મંત્રીમંડળ
કેન્દ્રીય મંત્રીમંડળે બાળ યૌન અપરાધ સંરક્ષણ (પોક્સો) ધારા, 2012માં સંશોધનની મંજૂરી આપી
Posted On:
28 DEC 2018 3:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બાળકો સામે થતાં યૌન અપરાધ કરવા પર દંડને વધારે કડક બનાવવા માટે બાળ યૌન અપરાધ સંરક્ષણ (પોક્સો) ધારામાં સંશોધન કરવા માટે મંજૂરી આપી દીધી છે.
મુખ્ય બાબતો:
- પોક્સો ધારો, 2012ને બાળકોનાં હિત અને ભલાઈની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાળકોને યૌન અપરાધ, યૌન ઉત્પીડન અને પોર્નોગ્રાફીથી સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો 18 વર્ષથી ઓછી વયનાં બાળકોને વ્યક્તિ સ્વરૂપે પરિભાષિત કરે છે અને બાળકનો શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક અને સામાજિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે દરેક તબક્કાને વધારે મહત્ત્વ આપીને બાળકોનાં શ્રેષ્ઠ હિતો અને કલ્યાણનું સન્માન કરે છે. આ ધારામાં લૈંગિક ભેદભાવ નથી.
- પોક્સો ધારો, 2012ની કલમ – 4, કલમ – 5, કલમ - 6, કલમ – 9, કલમ – 14, કલમ – 15 અને કલમ – 42માં બાળ યૌન અપરાધનાં પાસાંઓનું ઉચિત રીતે સમાધાન લાવવા માટે સંશોધન કરવામાં આવ્યાં છે. આ સંશોધન દેશમાં બાળ યૌન અપરાધની વધતી પ્રવૃત્તિને રોકવા માટે કડક ઉપાય કરવાની જરૂરિયાતને કારણે કરવામાં આવ્યાં છે.
- બાળ યૌન અપરાધની પ્રવૃત્તિને રોકવાનાં ઉદ્દેશ સાથે એક નિવારક સ્વરૂપે કાર્ય કરવા માટે આ કાયદાની કલમ – 4, કલમ – 5 અને કલમ – 6નું સંશોધન કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, જેથી બાળકોને યૌન અપરાધ સામે સુરક્ષા પ્રદાન કરવા માટે આક્રમક યૌન અપરાધ કરવાનાં મામલે મૃત્યુદંડ સહિત કડક દંડનો વિકલ્પ પ્રદાન કરી શકાય.
- કુદરતી સંકટો અને આપત્તિઓનાં સમયે, બાળકોને યૌન અપરાધો સામે રક્ષણ અને આક્રમક યૌન અપરાધનાં ઉદ્દેશ સાથે બાળકોની ઝડપી યૌન પરિપક્વતા માટેનાં અંતઃસ્ત્રાવ (હોર્મોન) કે કોઈ રાસાયણિક પદાર્થો સામે આ કાયદાની કલમ – 9માં સંશોધન કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
- બાળ પોર્નોગ્રાફીના દૂષણને દૂર કરવા માટે પોક્સો કાયદો, 2012ની કલમ – 14 અને કલમ – 15માં પણ સંશોધન કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. બાળકોની પોર્નોગ્રાફિક સામગ્રીને નષ્ટ ન કરવા/ડિલેટ ન કરવા/રિપોર્ટ કરવા પર દંડ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રકારની વ્યક્તિને એ પ્રકારની સામગ્રીનાં પ્રસારણ/પ્રચાર/કોઈ અન્ય રીતે વ્યવસ્થાપન કરવાની બાબતમાં જેલ કે દંડ અથવા બંને સજાઓ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ન્યાયાલય દ્વારા નિર્ધારિત આદેશ અનુસાર એવી સામગ્રીનો ન્યાયાલયમાં પુરાવા સ્વરૂપે ઉપયોગ કરવા માટે રિપોર્ટિંગ કરી શકાશે. વ્યાપારિક ઉદ્દેશ માટે કોઈ બાળકને કોઈ પણ સ્વરૂપે પોર્નોગ્રાફિક સામગ્રીનો સંગ્રહ કરવા/પોતાની પાસે રાખવા માટે દંડની જોગવાઈઓને વધારે કડક બનાવવામાં આવી છે.
લાભ:
આ સંશોધનથી આ કાયદામાં કડક દંડ કરવાની જોગવાઈઓને સામેલ કરવાને કારણે બાળ યૌન અપરાધની પ્રવૃત્તિ અટકાવવામાં મદદ મળવાની આશા છે. એનાથી પરેશાનીનાં સમયે નબળાં બાળકોનાં હિતનું રક્ષણ થશે તથા તેમની સુરક્ષા અને મર્યાદા સુનિશ્ચિત થશે. આ સંશોધનનો ઉદ્દેશ યૌન અપરાધ અને દંડનાં પાસાઓનાં સંબંધમાં સ્પષ્ટતા સ્થાપિત કરવાનો છે.
NP/J.Khunt/RP
(Release ID: 1557694)
Visitor Counter : 547