પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદીને સૌપ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં

Posted On: 14 JAN 2019 2:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે નવી દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત આવાસ પર સૌપ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ત્રણ આધારરેખા પીપલ, પ્રોફિટ અને પ્લેનેટ પર કેન્દ્રિત છે. આ પુરસ્કાર દર વર્ષે દેશનાં કોઈ એક નેતાને એનાયત કરવામાં આવે છે.

આ પુરસ્કારનાં પ્રશસ્તિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રી નરેન્દ્ર મોદી દેશના ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે પસંદ કરવામાં આવ્યાં છે. દેશ માટે અથાક ઊર્જાની સાથે એમની નિઃસ્વાર્થ સેવાનાં કારણે દેશે શ્રેષ્ઠ આર્થિક, સામાજિક અને ટેકનોલોજીકલ વિકાસ પ્રાપ્ત કર્યો છે, શ્રી મોદીનાં નેતૃત્વમાં ભારતની ઓળખ હવે નવીનતા અને મૂલ્ય સંવર્ધિત ઉત્પાદન કેન્દ્ર (મેક ઇન ઇન્ડિયા)ની સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ જેવી વ્યાવસાયિક સેવાઓનાં કેન્દ્ર સ્વરૂપે થઈ છે.

પ્રશસ્તિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, તેમનાં દૂરદર્શી નેતૃત્વને કારણે સામાજિક લાભ અને નાણાકીય સમાવેશન માટે વિશિષ્ટ ઓળખ સંખ્યા, આધાર સહિત ડિજિટલ ક્રાંતિ (ડિજિટલ ઇન્ડિયા) થઈ શકી. તેનાથી ઉદ્યોગસાહસિકતા, વેપારી સુગમતા અને દેશ માટે 21મી સદીનો માળખાગત વિકાસ કરવામાં મદદ મળી છે.

તેમાં મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત જેવી પહેલોની ચર્ચા કરવામાં આવી છે, જેથી ભારત સમગ્ર દુનિયામાં સૌથી વધુ આકર્ષક ઉત્પાદન અને વેપારનાં કેન્દ્ર સ્વરૂપે બહાર આવ્યો છે.

પ્રોફેસર ફિલિપ કોટલર નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી, કેલોગ સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાં માર્કેટિંગ માટે જગપ્રસિદ્ધ પ્રોફેસર છે. બિમારીનાં કારણે પ્રોફેસર કોટલરે અમેરિકાની જ્યોર્જિયામાં ઇમોરી યુનિવર્સિટીનાં ડૉ. જગદીશ શેઠને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પુરસ્કાર એનાયત કરવા માટે મોકલ્યાં હતાં.

 

RP



(Release ID: 1559968) Visitor Counter : 174