મંત્રીમંડળ
મંત્રીમંડળે માનવ અંતરિક્ષ ઉડાન કાર્યક્રમ અંતર્ગત સંયુક્ત પ્રવૃત્તિઓ પરનાં ભારત અને રશિયા વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી
प्रविष्टि तिथि:
06 DEC 2018 9:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે માનવ અંતરિક્ષ ઉડાન કાર્યક્રમ અંતર્ગત સંયુક્ત પ્રવૃત્તિઓ પર ભારત અને રશિયા વચ્ચે કરવામાં આવેલા સમજૂતી કરારો (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે. આ એમઓયુ પર નવી દિલ્હી ખાતે 15 ઓક્ટોબર 2015ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
મુખ્ય અસરો:
આ સમજૂતી કરારો પર કરવામાં આવેલા હસ્તાક્ષર વડે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો મજબૂત થશે અને તે માનવ અંતરિક્ષ ઉડાન કાર્યક્રમો જેવા કે રેડિયેશન શિલ્ડિંગ, લાઈફ સપોર્ટ સિસ્ટમ, ક્રૂ મોડ્યૂલ, સમાગમ સ્થળ અને ડૉકિંગ સિસ્ટમ, અતરિક્ષ કક્ષ, અવકાશયાત્રીઓ માટે તાલીમ વગેરે માટે જરૂરી ટેકનોલોજી અને અત્યાધુનિક સિસ્ટમને વિકસિત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.
ફાયદાઓ:
આ એમઓયુ માનવતાના હિત માટે અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રમાં સંયુક્ત પ્રવૃત્તિને વિકસિત કરવા માટે મદદ કરશે. આ કાર્ય માટે સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે, જે કાર્ય યોજના તૈયાર કરશે, તેમા આ કરારની જોગવાઈઓને સમયગાળો અને અમલીકરણનાં ઉપાયોનો સમાવેશ થાય છે.
RP
(रिलीज़ आईडी: 1555014)
आगंतुक पटल : 181