મંત્રીમંડળ

મંત્રીમંડળે આસામ કરારની કલમ-6 હેઠળ ઘણાં લાંબા સમયથી પડતર માંગણીઓના સંદર્ભમાં ઉચ્ચ સ્તરિય સમિતિની રચના કરવા માટે મંજૂરી આપી


બોડો સમુદાયની લાંબા સમયથી કરવામાં આવતી માંગણીઓને પણ મંજૂરી આપી

Posted On: 02 JAN 2019 5:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આજે આસામ કરાર હેઠળની કલમ-6ના અમલીકરણ માટે તથા કરારના મેમોરેન્ડમ-2003માં દર્શાવેલા પગલાં લેવા તથા બોડો સમુદાયના અન્ય માંગણીઓ માટે ઉચ્ચ સ્તરની સમિતિની રચના કરવા માટેની દરખાસ્તને મંજૂરી આપી છે.

1979-1985 સુધી ચાલેલી આસામ ચળવળ પછી તા. 15 ઓગષ્ટ, 1985ના રોજ આસામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આસામ કરારની કલમ-6 હેઠળ આસામના લોકોની સાંસ્કૃતિક, સામાજિક અને ભાષાકિય ઓળખ અને વારસાની સુરક્ષા, સાચવણી અને પ્રોત્સાહન માટે યોગ્ય બંધારણિય, કાનૂની અને વહિવટી સુરક્ષા માટે સમિતિની રચનાની જોગવાઈ કરવામાં આવી હતી.

આમ છતાં એમ જણાયું હતું કે આસામ કલમ-6નો 35 વર્ષ પછી પણ સંપૂર્ણપણે અમલ થયો નથી. કેબિનેટે બંધારણિય, કાનૂની અને વહિવટી સમિતિની રચના કરી છે, જે 1985 પછી લેવાયેલા પગલાંઓની તપાસ કરીને અસરકારક કામગીરી કરશે. આ સમિતિ તમામ લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે અને આસામ વિધાનસભામાં આસામના લોકોની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે અનામત બેઠકોની સંખ્યા અંગે પણ આકલન કરશે. આ સમિતિ આસામીઓની તથા અન્ય સ્થાનિક ભાષા જૂથોની સુરક્ષા માટે લેવા જેવા જરૂરી અનામતનાં પગલાંઓની પણ સમીક્ષા કરશે તથા આસામ સરકારમાં અનામતનું પ્રમાણ અને અન્ય પગલાં દ્વારા આસામના લોકોની ઓળખ અને વારસો જાળવી રાખવા માટે તથા સાંસ્કૃતિક, સામાજિક અને ભાષાકિય સુરક્ષા માટે પગલા લેશે.

ગૃહ વિભાગ દ્વારા સમિતિની રચના અને ટર્મસ ઑફ રેફન્સ અંગે અલાયદી જાહેરાત કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સમિતિની રચના કરવાથી આસામ કરારની ભાવના અને સત્વનું અમલીકરણ કરવાનો માર્ગ મોકળો થશે અને આસામના લોકોની લાંબા સમયથી પડતર માંગણી હલ કરવામાં સહાય થશે.

કેબિનેટે બોડો સમુદાયની પડતર માંગણીઓ પૂર્ણ કરવા માટે સંખ્યાબંધ  પગલાને મંજૂરી આપી છે. બોડો કરાર પર વર્ષ 2003માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તેના પરિણામે ભારતના બંધારણના પરિશિષ્ટ-6 હેઠળ બોડો લેન્ડ ટેરેટોરિયલ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. આમ છતાં બોડો સમુદાયના વિવિધ સંગઠનોએ ઘણાં લાંબા સમયથી પડતર માંગણીઓ પૂર્ણ કરવા માટે રજૂઆતો કરી હતી.

કેબિનેટે આજે બોડો સંગ્રહાલય-સહ-ભાષા અને સાંસ્કૃતિક અભ્યાસ કેન્દ્ર સ્થાપવાની દરખાસ્તને, કોકરાઝાર ખાતે હાલના ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનના તથા દૂરદર્શન કેન્દ્રનાં આધુનિકરણ માટે પણ મંજૂરી આપી છે તેમજ બીટીઓડી થઈને પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનને અરોનાઈ એક્સપ્રેસનું નામ આપવાની દરખાસ્તને મંજૂરી આપી છે. સંબંધિત મંત્રાલયો આ નિર્ણયોના અમલ માટે જરૂરી પગલાં લેશે.

રાજ્ય સરકાર પણ યોગ્ય જમીન નીતિ અને જમીનના કાયદાઓ મારફતે આવશ્યક પગલાં લેશે. આ ઉપરાંત સ્થાનિક સમુદાયો અંગે પરંપરાઓ અને ભાષાઓ બાબતે સંશોધન તથા દસ્તાવેજીકરણ કરવા માટે સંસ્થા સ્થાપવા જરૂરી પગલાં લેવામાં આવશે.

 

RP



(Release ID: 1558313) Visitor Counter : 262