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના પગલાં લઈને પારદર્શકતાના નવા યુગમાં પ્રવેશ કર્યો છેઃ નાણાં મંત્રી
  • રેરા અને બેનામી વ્યવહાર (પ્રતિબંધ) ધારાને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શકતા આવી.
  • ધ ફ્યૂજિટિવઈકોનોમિક ઑફેન્ડર એક્ટ 2018ને કારણે આર્થિક ગૂનેગારોની મિલકતો જપ્ત કરવામાં આવી.
  • કોલસા અને સ્પેક્ટ્રમ જેવા કુદરતી સ્રોતો માટે સરકારે પારદર્શક હરાજી પદ્ધતિ અમલમાં મૂકી.

 

કાળા નાણાં વિરોધી ઝૂંબેશઃ

  • કાળાનાણાંનો કાયદો, ફ્યૂજિટિવ ક્રિમિનલ ઑફેન્ડર એક્ટ, નોટબંધી વગેરે દ્વારા રૂ. 1,30,000 કરોડની જાહેર નહીં કરવામાં આવેલી આવકને કરવેરાના માળખા હેઠળ લાવવામાં આવી.
  • રૂ. 6,900 કરોડની બેનામી અસ્કયામતો જપ્ત કરવામાં આવી.
  • સીધા કરવેરામાં 18 ટકાની વૃદ્ધિ થઈ.

 

બેંકીંગ સુધારા અને ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઈબીસી)

  • આઈબીસીને સંસ્થાકિય સ્વરૂપ આપીને રિઝોલ્યુશન ફ્રેન્ડલી વ્યવસ્થા ગોઠવવામાં આવી.
  • સરકારે "ફોન બેંકીંગ" ની સંસ્કૃતિ બંધ કરી દીધી- નાણાં મંત્રી
  • સરકારે 4R (recognition, resolution, recapitalization અને reforms) નો અભિગમ અમલમાં મૂક્યો.
  • સરકારે "ક્લિન બેંકીંગ" નો અભિગમ અમલમાં મૂક્યો.
  • સરકાર બેંકો અને ધિરાણ સંસ્થાઓના હિતમાં રૂ. 3 લાખ કરોડ જેટલી રકમ વસૂલ કરી શકી છે.
  • સરકારે જાહેર ક્ષેત્રની બેંકોના પુનઃ મૂડીકરણ માટે રૂ. 2.6 લાખ કરોડનું રોકાણ કર્યું છે.

 

સ્વચ્છતાઃ

  • ગાંધીજીની 150મી જન્મજયંતિ પ્રસંગે શ્રદ્ધાંજલિ માટે સરકારે "સ્વચ્છ ભારત મિશન" નો પ્રારંભ કર્યો.
  • સ્વચ્છ ભારત મિશનનું રાષ્ટ્રીયક્રાંતિમાં રૂપાંતર કરવા બદલ નાણાં પ્રધાને 130 કરોડ ભારતીયોનો આભાર માન્યો છે.
  • ભારત 98 ટકા રૂરલ સેનિટેશન કવરેજ પ્રાપ્ત કરી ચૂક્યું છે.
  • ભારતના 5.45 લાખ ગામો "ખૂલ્લામાં શૌચથી મુક્ત" જાહેર કરવામાં આવ્યા છે.

 

સંરક્ષણઃ

  • ઓઆરઓપીનું પૂરજોશથી અમલીકરણ થઈ રહ્યું છે. રૂ. 35,000 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
  • મિલિટ્રી પે સર્વિસમાં વધારો કરવામાં આવ્યો છે.

 

અન્ય સિદ્ધિઓઃ

  • સરકારે ઉંચી નૉન-પર્ફોર્મિંગ એસેટસ છૂપાવવાની સમસ્યારૂપ પ્રણાલિ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
  • સ્વચ્છ ભારત મિશનને વિશ્વના સૌથી મોટી વર્તણુંક પરિવર્તનની ચળવળ તરીકે ઓળખવામાં આવે છે.

 

વર્ષ 2019-20ના વચગાળાના બજેટના મુખ્ય સંદેશાઃ

  • આપણે 2022માં 'ન્યૂ ઇન્ડિયા' નું સપનું સાકાર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ.
  • શૌચાલય, પાણી અને વિજળીની તમામ લોકોને સાર્વત્રિક ઉપલબ્ધિ દ્વારા આપણે સ્વચ્છ અને તંદુરસ્ત ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ.
  • આપણે ખેડૂતોની આવક બમણી કરીશું.
  • મહિલાઓ અને યુવાનો પોતાનાં સપના સાકાર કરી શકે તે માટે પૂરતી તકો.
  • આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભ્રષ્ટાચાર અને સગાવાદથી મુક્ત ભારત.

 

આગામી દાયકા માટેનું વિઝનઃ

  • છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં વિકાસ અને વૃદ્ધિનો પાયો નંખાયો છે.
  • આગામી પાંચ વર્ષમાં ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે સજ્જ છે.
  • ત્યારપછીના 8 વર્ષમાં ભારત 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની મહેચ્છા ધરાવે છે.

 

2030ના ભારત અંગેના વિઝનના 10 વિવિધ પાસાઃ

ભારત આધુનિક ટેકનોલોજીને આધારે આગળ વધતું, ઉચ્ચ વૃદ્ધિ, સમાનતા અને પારદર્શકતા ધરાવતો સમાજ બનશે

  1. જીવન જીવવામાં આસાની માટે ભૌતિકની સાથે સાથે સામાજીક માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે.
  2. ડિજિટલ ઇન્ડિયાના નિર્માણ માટે યુવાનોની આગેવાની હેઠળ ડીજીટાઈઝ ગવર્નમેન્ટ પ્રોસેસનું નિર્માણ થશે.
  3. ઈલેક્ટ્રીક વાહનો અને રિન્યુએબલ ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરીને તથા પરિવહન ક્ષેત્રે ક્રાંતિ દ્વારા ભારતને પ્રદુષણ મુક્ત બનાવવામાં આવશે.
  4. મોટી સંખ્યામાં રોજગારીના નિર્માણ માટે આધુનિક ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામ ઔદ્યોગિકીકરણનો વ્યાપ વિસ્તારવામાં આવશે.
  5. સ્વચ્છ નદીઓ, તમામ ભારતિયોના પીવા માટેનું સુરક્ષિત પાણી અને માઈક્રો ઈરિગેશન દ્વારા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ.
  6. સાગરમાલા પ્રોજેક્ટના વિસ્તરણ ઉપરાંત સાગરકાંઠા તથા દરિયાના પાણી દ્વારા ભારતના વિકાસને વેગ આપવામાં આવશે.
  7. આપણાં સ્પેસ પ્રોગ્રામ માટેનો ઉદ્દેશ- ગગનયાન, વિશ્વ માટે ભારત સેટેલાઈટનું લોન્ચ-પેડ બન્યું છે અને 2022 સુધીમાં ભારતનો અવકાશયાત્રી અવકાશ ગમન કરશે.
  8. ભારતને અન્ન ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવીને વિશ્વના અનાજની જરૂરિયાતો નિકાસ દ્વારા પૂરી કરવામાં આવશે અને વ્યાપક ઓર્ગેનિક પદ્ધતિવડે અન્નનું ઉત્પાદન કરવામાં આવશે.
  9. આયુષમાન ભારત યોજના દ્વારા તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવામાં આવશે, મહિલાઓને સમાન અધિકારો મળે અને તેમની સલામતિ અને સશક્તિકરણ માટેની નિસ્બત આગળ ધપશે.
  10. ભારતનું મિનીમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ ધરાવતા રાષ્ટ્ર તરીકે રૂપાંતર કરાશે અને બ્યૂરોકસીને સક્રિય અને જવાબદાર બનાવવામાં આવશે.

 

J.Khunt/GP/RP



(Release ID: 1562383) Visitor Counter : 1139