મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં સહયોગ સાધવા અને એક સંયુક્ત સલાહ સમિતિની સ્થાપના કરવા માટેના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 04 JUL 2018 2:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગ સ્થાપવા અંગે અને એક સંયુક્ત સલાહ સમિતિની સ્થાપના કરવા માટેના સમજૂતી કરારો (એમઓયુ) પરના હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે.

એમઓયુ કાયદાકીય નિષ્ણાતો, સરકારી કર્મચારીઓ અને તેમની તાલીમ તેમજ વિવિધ કોર્ટ અને ટ્રિબ્યુનલની સામે વિવાદોના ઉકેલ માટે અસરકારક કાયદાકીય મદદનીશ તંત્રના માધ્યમથી તેમના અનુભવોના આદાન-પ્રદાનના ક્ષેત્રમાં રહેલી બાબતો અને જરૂરિયાતોનું ધ્યાન રાખે છે તેમજ સંયુક્ત સલાહ સમિતિની સ્થાપના કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1537632) Visitor Counter : 96