મંત્રીમંડળ

મંત્રીમંડળે મેસર્સ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ (આરસીએફ)ની જમીન મુંબઈ મેટ્રો પોલિટન રિજીયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને હસ્તાંતરણ કરવા માટે મંજૂરી આપી

મેસર્સ આરસીએફની જમીનનું હસ્તાંતરણ ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીજીએમ)ને કરવા અને

હસ્તાંતરીત વિકાસના હક્કો (ટીડીઆર)ના વેચાણનું સર્ટિફિકેટ જમીનના હસ્તાંતરણ સામે એમએમઆરડીએ/એમસીજીએમને મેળવવા/મેળવવા પાત્ર બનાવવા

Posted On: 12 SEP 2018 4:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પૂર્વવર્તી અસરથી નીચેની બાબતે મંજૂરી આપી છેઃ

  1. મેસર્સ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ (આરસીએફ)ની જમીન મુંબઈ મેટ્રો પોલિટન રિજીયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને હસ્તાંતરણ
  2. મેસર્સ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ(આરસીએફ)ની જમીન મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ (એમસીજીએમ)ને હસ્તાંતરણ અને
  3. એમએમઆરડીએ/એમસીજીએમને હસ્તાંતરણ કરાયેલી જમીન સામે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ સર્ટિફિકેટ (ટીડીઆર) વેચીને મેળવવા/મેળવવા પાત્ર બનાવવા

પૂર્વભૂમિકા:

આરસીએફ ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી ખાતર અને રસાયણ ઉત્પાદક કંપની છે. તેની સ્થાપના 6 માર્ચ, 1978ના દિવસે અગાઉના ફર્ટિલાઈઝર કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના પુનઃગઠન દ્વારા થઈ હતી. હાલમાં આરસીએફની અધિકૃત શેર મૂડી રૂ. 800 કરોડ અને રૂ. 551.69 કરોડની ભરપાઈ થયેલી મૂડી છે. કંપનીને 1997માં "મિની રત્ન"નો પ્રતિષ્ઠીત ખિતાબ આપવામાં આવ્યો હતો. એમએમઆરડીએ દ્વારા 48,849.74 ચો.મી. (8,265 મીટર દબાણ વગરની/મુક્ત જમીન અને 40,484.74 મીટર દબાણ વાળી જમીન) આપવામાં આવેલી અને ઈસ્ટર્ન ફ્રી વે-અનિક પાંજરાપોળ લીંક રોડ (એપીએલઆર) નું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલુ અને તે જાહેર ઉપયોગ માટે વર્ષ 2014માં ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આરસીએફને એમએમઆરડીએ દ્વારા તા. 1-11-2017ના રોજ 15,630 ચો.મી. જમીન ઉપર ટીડીઆર સર્ટિફિકેટ એમએમઆરડીએ દ્વારા ઈસ્યુ કરવામાં આવ્યું હતું. જે 8,265 ચો.મી. દબાણ વગરની/મુક્ત જમીન સામે વચગાળાની રાહત તરીકે આપવામાં આવ્યું હતું. આરસીએફના દાવા સામે લવાદ દ્વારા 40,584.74 ચો.મી. માપ ધરાવતી દબાણ હેઠળની જમીન સામે ટીડીઆર/વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

 

આરસીએફ દ્વારા એમસીજીએમ સામે એવી માંગણી મૂકવામાં આવી હતી કે આરસીએફ કોલોનીનો આંતરિક રોડ તેમના મુંબઈના ડેવલપમેન્ટ પ્લાનમાંથી લાંબા સમય માટે દૂર કરવો. ત્યાર પછી આરસીએફ અંદાજે 16,000 ચો.મી. (સ્થળ પર વાસ્તવિક માપણીને આધારે) જમીન 18.3 મીટરનો ડીપી રોડ ટીડીઆર સામે વળતર તરીકે પરસ્પર સહમતિ દ્વારા થયેલી શરતોને આધારે બાંધકામ માટે આપવા સંમત થયું હતું.

એમસીજીએમ દ્વારા તેની વિકાસ યોજનામાં આરસીએફની સૂચિત ટાઉનશીપના અગ્ર ભાગે આવેલી 331.96 ચો.મી. જમીનને આરસીએફની જાહેર રસ્તો પહોળો કરવા માટે આરક્ષિતની જમીન તરીકે દર્શાવાઈ હતી. એમસીજીએમના વિકાસ નિયંત્રણ નિયમ 1991 મુજબ જો જમીન પર આરક્ષણ હોય તો એવા કિસ્સામાં તે જમીન એમસીજીએમને રોડ સેટ બેક તરીકે સુપરત કરવી ફરજીયાત બને છે.

 

RP



(Release ID: 1545941) Visitor Counter : 194