પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દૈનિક જાગરણની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે જાગરણ મંચને સંબોધન કર્યું

Posted On: 07 DEC 2018 1:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દૈનિક જાગરણ અખબારની 75મી વર્ષગાંઠની ઉજવણીનાં પ્રસંગે જાગરણ મંચને સંબોધન કર્યું હતું.

તાજ પેલેસ હોટેલમાં મહાનુભાવોને સંબોધતા પ્રધાનમંત્રીએ આ પ્રસંગે અખબારોનું વિતરણ કરતાં ફેરિયાઓનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ફેરિયાઓ અખબારોને દરરોજ અનેક ઘરો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દૈનિક જાગરણ જાગૃતિ લાવવામાં અને દેશનું પુનર્નિર્માણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તેમણે જણાવ્યું હતું કે, પોતાનાં અંગત અનુભવને આધારે કહી શકાય કે દૈનિક જાગરણે દેશ અને સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકવા માટે આંદોલનોને મજબૂત કર્યા છે. આ સંદર્ભમાં તેમણે બેટી બચાઓ, બેટી પઢાઓ અને સ્વચ્છ ભારત અભિયાન જેવી પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મીડિયાની ડિજિટલ ક્રાંતિનાં માધ્યમથી દેશને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ‘લઘુતમ સરકાર, મહત્તમ શાસનઅને સબ કા સાથ, સબ કા વિકાસનવા ભારતનો આધાર છે. આજની યુવા પેઢી અનુભવી રહી છે કે, દેશનાં વિકાસની પ્રક્રિયામાં તેઓ પણ સહભાગી છે.

શ્રી મોદીએ સવાલ કર્યો હતો કે, આઝાદીનાં ઘણાં દાયકા પસાર થવા પછી પણ દેશ આટલો પછાત કેમ રહી ગયો હતો? લોકોની સમસ્યાનું સમાધાન કેમ ન થઈ શક્યું? તેમણે કહ્યું હતું કે, અત્યારે વીજળી એ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી રહી છે, જ્યાં છેલ્લાં 70 વર્ષોમાં પહોંચી શકી નથી, જે વિસ્તારો રેલવેનાં નકશામાં નહોતાં, ત્યાં આજે રેલ સંપર્ક સેવાઓ પહોંચી છે.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે અગાઉની સરકાર અને હાલની સરકારની સરખામણી કરીને ઘણી બાબતો ગણાવી હતી અને કહ્યું હતું કે, છેલ્લાં 67 વર્ષોનાં શાસનની સરખામણીમાં તેમનાં ચાર વર્ષનાં શાસન સાથે કરવી જોઈ. તેમણે કહ્યું હતું કે,

દેશમાં તેમનાં શાસનકાળમાં ગ્રામીણ ઘરોમાં શૌચાલયોની સંખ્યા 38 ટકાથી વધીને 95 ટકા થઈ ગઈ છે,

માર્ગ સંપર્ક 55 ટકાથી વધીને 90 ટકા થઈ ગયો છે,

ઘરોમાં રસોઈ ગેસ કનેક્શન 55 ટકાથી વધીને 90 ટકા થયા છે,

જ્યાં અગાઉ 50 ટકા લોકોની પાસે બેંક ખાતા હતાં, ત્યાં હવે લગભગ બધાને બેંકની સુવિધાઓ મળી છે,

પહેલાં જ્યાં ફક્ત ચાર કરોડ લોકો આવકવેરાનું રિટર્ન ભરતાં હતાં, ત્યાં હવે તેમાં ત્રણ કરોડ લોકો વધારે જોડાઈ ગયા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે તમામ સ્થિતિઓ અગાઉ જેવી હતી, ત્યારે આ પરિવર્તન હવે કેવી રીતે આવ્યું?

તેમણે કહ્યું હતું કે, એક સમયે જ્યારે ગરીબો અને વંચિતોને મૂળભૂત સુવિધાઓ મળવા લાગશે, ત્યારે તેઓ પોતે જ ગરીબીમાંથી બહાર આવી જશે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષોમાં દેશમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. આંકડા એનાં પ્રમાણ છે.

શ્રી મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર જન આકાંક્ષાઓ પૂરા કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યાં છે, એ વિકાસશીલ દેશો માટે ઉદાહરણરૂપ બની ગયો છે. ટેકનોલોજી અને માનવીય સંવેદનાઓ મળીને જીવનને વધારે સુગમ બનાવી રહી છે. તેમણે આ પ્રસંગે દેશમાં હવાઈ અને જળમાર્ગ સેવાઓમાં થયેલા પરિવર્તનની સાથે જ રસોઈ ગેસ સિલિન્ડરોની રિફિલિંગનો સમય ઘટવા, આવકવેરાનું રિફંડની રાહ જોવાનો ગાળો ઓછો થયો અને પાસપોર્ટ સેવાઓમાં સુધારો વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, સરકાર પોતે એ લોકો સુધી પહોંચી રહી છે, જે પીએમ આવાસ યોજના, ઉજ્જવલા અને સૌભાગ્ય જેવી યોજનાઓનો લાભ લેવા ઇચ્છે છે.

તેમણે કહ્યું હતું કે, આ યોજનાઓનાં લાભાર્થીઓમાં મજૂર, શ્રમિક અને ખેડૂત સામેલ છે. ગરીબોને સશક્ત કરનારી આ આયોજનાઓ આગળ પણ ચાલુ રહેશે. દુનિયા ભારતની પ્રગતિને જોઈ રહી છે.

ભારતનાં ભાગેડુ આર્થિક અપરાધીઓને ક્યાંય આશરો ન મળી શકે એ સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સામે કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ પણ રજૂ કર્યા છે.

 

NP/RP

 



(Release ID: 1555234) Visitor Counter : 179