પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસનું ઉદઘાટન કર્યું, તેમણે જણાવ્યું કે, ગરીબો માટે સરકારનું વલણ; હેલ્થકેર સુવિધાઓનાં વિસ્તરણનું ધ્યાન કેન્દ્રિત કર્યું

Posted On: 17 JAN 2019 7:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં અત્યાધુનિક, સુપર-સ્પેશિયાલિટી પબ્લિક હોસ્પિટલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચનું ઉદઘાટન કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત, 78 મીટરની ઊંચાઈ, 1500 બેડની હોસ્પિટલ અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ છે, જેમાં એર એમ્બ્યુલન્સ સામેલ છે.

પ્રધાનમંત્રીએ હોસ્પિટલમાં સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વૈશ્વિક કક્ષાની હોસ્પિટલ સ્થાપિત કરવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, “સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ હોસ્પિટલ દેશમાં અન્ય સરકારી હોસ્પિટલો માટે આદર્શ પુરવાર થશે.

રૂ. 750 કરોડનાં ખર્ચે નિર્મિત 17 માળની હોસ્પિટલ વાજબી કિંમતે વૈશ્વિક કક્ષાની સેવાઓ પ્રદાન કરશે અને તે આયુષમાન ભારત સાથે જોડાયેલી છે. આ પ્રસંગે લોકોને સંબોધતા શ્રી મોદીએ આયુષમાન ભારતનાં મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, “આયુષમાન ભારતને કારણે નાનાં શહેરોમાં પણ નવી હોસ્પિટલની જરૂરિયાત વધી છે. નવી હોસ્પિટલો ઝડપથી ખુલી રહી છે, ડૉક્ટર અને પેરામેડિક સ્ટાફની માગ વધી છે, જેનાં પરિણામે હેલ્થકેર ક્ષેત્રમાં રોજગારીની ઘણી તકો ઊભી થઈ રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં દેશમાં હેલ્થકેર સુવિધાઓ અને તબીબી શિક્ષણમાં મોટું વિસ્તરણ જોવા મળ્યું છે, જે નાગરિકોની હેલ્થકેરની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ બનશે.

ગરીબો માટેની ચિંતા અને તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાની વાત પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સરકાર ગરીબો સાથે છે અને તેમનાં માટે તેમની પ્રાથમિકતા હેલ્થકેર સેવાઓનાં વિસ્તરણમાં અને પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના હેઠળ ઓછી કિંમતે જેનેરિક દવાઓની જોગવાઈનાં વધારામાં પ્રતિબિંબિત થાય છે. દેશભરમાં આશરે 5000 પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો સ્થાપિત થયા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકાર માટે તમામ માટે સમાન તકો માટે કટિબદ્ધ છે અને સાધારણ વર્ગનાં ગરીબો માટે 10 ટકા અનામત આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉદ્દેશ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકોની સંખ્યામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમણે ગુજરાત રાજ્યમાં 10 ટકા અનામત પ્રદાન કરવાનાં નિર્ણયનો સૌપ્રથમ અમલ કરવા બદલ રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ હળવી શૈલીમાં કહ્યું હતું કે, આ નવા વર્ષમાં એમની પ્રથમ મુલાકાત છે અને જ્યારે તહેવારની સિઝન ચાલી રહી છે, ત્યારે અમદાવાદનાં લોકો માટે મોટી હેલ્થકેર સુવિધાઓ સમર્પિત કરવાનો સૌથી ઉચિત સમય છે. તેમણે ઉમેર્યું હતુ કે, દેશમાં જુજ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રકારની વૈશ્વિક કક્ષાની હેલ્થકેર સુવિધાઓ ઊભી કરવા આગળ આવી છે. પ્રધાનમંત્રીએ અમદાવાદનાં મેયર તરીકે સરદાર પટેલની ભૂમિકાની પ્રશંસા કરી હતી, જેમણે શહેરમાં આરોગ્ય, સ્વચ્છતા અને સાફસફાઈ માટે અભિયાન ચલાવીને ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં તેમનાં સંબોધનનાં સમાપનમાં જણાવ્યું હતું કે, તમામ માટે સમાન અવસરો ઊભી કરવા અને વિકાસ માટે સરકારની કટિબદ્ધતા જાળવવાનો નવા ભારત માટેનો ભવિષ્યનો માર્ગ છે સૌનો સાથ, સૌનો વિકાસ.

 

RP



(Release ID: 1560424) Visitor Counter : 261