પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેનાં કુંડલી-માનેસર સેક્શન અને બલ્લભગઢ-મુજેસર મેટ્રો લિન્કનું ઉદઘાટન કર્યું

Posted On: 19 NOV 2018 7:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં ગુરુગ્રામનાં સુલ્તાનપુરમાં કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેનાં કુંડલી-માનેસર સેક્શનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે બલ્લભગઢ-મુજેસર મેટ્રો લિન્કનું પણ ઉદઘાટન કર્યું હતું અને શ્રી વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું.

પ્રધાનમંત્રી વિશાળ જનમેદનીને સંબોધન કરતાં કહ્યું હતું કે, એક્સપ્રેસવે અને મેટ્રો હરિયાણામાં પરિવહન ક્રાંતિની શરૂઆત કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારને યુવાનોને શ્રી વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટીથી ઘણો લાભ થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કર્યું હતું કે, કેએમપી એક્સપ્રેસવે પ્રોજેક્ટ પૂર્ણ કરવો પ્રાથમિકતા હતી. તેમણે જણાવ્યું હતું કે, એક્સપ્રેસવે દિલ્હી અને એની આસપાસનાં વિસ્તારોમાં પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પર્યાવરણને અનુકૂળ પ્રવાસનની સાથે જીવનને સરળબનાવશે.

પ્રધાનમંત્રીએ પરિવહન જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, આ સમૃદ્ધિ, સશક્તિકરણ અને સુલભતા માટેનું માધ્યમ છે. તેમણે ઉમેર્યું હતું કે, હાઇવે, મેટ્રો અને જળમાર્ગોની ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી રોજગારીની તકોનું સર્જન કરશે, ખાસ કરીને ઉત્પાદન, નિર્માણ અને સેવા ક્ષેત્રોમાં. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે દરરોજ 27 કિલોમીટરની લંબાઈ ધરાવતાં હાઇવેનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે વર્ષ 2014માં દરરોજ 12 કિલોમીટરની લંબાઈનાં હાઇવેનું નિર્માણ થતું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ કામગીરી અમારું વિઝન દર્શાવે છે અને કેન્દ્ર સરકારની ભારતને પરિવર્તિત કરવાની અમારી આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દેશનાં યુવાનોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા કટિબદ્ધ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, શ્રી વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી નવી તકો ઝડપવા યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારનાં દ્રષ્ટિકોણનો સફળતાપૂર્વક અમલ કરવા બદલ હરિયાણા રાજ્ય સરકારનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને રમતગમતનાં ક્ષેત્રમાં હરિયાણાનાં યુવાનોના યોગદાનની પ્રશંસા પણ કરી હતી.

 

RP



(Release ID: 1553235) Visitor Counter : 101