મંત્રીમંડળ

મંત્રીમંડળે પરંપરાગત ઔષધિ અને હોમિયોપેથીનાં ક્ષેત્રમાં સાથ-સહકાર સ્થાપિત કરવા ભારત અને ક્યુબા વચ્ચેની સમજૂતીને મંજૂરી આપી

Posted On: 18 JUL 2018 5:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત અને ક્યુબા વચ્ચે પરંપરાગત ઔષધિ વ્યવસ્થા અને હોમિયોપેથીનાં ક્ષેત્રમાં સાથ-સહકાર સ્થાપિત થયેલા સમજૂતીકરાર (એમઓયુ) પર પોતાની કાર્યોત્તર મંજૂરી આપી હતી. આ એમઓયુ પર 22.06.2018નાં  રોજ હસ્તાક્ષર થયાં હતાં.

અસરઃ

આ એમઓયુ બંને દેશોમાં પરંપરાગત ઔષધિ વ્યવસ્થા અને હોમિયોપેથીનાં ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને વધારે મજબૂત બનાવશે. બંને દેશોનાં સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને આ એમઓયુ ઘણાં મહત્ત્વપૂર્ણ છે.

પૃષ્ઠભૂમિઃ

ભારતમાં પરંપરાગત ઔષધિ વ્યવસ્થા આયુર્વેદ, યોગ અને કુદરતી ચિકિત્સા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી અંતર્ગત અતિ સંગઠિત અને નિયમોથી સંચાલિત છે. વૈશ્વિક સ્વાસ્થ્ય પરિદ્રશ્યમાં આ ચિકિત્સા વ્યવસ્થામાં પુષ્કળ તકો ઉપલબ્ધ છે. આયુષ મંત્રાલયે પરંપરાગત ઔષધિનાં ક્ષેત્રમાં સાથ-સહકાર સ્થાપિત કરવા માટે 10 દેશોની સાથે સમજૂતી મારફતે આ પરંપરાગત ચિકિત્સા વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવા અને તેને આંતરરાષ્ટ્રીય બનાવવાની પહેલ કરી છે. આ સમજૂતી કરારથી બંને પક્ષો વચ્ચે નિયમનકારી પાસાંઓની સમજદારી વધશે અને ભારતનાં ચિકિત્સા ઉત્પાદનોની નિકાસ ઇન્ડોનેશિયામાં વધારવામાં મદદ મળશે તથા આંતરરાષ્ટ્રીય મંચ પર તાલમેળ વધશે.

 

RP



(Release ID: 1539176) Visitor Counter : 106