પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે દાદરા અને નગર હવેલીની મુલાકાત લેશે


વિવિધ વિકાસ યોજનાઓનો શુભારંભ કરવામાં આવશે

Posted On: 18 JAN 2019 6:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 19મી જાન્યુઆરી, 2019ના રોજ દાદરા અને નગર હવેલીની રાજધાની સિલવાસાની મુલાકાત લેશે.

તેમની મુલાકાત દરમિયાન તેઓ દાદરા અને નગર હવેલીના સાયલી ખાતે મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે, પ્રધાનમંત્રી દમણ, દીવ તથા દાદર અને નગર હવેલીમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન દર્શાવતી તકતીઓનુ અનાવરણ પણ કરશે.

તેઓ એમ-આરોગ્ય (M-Arogya) એપ તથા દાદરા અને નગર હવેલીમાં ઘેર-ઘેરથી કચરો એકત્ર કરી તેને જુદો પાડવાની અને ઘન કચરાના પ્રસંસ્કરણની સુવિધાનુ ડિજિટલ પદ્ધતિથી ઉદઘાટન કરશે.

પ્રધાનમંત્રી કેન્દ્ર શાસિત પ્રદેશની સૂચના પ્રૌદ્યોગિકી નીતિનુ પણ વિમોચન કરશે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાં પ્રમાણપત્રો તથા વન અધિકાર પ્રમાણપત્રોનુ પણ વિતરણ કરશે.

સિલવાસામાં સાયલી ખાતે મેડિકલ કોલેજની સ્થાપનાથી એક બીજાની પડોશમાં આવેલા દાદરા અને નગર હવેલી તથા દિવ, બંને વિસ્તારોમાં ત્રીજા તબક્કાની આરોગ્ય સુવિધામાં સુધારો થશે. તેનાથી વિદ્યાર્થીઓને અને ખાસ કરીને આ કેન્દ્ર શાસિત પ્રદેશના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોને લાભ થશે. તેનાથી ડૉકટરોની ઉપલબ્ધિમાં સુધારો થશે તેમજ વિદ્યાર્થીઓ માટે તબીબી શિક્ષણની તકોમાં વધારો થશે. મેડિકલ અને પેરા મેડિકલ કોલેજના બાંધકામ માટે અને આવસ માટેના ભવન તેમજ મેડિકલ કોલેજ અને તેના છાત્રાલયનાં બાંધકામ માટે રૂ. 210 કરોડની રકમ નિર્ધારિત કરવામાં આવી છે.

 

RP



(Release ID: 1560576) Visitor Counter : 150