માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે કાર રેલીનું આયોજન કરશે
કાર રેલી દરમિયાન ‘માર્ગ સુરક્ષા’ અંગે જાગૃતિ પણ ફેલાવાશે
6 ફેબ્રુઆરી થી 8 ફેબ્રુઆરી દરમિયાન રેલી ગુજરાતમાંથી પસાર થશે
प्रविष्टि तिथि:
30 JAN 2019 1:43PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 30-01-2019
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના ભાગરૂપે એક કાર રેલીનું આયોજન કરી રહ્યું છે. આ રેલી ગાંધીજીના જીવન સાથે જોડાયેલા ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમારના સ્થળોમાંથી પસાર થશે. ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા સ્થળોને જોડવાની સાથે માર્ગ સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ પણ આ કાર રેલી દ્વારા કરવામાં આવશે.
આ કાર રેલી 4 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીના રાજઘાટથી શરૂ થશે. જે ભારતમાં સાબરમતી, પોરબંદર, દાંડી, યરવડા, સેવાગ્રામ, જબલપુર, લખનૌ, ગોરખપુર, ચૌરી ચૌરા, ચંપારણ શાંતિનિકેતન અને કોલકાતામાંથી પસાર થઈ બાંગ્લાદેશના ઢાકામાં પહોંચશે. કાર રેલી 24 ફેબ્રુઆરીના રોજ મ્યાનમાર યાંગૂનમાં સમાપ્ત થશે.
આ કાર રેલી 5 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવી પહોંચશે. 6 ફેબ્રુઆરીના રોજ સાબરમતી આશ્રમ ખાતે સવારની પ્રાર્થના બાદ રેલી પોરબંદર જવા નીકળશે. પોરબંદર ખાતે ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાત લેશે. 7 ફેબ્રુઆરીના રોજ કાર રેલી પોરબંદરથી ઘોઘા પહોંચશે. ઘોઘાથી આ રેલી રો-રો સર્વિસ મારફતે દહેજ અને ત્યાંથી ભરૂચ પહોંચશે. 8 ફેબ્રુઆરીના રોજ સવારે કાર રેલી ભરૂચથી દાંડી જવા નીકળશે અને ત્યાંથી પૂણે જવા રવાના થશે.
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1561952)
आगंतुक पटल : 296