પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મુખ્ય કાર્યક્રમ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું

આજથી અન્ય એક મુખ્ય આકર્ષણ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 આવતીકાલથી ગાંધીનગરમાં શરૂ થશે

પ્રધાનમંત્રી ગુજરાતમાં રોકાણને પ્રોત્સાહન આપવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના નવમા સંસ્કરણનું ઉદઘાટન કરશે

Posted On: 17 JAN 2019 3:31PM by PIB Ahmedabad

વાઇબ્રન્ટ ગુજરાત સમિતના નવમાં સંસ્કરણ ગાંધીનગરમાં મહાત્મા મંદિર એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટરમાં શરૂ થવાની તડામા તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં રોકાણને વેગ આપવા માટે સમિટનાં ઉદઘાટન સત્રને સંબોધિત કરશે.

18 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે  પ્રધાનમંત્રીએ એક્ઝિબિશન સેન્ટરમાં ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વિવિધ પેવેલિયનની મુલાકાત લીધી હતી અને ઇસરો, ડીઆરડીઓ, ખાદી વગેરેનાં સ્ટોલમાં ખૂબ રસ દાખવ્યો હતો. જેમાં તેમનું મેક ઇન ઇન્ડિયા વિઝન પ્રસ્તુત થયુ હતુ. આ થીમ પેવેલિયનની ટેગલાઇન ઉચિત હતી – ચરખાથી ચંદ્રાયાન સુધી’. તેમની સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતાં. 2,00,000 ચો.મી.માં ફેલાયેલા આ ટ્રેડ શોમાં 25 થી વધારે ઔદ્યોગિક અને વ્યાવસાયિક ક્ષેત્રોએ પોતાના વિચારો, ઉત્પાદનો અને ડિઝાઈનનું એક છત નીચે પ્રદર્શન કર્યું છે.

સમિટની સાથે શ્રેણીબદ્ધ ઇવેન્ટ અને કાર્યક્રમોનું આયોજન થયું છે. આજનું મુખ્ય આકર્ષણ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2019 છે, જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી મોદી આજે સાંજે કરશે. આ પ્રસંગે વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મેસ્કોટ પણ જાહેર કરશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2019 ભારતની આ પ્રકારની સૌથી પહેલી ઇવેન્ટ છે અને શહેરનાં ઉદ્યોગસાહસિકોને તેમનાં ઉત્પાદનો દર્શાવવાની તક પૂરી પાડે છે.

વાઇબ્રન્ટ ગુજરાતનાં ભાગરૂપે આયોજિત મુખ્ય કાર્યક્રમો ઉપરાંત સમિટના 9માં સંસ્કરણમાં વિવિધ પ્રકારની જાણકારી વહેંચવાનો ઉદ્દેશ ધરાવતા સંપૂર્ણપણે નવા ફોરમનો પ્રારંભ થશે અને સહભાગીઓ વચ્ચે નેટવર્કિંગનું સ્તર વધશે.

પૃષ્ઠભૂમિ:

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત વર્ષ 2003માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી, જેઓ એ સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા અને તેમનો હેતુ ગુજરાતને ભારતમાં મનપસંદ રોકાણ સ્થળ બનાવવાનો હતો. આ સમિટ આંતરરાષ્ટ્રીય સામાજિક-આર્થિક વિકાસ, જાણકારીની વહેંચણી અને અસરકારક ભાગીદારી ઘડવાના એજન્ડા અંગે મનોમંથન કરવા માટે મંચ પૂરું પાડશે.

આ બાબતો વાઇબ્રન્ટ ગુજરાત 2019ની મુખ્ય વિશેષતાઓમાં સામેલ છે -

  1. ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સ (STEM) ક્ષેત્રે, શિક્ષણ અને અભ્યાસ માટેની તકો પર રાઉન્ડટેબલ. જેમાં પ્રસિદ્ધ શિક્ષાવિદો અને મુખ્ય નીતિનિર્માતાઓ ભારતમાં STEM શિક્ષણ અને સંશોધનમાં તકો માટેની યોજના તૈયાર કરશે.
  2. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સ (STEM) પર આંતરરાષ્ટ્રીય પરિષદ.
  3. ભવિષ્યની ટેકનોલોજીઓ અને અંતરિક્ષ સંશોધન પર પ્રદર્શન, જે અંતરિક્ષમાં પ્રવાસનાં ભવિષ્યનું વિઝનપુરૂં પાડશે.
  4. ભારતને એશિયાનું ટ્રાન્સ-શિપમેન્ટ કેન્દ્ર બનાવવા બંદર સંચાલિત વિકાસ અને વ્યૂહરચનાઓ પર સેમિનાર.
  5. મેક ઈન ઈન્ડીયા કાર્યક્રમની સફળ ગાથાઓ દર્શાવવા તેમજ સરકાર દ્વારા મહત્વના પગલાઓ રજૂ કરવા મેક ઈન ઈન્ડીયા સેમિનાર.
  6. ગુજરાતમાં સંરક્ષણ અને એરોનોટિક્સમાં રહેલી તકો વિશે સહભાગીઓને જાણકારી આપવા સંરક્ષણ અને એરોસ્પેસ ઉદ્યોગમાં રહેલી તકો પર સેમિનાર તથા સંરક્ષણ અને એરોનોટિક્સ માટેનાં ઉત્પાદન કેન્દ્ર તરીકે ગુજરાત અને ભારત માટે ભવિષ્યનાં માર્ગ પર ચર્ચાવિચારણા.

વર્ષ 2003માં શરૂઆતથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની સમિટ યોજવા માટે અન્ય કેટલાક રાજ્યો આગળ આવે એ માટે પ્રેરક ભૂમિકા ભજવી છે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1560349) Visitor Counter : 441