પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી સામૂહિક ઈ-ગૃહપ્રવેશનાં સાક્ષી બન્યાં, ઝારખંડનાં પલામૂમાં વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો

Posted On: 05 JAN 2019 1:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડનાં પલામૂનો પ્રવાસ કર્યો હતો.

તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 25,000 લાભાર્થીઓનાં ઇ-ગૃહપ્રવેશનાં સાક્ષી પણ બન્યાં હતાં.

તેમણે ઉત્તર કોયલ (મંડલ બંધ) યોજનાનાં પુનરોદ્ધાર, કન્હાર સોન પાઇપલાઇન સિંચાઈ યોજના, વિવિધ સિંચાઈ વ્યવસ્થાઓ અને તેની સાથે સંબંધિત પુરવઠા લાઇનોને મજબૂત કરવાની યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ યોજનાઓ કુલ રૂ. 3,500 કરોડની છે.

આ પ્રસંગે એક જનસભાને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ યોજનાઓ સિંચાઈનાં ખર્ચમાં ઘટાડો કરીને ખેડૂતોની આવક વધારવાની દિશામાં સરકારનાં પ્રયાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઉત્તરી કોયલ (મંડલ બંધ) યોજનાં લગભગ 47 વર્ષોથી અધૂરી છે, આ વિસ્તારનાં ખેડૂતો પ્રત્યે આ એક પ્રકારની ગુનાહિત બેદરકારી છે. પ્રધાનમંત્રીએ ખેડૂતો સમક્ષ આગામી સમસ્યાઓનું સમાધાન કરવા માટે એક પ્રામાણિક પ્રયાસ કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દાયકાઓથી અટકી ગયેલી 99 મોટી સિંચાઈ યોજનાઓ લગભગ 90,000 કરોડ રૂપિયાનાં ખર્ચે ફરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે, કેન્દ્ર સરકારે ખેડૂતોને અન્નદાતાગણવાને બદલે વ્યવહારિક દ્રષ્ટિ સાથે તેમનાં વિકાસની દિશામાં દ્રઢતા સાથે કામ કરી રહી છે, સરકાર ખેતી અને ખેડૂતો માટે એક નવા વિચાર સાથે કામ કરીને કૃષિ સાથે સંબંધિત સમસ્યાઓનું મૂળભૂત સ્વરૂપે સમાધાન કરવાનો પ્રયાસ પણ કરી રહી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આપવામાં આવી રહેલાં 25,000 મકાનોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ વર્ષ 2022 સુધી તમામ માટે મકાન પ્રદાન કરવાનો છે. પ્રધાનમંત્રીએ આ યોજનાની વિસ્તૃત જાણકારી આપીને જણાવ્યું હતું કે, આ યોજના અગાઉ શરૂ કરેલી અન્ય કોઈ પણ પ્રકારની યોજનાઓથી કેવી રીતે અલગ છે, હવે લાભાર્થીઓની પસંદગી વધારે પારદર્શક રીતે કરવામાં આવે છે અને લાભાર્થીઓની પસંદગી પછી ઓનલાઇન રજિસ્ટ્રેશન, લાભાર્થીનાં બેંક ખાતાની ખરાઈ કરીને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ કરવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા ઘરોની ગુણવત્તા પર નજર રાખવા માટે એક નવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. એમાં ફોટોગ્રાફી અને જમીનનું ટેગિંગ સામેલ છે. તેમણે કહ્યું હતું કે, હાલ પ્રદાન કરવામાં આવેલા મકાનોમાં વીજળી, ભોજન બનાવવા માટે ગેસનું કનેક્શન અને શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ છે, આ મકાનોની વૈકલ્પિક ડિઝાઇન પણ ઉપલબ્ધ છે અને મકાનોનો વિસ્તાર પણ વધારવામાં આવ્યો છે. ઘરનાં નિર્માણમાં સ્થાનિક સામગ્રીઓનો ઉપયોગ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે, નિર્માણની ગતિમાં ઝડપ લાવીને લગભગ 1.25 કરોડ ઘર પાંચ વર્ષથી ઓછા સમયમાં બનાવવામાં આવ્યાં છે, એક ઘરનું નિર્માણ કરવાનાં સરેરાશ સમયમાં પણ ઘટાડો થયો છે અને હવે આ મકાનનું નિર્માણ 18 મહિનાને બદલે 12 મહિનામાં થાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ માટે હવે લાભાર્થીઓનાં ખાતામાં ચાર હપ્તા સ્વરૂપે 1.25 લાખ રૂપિયા સરળતાપૂર્વક જમા થઈ જાય છે, આ અગાઉ આ રકમ ફક્ત 70,000 રૂપિયા હતી, ગરીબોનો સંપૂર્ણ સશક્તિકરણની દિશામાં મકાન એક સાધન બની રહ્યું છે, આઝાદી પછી પહેલી વાર સરકાર હવે મધ્યમ વર્ગનાં મકાનની જરૂરિયાતો વિશે પણ વિચાર કરી રહી છે તથા તેમને નાણાકીય સહાયતાની સાથે-સાથે વ્યાજ પર પણ રાહત આપવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રણ મહિના અગાઉ ઝારખંડથી શરૂ થયેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અત્યારે લાખો ગરીબોને ચિકિત્સા સહાયતા પ્રદાન કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સૌપ્રથમ 100 દિવસોમાં છ લાખથી વધારે લોકોને તેનાથી લાભ થયો છે અને અત્યારે દરરોજ લગભગ 10,000 વ્યક્તિ તેનો લાભ મેળવી રહ્યાં છે.

 

RP



(Release ID: 1558775) Visitor Counter : 368