મંત્રીમંડળ

મંત્રીમંડળે વિદેશોમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ માળખાગત યોજનાઓમાં બોલી લગાવવામાં ભારતીય કંપનીઓને સમર્થન આપવા માટે કન્સેશનલ ફાઇનાન્સિંગ સ્કીમ (સીએફએસ)નો સમયગાળો વધારવા માટે મંજૂરી આપી

Posted On: 01 AUG 2018 6:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વિદેશોમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ માળખાગત યોજનાઓ માટે બોલી લગાવવામાં ભારતીય કંપનીઓને સમર્થન આપવા માટે કન્સેશનલ ફાઇનાન્સિંગ સ્કીમ (સીએફએસ)નો સમયગાળો વધારવાની મંજૂરી આપી દીધી છે.

વિગત :

સીએફએસ હેઠળ ભારત સરકાર 2015-16થી જ વિદેશોમાં વ્યૂહાત્મક સ્વરૂપે મહત્ત્વપૂર્ણ માળખાગત યોજનાઓ માટે બોલી લગાવવામાં ભારતીય કંપનીઓને સમર્થન આપી રહી છે. યોજનાનો ઉદ્દેશ સતત પ્રાસંગિક છે, એટલે સૂચિત યોજનાને 2018થી 2023 સુધી એટલે કે આગામી પાંચ વર્ષો સુધી વધારવામાં આવી છે.

નાણાકીય નિહિતાર્થઃ

જે લોનધારકો બેંકો માટે આર્થિક કાર્ય વિભાગ દ્વારા બજેટની જોગવાઈ કરવામાં આવશે, એનાં સંબંધમાં વ્યાજને સમકક્ષ સમર્થનની ચુકવણીનાં નાણાકીય નિહિતાર્થ આ પ્રકારે છેઃ

 

 

વર્ષ

2018-19

2019-20

2020-21

2021-22

2022-23

કુલ

આઇઇએસ રકમ (મિલિયન અમેરિકન ડોલરમાં)

6.5

10.00

18.75

29.00

32.00

96.25

આઇઇએસ રકમ (કરોડ રૂપિયામાં)

42.25

65.00

121.88

188.50

208.00

625.63

નોંધઃ અંદાજિત આઇઇએસ ફક્ત હાલની યોજનાનાં સંબંધમાં છે.

મુખ્ય અસર :

સીએફએસ અગાઉ ભારતીય કંપનીઓ વિદેશોમાં મોટી યોજના માટે બોલી લગાવવા સક્ષમ નહોતી, કારણ કે તેમાં તેમનો ખર્ચ વધી જતો હતો અને ચીન, જાપાન, યુરોપ અને અમેરિકા જેવા અન્ય દેશોનાં બોલી લગાવનારા સારી શરતો પર ઋણ આપવામાં સક્ષમ હતાં. આ રીતે વ્યાજદર અને લાંબા સમયનાં આધારે આ દેશોનાં બોલી લગાવવારાઓને ફાયદો થતો હતો.

આ ઉપરાંત ભારતીય કંપનીઓ દ્વારા દેશનાં વ્યૂહાત્મક હિતોની યોજનાને ધ્યાનમાં રાખીને સીએફએસ પાસેથી ભારતને આ ક્ષમતા મળી છે, જેનાં આધારે રોજગારીનું સર્જન, ભારતમાં સામગ્રી અને મશીનરીની માંગ અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો સંભવ છે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંક :

આ યોજના હેઠળ વિદેશ મંત્રાલય ભારતનાં વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને વિશેષ યોજનાઓની પસંદગી કરે છે અને તેને આર્થિક કાર્ય વિભાગને મોકલે છે.

આ યોજના અંતર્ગત ધિરાણ મેળવવાની લાયકાત ધરાવતી વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ યોજના નક્કી કરવામં આવે છે. તેને આર્થિક કાર્ય વિભાગનાં સચિવની અધ્યક્ષતામાં એક સમિતિ નક્કી કરે છે. સમિતિમાં ખર્ચ વિભાગ, વિદેશ મંત્રાલય, ઔદ્યોગિક સંવર્ધન અને નીતિ વિભાગ, વાણિજ્યિક વિભાગ, નાણાકીય સેવા વિભાગ અને ગૃહ મંત્રાલયનાં સભ્ય હોય છે. રાષ્ટ્રીય નાયબ સુરક્ષા સલાહકાર પણ સમિતિનાં સભ્ય હોય છે. સમિતિ પાસેથી મંજૂરી મળી જાય પછી આર્થિક કાર્ય વિભાગ એક્ઝિમ બેંકને એક ઔપચારિક પત્ર રજૂ કરે છે, જેમાં સીએફએસ અંતર્ગત યોજનાને લોનની મંજૂરીની જાણકારી આપવામાં આવે છે.

અત્યારે આ યોજના ભારતની એક્ઝિમ બેંક મારફતે સંચાલિત થાય છે, જે છૂટછાટ પર લોન પ્રદાન કરવા માટે બજારમાંથી સંસાધનો મેળવે છે. ભારત સરકાર એક્ઝિમ બેંકને કાઉન્ટર-ગેરેન્ટી અને 2 ટકા વ્યાજને સમકક્ષ નાણાકીય સહાય આપે છે.

પૃષ્ઠભૂમિ :

આ યોજના અંતર્ગત જો કોઈ ભારતીય કંપની કોઈ યોજના માટે કોન્ટ્રાક્ટ મેળવવવામાં સફળ થાય, તો ભારત સરકાર કોઈ વિદેશી સરકાર કે વિદેશી સરકારની માલિકી કે તેનાં દ્વારા નિયંત્રિત કંપનીને છૂટછાટ સાથે ધિરાણ પ્રદાન કરવાનાં સંબંધમાં એક્ઝિમ બેંકને કાઉન્ટર ગેરેન્ટી અને 2 ટકા વ્યાજને સમકક્ષ યોગદાન કરે છે.

આ યોજના અંતર્ગત એક્ઝિમ બેંક લોન આપે છે, જેનાં દર એલઆઇબીઓઆર (સરેરાશ છ મહિના) + 100 બીપીએસથી વધારે ન હોય. લોનની ચુકવણીની ગેરેન્ટી વિદેશી સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

 

RP

 



(Release ID: 1541199) Visitor Counter : 146