પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મોરેહમાં સંકલિત ચેક પોસ્ટ અને ઇમ્ફાલમાં વિવિધ માળખાગત પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

Posted On: 04 JAN 2019 2:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇમ્ફાલની મુલાકાત લીધી હતી. એક વિશાળ જનસભામાં તેમણે મોરેહમાં સંકલિત ચેક પોસ્ટનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સેવોમબંગમાં દોલાઇથાબી બેરેજ પ્રોજેક્ટ, એફસીઆઈ ફૂટ સ્ટોરેજ તથા પાણી પુરવઠા અને પ્રવાસન સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું  હતું.

તેમણે દેશને 400 કેવી ડબલ સર્કિટ સિલ્ચર-ઇમ્ફાલ લાઇન અર્પણ કરી હતી.

તેમણે સ્પોર્ટ્સ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જનમેદનીને સંબોધન કરતાં બહાદુર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, ખાસ કરીને મણિપુરની મહિલા સ્વતંત્રતા સેનાનીઓને. તેમણે એ વાત યાદ અપાવી હતી કે, અવિભાજીત ભારતની વચગાળાની પ્રથમ સરકાર મણિપુરમાં મોઇરાંગમાં સ્થાપિત થઈ છે. તેમણે એ સાથ-સહકારને પણ યાદ કર્યો હતો, જે આઝાદ હિંદ ફૌજને પૂર્વોત્તરનાં લોકો પાસેથી મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મણિપુર નવ ભારતની વિકાસગાથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનાં કાર્યક્રમમાં રૂ. 1500 કરોડથી વધારે મૂલ્યનાં પ્રોજેક્ટનું ઉદઘાટન કે શિલાન્યાસ થયું છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ રાજ્યનાં લોકો માટે જીવનની સરળતાવધારશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે પોતે પૂર્વોત્તરની મુલાકાત લીધી હતી. તેમણે છેલ્લાં સાડા ચાર વર્ષમાં લગભગ ત્રીસ વાર આ રાજ્યોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, પૂર્વોત્તરની કાયાપલટ થઈ રહી છે અને દાયકાઓથી અટકી ગયેલા વિવિધ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે.

તેમણે જણાવ્યું હતું કે, મોરેહમાં સંકલિત ચેક પોસ્ટ કસ્ટમ ક્લીઅરન્સ, વિદેશી ચલણનું આદાનપ્રદાન, ઇમિગ્રેશન ક્લીઅરન્સ વગેરે સુવિધા વધારશે.

તેમણે કહ્યું હતું કે, આજે ઉદઘાટન થયેલા પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની વિકાસ માટેની કટિબદ્ધતાનું પ્રતિબિંબ છે. તેમણે જણાવ્યું હતું કે, દોલાઇથાબી બેરેજ પ્રોજેક્ટનો વિચાર વર્ષ 1987માં થયો હતો, પણ વર્ષ 2014 પછી વેગ મળ્યો હતો અને હવે પૂર્ણ થયો છે. તેમણે આજે ઉદઘાટન થયેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટનો ઉલ્લેખ પણ કર્યો હતો. કેન્દ્ર સરકારનાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનાં વધુ ઊર્જાવંત અને ઉદ્દેશપૂર્ણ અભિગમ પર વિસ્તૃતપણે જણાવતાં પ્રધાનમંત્રી મોદીએ સમજાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્થાપિત કરેલી પ્રગતિ’ની વ્યવસ્થા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સ્થગિત થયેલા પ્રોજેક્ટ પર નજર રાખવા કેવી રીતે સક્ષમ બનાવે છે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં આ ‘પ્રગતિ’ની બેઠકો દરમિયાન આશરે 12 લાખ કરોડ રૂપિયાનાં મૂલ્યની અટકી પડેલી યોજનાઓનું સમાધાન થયું છે.

તેમણે જણાવ્યું હતું કે, સવોમબંગમાં એફસીઆઈ ગોડાઉનની શરૂઆત ડિસેમ્બર, 2016માં થઈ હતી અને આ પૂર્ણ થઈ ગયો છે. તેમણે પાણી પુરવઠા સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ માટે સમાન સમજણ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને મણિપુરની રાજ્ય સરકાર સબ કા સાથ સબ કા વિકાસનાં વિઝન સાથે કામ કરે છે. તેમણે રાજ્ય સરકારનાં કાર્યક્રમ પર્વત પર જાવ, ગામડાઓમાં જાવની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ પરિવહન મારફતે પરિવર્તનનાં વિઝન સાથે પૂર્વોત્તરનાં રાજ્યોને રોડ રેલ અને હવાઈ જોડાણની સુવિધા કેવી રીતે આપવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાન, સાફસફાઈ અને ચાંડેલનાં મહત્વાકાંક્ષી જિલ્લાનાં વિકાસ જેવા અન્ય ક્ષેત્રોમાં મણિપુર દ્વારા થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મણિપુર મહિલા સશક્તીકરણનાં ક્ષેત્રમાં પણ મોખરે છે. મણિપુરનાં સ્પોર્ટિંગ આઇકન મેરીકોમનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તરે ભારતને રમત-ગમતનાં સુપરપાવર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે જણાવ્યું હતું કે, રમતવીરની તાલીમ અને પસંદગીમાં પારદર્શકતા આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ દ્વારા શ્રેષ્ઠ દેખાવમાં પ્રતિબિંબિત થાય છે.

 

J.Khunt/GP/RP



(Release ID: 1558659) Visitor Counter : 237