મંત્રીમંડળ

મંત્રીમંડળે કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (સીઓપી) 24, કાતોવિસે, પોલેન્ડ (2-15 ડિસેમ્બર, 2018) માટે ભારતનાં દ્રષ્ટિકોણ વિશે કાર્યોત્તર મંજૂરી આપી

Posted On: 02 JAN 2019 5:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 2-15 ડિસેમ્બર, 2018 સુધી કાતોવિસે, પોલેન્ડમાં આયોજિત યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (યુએનએફસીસીસી) વિશે 24મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (સીઓપી) દરમિયાન ભારતનાં દ્રષ્ટિકોણ વિશે વાતચીત કરવા માટે કાર્યોત્તર મંજૂરી પ્રદાન કરી છે.

પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી ડૉ. હર્ષવર્ધને પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. આ બેઠકમાં વર્ષ 2020 પછીનાં સમયગાળા દરમિયાન પેરિસ સમજૂતીને લાગુ કરવા માટે સૂચનોને અંતિમ સ્વરૂપ આપવા વિશે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ભારતનો દ્રષ્ટિકોણ યુએનએફસીસીસીનાં સિદ્ધાંતો અને જોગવાઈઓને અનુરૂપ હતો. એમાં ઇક્વિટી અને સામાન્ય, પણ વિભેદિત જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાનાં સિદ્ધાંતો (સીબીપીઆર-આરસી) પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ભારતે પેરિસ સમજૂતી વિશે પોતાની કટિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું છે અને સામૂહિક સ્વરૂપે પેરિસ સમજૂતી લાગુ કરવા માટે પોતાનાં વચનોને સામેલ કરીને સીઓપી-24 દરમિયાન પોતાનાં નેતૃત્વ વિશે પ્રકાશ પાડ્યો હતો. પર્યાવરણ સુરક્ષા વિશે પોતાનાં પરંપરાગત વલણને અનુરૂપ ભારત સરકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આબોહવામાં પરિવર્તનની ચિંતાઓ દૂર કરવા માટે અનેક પગલાં ઉઠાવવામાં આવ્યાં છે. આ પ્રયાસ આબોહવામાં પરિવર્તનની કાર્યવાહીની દિશામાં ભારતની કટિબદ્ધતાને દર્શાવે છે. સૌર ઊર્જામાંથી પ્રાપ્ત 24 ગીગાવોટ વીજળીની ક્ષમતાસહિત 74 ગીગાવોટ સ્થાપિત નવીનીકરણ ઊર્જા ક્ષમતાને અર્જિત કરવા માટે નવીનીકરણ ઊર્જાને વેગ પ્રદાન કરવામાં આવ્યો છે. એનાથી આંતરરાષ્ટ્રીય સૌર સમજૂતી, ઊર્જાદક્ષતાનાં પ્રયાસો જેવા ઉદાહરણોનાં માધ્યમથી એને સૌર ઊર્જા ક્ષમતા વધારવાનાં પોતાનાં ઉદ્દેશ સાથે વિશ્વમાં ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે.

આ સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે કે, વિકાસશીલ દેશોની કાર્યવાહીને નાણાકીય, ક્ષમતા નિર્માણ અને વિકસિત દેશોનાં ટેકનિકલ સમર્થન સહિત સતત અને પર્યાપ્ત સાધનોથી મદદ મળી છે. વિકાસશીલ દેશોને સમજૂતી કરવાનાં સાધન ઉપલબ્ધ કરાવવા અને વિકસિત દેશોને આબોહવા  માટે નાણાકીય સહાયનાં નિર્ધારિત સ્તરો વિશે સ્પષ્ટતા મેળવવા માટે વિસ્તૃત જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે વિકસિત દેશોની બાધ્યતાને અપનાવવા માટે માર્ગદર્શન જ સંચાલિત કરે છે. તમામ પક્ષ અમેરિકાનાં 100 અબજ ડોલરથી વર્ષ 2020 પછીનાં નવા સામૂહિક નાણાકીય લક્ષ્યાંકને સ્થાપિત કરવા માટે કામગીરી શરૂ કરવા સંમત હતાં.

સંપૂર્ણપણે જોઈએ તો ભારતનાં લાંબા ગાળાનાં હિતોની સુરક્ષા કરવામાં આવી છે. ભારતે જીએસટી પ્રક્રિયાનાં ઉત્પાદનમાં ઇક્વિટી પર સમજી વિચારીને જરૂરિયાતનાં સંબંધમાં ગ્લોબલ સ્ટોકટેક (જીએસટી) નિર્ણય વિશે અમેરિકાની શંકાને વ્યક્ત કરી છે. આ ગરીબો અને સીમાંત લોકોની નબળાઈઓ, સમસ્યાઓ અને પડકારોનું સમાધાન કરવાનાં ઉદ્દેશને સુનિશ્ચિત કરવા માટે પેરિસ સમજૂતીનાં આદેશ અનુસાર જીએસટી પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

 

RP



(Release ID: 1558309) Visitor Counter : 189