મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને ઈજીપ્ત વચ્ચે કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં સહયોગ માટેના સમજૂતી કરારોને મંજૂરી આપી

Posted On: 12 SEP 2018 4:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ભારત અને ઈજીપ્ત વચ્ચે કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં સહયોગ અંગેના સમજૂતી કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી હતી.

આ સમજૂતી કરારો પાક (ખાસ કરીને ઘઉં અને મકાઈ), કૃષિને લગતી જૈવિક ટેકનોલોજી, નેનો-ટેકનોલોજી, સિંચાઈ અને જળ વ્યવસ્થાપન ટેકનોલોજી જેમાં જળ સંચયન અને સુક્ષ્મ સિંચાઈની પદ્ધતિઓનો સમાવેશ થાય છે, ઊર્જા ઉત્પાદન માટે કૃષિ કચરાનું વ્યવસ્થાપન, ખાદ્યાન્ન સુરક્ષા, સલામતી અને ગુણવત્તા, બાગાયતી, ઓર્ગેનિક ખેતી, પશુપાલન, પશુધન સંવર્ધન, ડેરી ઉદ્યોગ, મત્સ્યઉદ્યોગ, ઘાસચારા ઉત્પાદન, પ્રાણીજન્ય ઉત્પાદનો અને મુલ્ય વર્ધન, છોડ અને પ્રાણીજન્ય ઉત્પાદનોના વ્યાપારમાં તેને લગતી સ્વચ્છતા અને જીવાંતને લગતી સ્વચ્છતા, નાના પાયે કૃષિની મશીનરી, કૃષિ વ્યાપાર અને માર્કેટિંગ, લણણી પૂર્વે અને લણણી પછીની પદ્ધતિઓ, ખાદ્ય ટેકનોલોજી અને પ્રક્રિયા; કૃષિમાં સંકલિત જીવાંત વ્યવસ્થાપન; કૃષિનું વિસ્તરણ અને ગ્રામીણ વિકાસ, કૃષિ વેપાર અને રોકાણ, ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ ઈશ્યુ, ટેકનિકલી કેવી રીતે કરવું તેના મુદ્દાઓ અને બીજ ક્ષેત્રમાં માનવ સંસાધન, માળખાકિય વિકાસ અને કૃષિ તથા સંબંધિત ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણ તેમજ બંને પક્ષો દ્વારા પારસ્પરિક સમજૂતી વડે નક્કી કરવામાં આવનાર અન્ય સંલગ્ન ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ સહયોગમાં સંશોધન વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોનું આદાન-પ્રદાન; કૃષિને લગતી માહિતી અને વૈજ્ઞાનિક પ્રકાશનો (જર્નલ, પુસ્તકો, બુલેટીન, કૃષિ અને સંબંધિત ક્ષેત્રમાં આંકડાકીય માહિતી)નું આદાન-પ્રદાન; જંતુરહિત અને કૃષિ ટેકનોલોજીનું આદાન-પ્રદાન; અને સંયુક્ત સેમીનાર, વર્કશોપ, પરિસંવાદ તથા અન્ય તેના જેવી પ્રવૃત્તિઓના આયોજનનો પણ સમાવેશ કરવામાં આવશે.

આ એમઓયુ અંતર્ગત પારસ્પરિક હિતને લગતી બાબતો પર સહયોગ વધારવા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથ (જેડબ્લ્યુજી)ની રચના પણ કરવામાં આવશે જેમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. આ સંયુક્ત જૂથ શરૂઆતના બે વર્ષમાં ઓછામાં ઓછું વર્ષે એક વાર ભારત અને ઈજીપ્તમાં વારાફરતી મળશે અને સંયુક્ત કાર્યોને લગતા કાર્યક્રમો, સુવિધા અને પરામર્શ જેમાં ચોક્કસ મુદ્દાઓને લઈને વધારાની પુરક સંધિઓનો બાબતે ચર્ચા કરશે.

 

RP



(Release ID: 1545920) Visitor Counter : 173