નાણા મંત્રાલય

આગામી પાંચ વર્ષ દરમિયાન 1 લાખ ગામડાઓને ડીજીટલ બનાવવામાં આવશે

બેંકોના રાષ્ટ્રીયકરણની અડધી સદી પછી જેએએમ-ડીબીટીએ દુરોગામી પરિવર્તનો કર્યા છે

ગયા પાંચ વર્ષો દરમિયાન જનધન યોજના અંતર્ગત 34 કરોડ નવા બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા; આધારની પહોંચ સાર્વભૌમિક છે

વિદેશી ફિલ્મ નિર્માતાઓની જેમ જ ભારતીય ફિલ્મ નિર્માતાઓને પણ એકમાર્ગી ક્લીયરન્સ સુવિધા, પાયરસીને રોકવા માટે સિનેમેટોગ્રાફ અધિનિયમને સંશોધિત કરવામાં આવશે

Posted On: 01 FEB 2019 1:19PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-02-2019

 

ભારત હવે દુનિયામાં મોબાઈલ ડેટાનો સર્વાધિક ઉપયોગ કરનારો દેશ બની ગયો છે. સરકારનો ઉદ્દેશ્ય હવે તેના પ્રભાવને વધારીને છૂટી ગયેલા ક્ષેત્રો અને ગ્રામીણ ક્ષેત્રો સુધી પહોંચવાનો છે. કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો, રેલવે અને કોલસા મંત્રી શ્રી પીયુષ ગોયલે આજે સંસદમાં વચગાળાનું બજેટ 2019-20 રજૂ કરતા જણાવ્યું કે આગામી પાંચ વર્ષો દરમિયાન 1 લાખ ગામડાઓને ડીજીટલ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે જન સુવિધા કેન્દ્રો (સીએસસી)ના વિસ્તૃતિકરણના માધ્યમથી આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આવશે.

શ્રી પીયુષ ગોયલે કહ્યું કે “જન સુવિધા કેન્દ્ર ગામડામાં સંપર્કની સાથે સાથે પોતાની સેવાઓનો વિસ્તાર કરી રહ્યા છે અને ડીજીટલ માળખા પણ તૈયાર કરી રહ્યા છે, જેનાથી આપણા ગામડાઓ ડીજીટલ ગામડાઓમાં બદલાઈ રહ્યા છે.” તેમણે કહ્યું કે “૩ લાખથી વધુ જન સુવિધા કેન્દ્ર લગભગ 12 લાખ લોકોને રોજગાર પ્રદાન કરવાની સાથે સાથે નાગરિકને અનેક ડીજીટલ સેવાઓ પણ પ્રદાન કરી રહ્યા છે.”

નાણામંત્રીએ કહ્યું કે હવે દુનિયામાં ભારતમાં સૌથી સસ્તા મોબાઈલ ટેરીફ ઉપલબ્ધ છે, ભારત હવે દુનિયામાં મોબાઈલ ડેટાના ઉપયોગના મામલે વિશ્વમાં અગ્રણી છે.

“ગયા પાંચ વર્ષ દરમિયાન મોબાઈલ ડેટાના માસિક ઉપયોગમાં 50 ટકાની વૃદ્ધિ થઇ છે. ભારતમાં હવે ડેટા અને વોઈસ કોલ્સની કિંમત કદાચ વિશ્વમાં સૌથી ઓછી છે.

શ્રી પીયુષ ગોયલે કહ્યું કે ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત ભારત મોબાઈલ પાર્ટ્સની નિર્માતા કંપનીઓની સાથે નવી ઉંચાઈઓને સ્પર્શી રહ્યું છે. તેમણે કહ્યું કે “આજે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત મોબાઈલ અને મોબાઈલના પાર્ટ્સની નિર્માતા કંપનીઓની સંખ્યા 2થી વધીને 268થી વધુ થઇ ગઈ છે કે જે રોજગારીના અપાર અવસર પ્રદાન કરી રહી છે.

બેંકોના રાષ્ટ્રીયકરણ બાદ જેએએમ-ડીબીટીએ દૂરોગામી પરિવર્તનો કર્યા છે.

નાણામંત્રીએ જન ધન આધાર મોબાઈલ (જેએએમ) અને પ્રત્યક્ષ લાભ સ્થાનાંતરણના દુરોગામી પરિવર્તનોને દર્શાવ્યા.

શ્રી પીયુષ ગોયલે કહ્યું કે “બેંકોના રાષ્ટ્રીયકરણને 50 વર્ષ થઇ ચુક્યા છે પરંતુ દેશનો એક મોટો હિસ્સો આર્થિક મુખ્યધારાથી દૂર છે, તેમની ઔપચારિકતા બેન્કિંગ સુધી નથી પહોંચી. ગયા પાંચ વર્ષો દરમિયાન લગભગ 34 કરોડ જન ધન બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.”

નાણામંત્રીએ કહ્યું કે આધારે લાભાર્થીઓ સુધી સબસીડીની પહોંચને સુનિશ્ચિત કરી છે.

તેમણે કહ્યું કે “હવે આધારને સાર્વભૌમિક રૂપે કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આધારે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો સુધી સરકારી યોજનાઓના લાભને સીધા તેમના બેંક ખાતામાં પહોંચાડવાનું સુનિશ્ચિત કર્યું છે. તેનાથી વચેટીયાઓની ભૂમિકા પૂરી થઇ ગઈ છે.

ફિલ્મ શુટિંગ માટે ભારતીય ફિલ્મ નિર્માતાઓને પણ એક જગ્યાએથી ક્લીયરન્સની સુવિધા

ભારતનો મનોરંજન ઉદ્યોગ રોજગારીના અવસર પ્રદાન કરવાની બાબતમાં એક મુખ્ય ક્ષેત્ર છે. નાણા મંત્રીએ ભારતીય ફિલ્મ નિર્માતાઓને પણ એક જગ્યાએથી ક્લિયરન્સની સુવિધા આપવાની જાહેરાત કરી છે. શ્રી પીયુષ ગોયલે કહ્યું છે કે વિદેશી ફિલ્મ નિર્માતાઓને એક જ સ્થળેથી ક્લીયરન્સની સુવિધા મળે છે, હવે આ સુવિધા ભારતીય ફિલ્મ નિર્માતાઓને પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નાણામંત્રીએ પાયરસી રોકવા અને ફિલ્મ નિર્માણને સરળ બનાવવા માટે અનેક પગલાઓ લેવાની જાહેરાત કરી છે. નિયામક જોગવાઈ પોતાની જાહેરાત ઉપર આધારિત હશે, પાયરસીને નિયંત્રિત કરવા માટે અમે સિનેમેટોગ્રાફ અધિનિયમમાં સંશોધન કરીશું.

 

NP/J.KHUNT/GP                                                             



(Release ID: 1562261) Visitor Counter : 282