પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબરના રોજ એનએચઆરસીના સ્થાપના દિવસના રજત જયંતી સમારોહમાં ભાગ લેશે
Posted On:
11 OCT 2018 5:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી)ના સ્થાપના દિવસના રજત જયંતી સમારોહમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી આ પ્રસંગે એક ટપાલ ટિકીટ અને ખાસ કવરનું અનાવરણ કરશે. તેઓ એનએચઆરસીની વેબસાઈટના નવા સંસ્કરણનો શુભારંભ કરાવશે. આ વેબસાઈટ ખાસ જરૂરિયાત ધરાવતા લોકો માટે વધારે અનુકૂળ અને સગુમ્ય હશે.
પ્રધાનમંત્રી સભાને પણ સંબોધન કરશે.
J.Khunt/GP
(Release ID: 1549447)
Visitor Counter : 189