પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય રોઈંગ ટીમને એશિયાઈ રમતોત્સવ 2018માં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
24 AUG 2018 7:49PM by PIB Ahmedabad
ઇન્ડોનેશિયાના જકાર્તા-પાલેમ્બાંગ ખાતે ચાલી રહેલા 18માં એશિયાઈ રમતોત્સવ 2018માં ભારતના સ્વર્ણ સિંહ, દત્તુ બબાન ભોકાનાલ, ઓમ પ્રકાશ અને સુખમીત સિંહની ટીમને સુવર્ણ પદક જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણી ટીમ દ્વારા શાનદાર રોઈંગ. પુરૂષોની ક્વૉડ્રપલ સ્કલ્સમાં સુવર્ણ પદક જીતીને તેમણે ભારતનું ગૌરવ વધાર્યું છે. સ્વર્ણ સિંહ, દત્તુ બબાન ભોકાનાલ, ઓમ પ્રકાશ અને સુખમીત સિંહની ટીમને અભિનંદન.”
RP
(रिलीज़ आईडी: 1543917)
आगंतुक पटल : 131