મંત્રીમંડળ
મંત્રીમંડળે આરોગ્ય કાળજી અને સુખાકારીના ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચેના સહયોગ કરારને મંજૂરી આપી
પોસ્ટેડ ઓન:
06 DEC 2018 9:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકે આજે આરોગ્ય કાળજી અને સુખાકારીના ક્ષેત્રમાં 29 ઓક્ટોબર, 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવેલ સહયોગ કરારો (એમઓસી)ને પૂર્વવર્તી મંજૂરી આપી હતી.
આ એમઓસી સહયોગને લગતા નીચે મુજબના ક્ષેત્રોને આવરી લે છે:
- વિશેષ પરિયોજનાને પ્રોત્સાહન:
- દવા, શૈલ્ય ચિકિત્સા અને ટ્રોમાં કેરના ક્ષેત્રમાં માનવ સંસાધનનો વિકાસ કરવો જેમાં તે પ્રત્યેક ક્ષેત્રમાં સ્પર્ધાના નવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું,
- ક્લિનિકલ પરીક્ષણ માટે એક આધુનિક સંયુક્ત ટેસ્ટીંગ લેબોરેટરીની સ્થાપના કરવી.
- કાળજી કારીગરોના તાલીમાર્થી ઉમેદવારો માટે એક જાપાની શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવી
- બંને દેશોમાં પ્રાદેશિક કાળજી કેન્દ્રો વચ્ચે સહયોગ સ્થાપિત કરવો જેમ કે એયુએમએસ; અને
- વૃદ્ધોની કાળજી માટે કેર વર્કર્સના તકનીકિ તાલિમ કાર્યક્રમો, અભ્યાસક્રમ તથા પુસ્તકો પુરા પાડવા, તેના માટે અને વૃદ્ધની કાળજી અંગેના પ્રિ-લેક્ચરનું આયોજન કરવું તેમજ એકબીજાની સંસ્થાઓને મોકલવા માટે સહાયતા કરવી.
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ:
- એક કેન્દ્રીય મેનેજમેન્ટ હેલ્થકેર ડિસ્ટ્રીબ્યુશન કેન્દ્રની સ્થાપના;
- સ્વચ્છ અને સસ્તા શૌચાલયો સુધીની પહોંચ વધારીને સ્વચ્છતાના વાતાવરણને સુધારવું જેમ કે ઓન સાઈટ પ્રોસેસિંગ;
- મેડિસીનમાં પેશન્ટ ડેટા એનાલીસીસ અને ઇન્ફોર્મેશન તથા કોમ્યુનિકેશન ટેકનોલોજી તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંસ્થાગત સંગઠનને પ્રોત્સાહન આપવું.
- ભારતમાં ભારત જાપાન નવીનીકરણ કેન્દ્રની સ્થાપના કરવી
- ભારતમાં હાઈ એન્ડ મોબાઈલ બીએસએલ ૩ લેબ સુવિધાઉભી કરવી; અને
- “મેક ઇન ઇન્ડિયા” અંતર્ગત ભારતમાં ઉત્પાદન એકમોની સ્થાપના કરવા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને પોઈન્ટ ઑફ કેર ડાયગ્નોસ્ટીક્સ સહિતના હાઈ એન્ડ મેડીકલ સાધનો મેળવવા માટે સહયોગ સાધવો.
- માનવ વિકાસ:
- હેલ્થ સેલ્ફ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા માટે માનવ સંસાધન, સંશોધન અને પ્રોજેક્ટ પ્રમોશનનો વિકાસ કરવો જેમ કે એમઈ બીવાયઓ અને આયુર્વેદ; અને
- ઇન્ડિયા-જાપાન જાહેર અને ખાનગી આરોગ્યકાળજી ફોરમ ઉભું કરવું
- આયુષમાન ભારત કાર્યક્રમ અને અન્ય પહેલો તેમજ એએચડબ્લ્યુએમ વચ્ચે સંકલનને પ્રોત્સાહન આપવા બંને પક્ષો દ્વારા પારસ્પરિક રીતે નિર્ધારિત કરવામાં આવેલ અન્ય ક્ષેત્રો; અને
- આ સહયોગ કરાર અંતર્ગત મેળવવામાં આવતા અને સહયોગને વધારવા માટે પરસ્પર નક્કી કરવામાં આવેલ હિતના અન્ય કોઇપણ ક્ષેત્રો.
આ એમઓસીના અમલીકરણ ઉપર દેખરેખ રાખવા માટે અને આગળ જતા સહયોગની વિગતોને વધુ વિસ્તૃત કરવા માટે એક ઉચ્ચ સ્તરીય માર્ગદર્શક તંત્ર તરીકે એક સંયુક્ત સમિતિની સ્થાપના કરવામાં આવશે.
RP
(રીલીઝ આઈડી: 1555111)
મુલાકાતી સંખ્યા : 160