મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાહ્ય અંતરિક્ષ સંશોધનના શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે ઉપયોગ કરવા કરાયેલ સમજૂતીને મંજૂરી આપી

Posted On: 12 SEP 2018 4:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અવકાશ સંશોધનનો શાંતિપૂર્ણ ઉદ્દેશથી ઉપયોગ કરવા માટે કરાયેલ સમજૂતી અંગે માહિતી આપવામાં આવી હતી. આ સમજૂતી કરાર પર તા. 26 જુલાઈ, 2018ના રોજ જ્હોનિસબર્ગમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

વિવિધ પાસાઃ

આ સમજૂતી કરાર હેઠળ સહયોગને આવરી લેતા વિવિધ ક્ષેત્રો નીચે મુજબ છેઃ

  1. પૃથ્વીનું રિમોટ સેન્સિંગ
  2. સેટેલાઈટ સંદેશાવ્યવહાર અને સેટેલાઈટ આધારિત નેવિગેશન
  3. અંતરિક્ષ વિજ્ઞાન અને ગ્રહોનું સંશોધન
  4. અંતરિક્ષયાન, પ્રક્ષેપણ પ્રણાલી, અંતરિક્ષ પ્રણાલી અને ભૂમિગત પ્રણાલીનો ઉપયોગ
  5. ભૂ-સ્થાનિક સાધનો અને તકનીક સહિત અંતરિક્ષ ટેકનોલોજીનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ; અને
  6. બંને પક્ષકારો દ્વારા નક્કી કરાયેલા સહયોગના અન્ય ક્ષેત્રો

સમજૂતી કરાર હેઠળ નીચેના સ્વરૂપે સહયોગ હાથ ધરવામાં આવશે:

  1. પરસ્પરના લાભ અને હિત માટે સંયુક્ત અંતરિક્ષ યોજનાઓનું આયોજન અને અમલીકરણ
  2. અંતરિક્ષ કામગીરીના સહયોગ માટે ગ્રાઉન્ડ સ્ટેશન્સની સ્થાપના, સંચાલન અને માવજત
  3. સેટેલાઇટ ડેટા, પ્રયોગોના પરિણામો અને વૈજ્ઞાનિક તથા ટેકનોલોજીને લગતી માહિતી પરસ્પરને વહેંચવી.
  4. સંયુક્ત સંશોધન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ
  5. ટેકનિકલ અને વૈજ્ઞાનિક વ્યક્તિઓને સહયોગ ધરાવતા કાર્યક્રમોમાં નિમવા અને પરસ્પર વિનિમય કરવો.
  6. અંતરિક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ક્ષમતા નિર્માણ અને સામાજિક ઉદ્દેશોથી અંતરિક્ષ એપ્લિકેશન કાર્યક્રમોનો ઉપયોગ
  7. સંયુક્ત પરિસંવાદ, પરિષદ અને વૈજ્ઞાનિક બેઠકોનું આયોજન કરવું તથા
  8. બંને પક્ષકારો વચ્ચે પરસ્પરની સંમતિથી સહયોગના વધારાના સ્વરૂપો લેખિતમાં નક્કી કરવા

લાભઃ

આ સમજૂતીકરાર પર હસ્તાક્ષરથી અંતરિક્ષ વિજ્ઞાન, ટેકનોલોજી અને પૃથ્વીના રિમોટ સેન્સિંગ સહિત સેટેલાઈટ સંદેશાવ્યવહાર અને સેટેલાઈટ આધારિત નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન અને ગ્રહો સંબંધિત સંશોધન થશે. અંતરિક્ષયાન અને અંતરિક્ષ પ્રણાલીનો તેમજ ભૂમિગત પ્રણાલીનો ઉપયોગ કરી શકાશે તથા અંતરિક્ષ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકશે.

NP/J.KHUNT/GP/RP



(Release ID: 1545864) Visitor Counter : 60